________________
૮૮
ભક્તિના વીસ દોહરા છે. તેઓ સમજે છે કે હજી આની યોગ્યતાની પરિપક્વતાની વાર છે. તે જ્યારે થશે ત્યારે તેને કોઈપણ નિમિત્ત મળી જશે અને તેનું કલ્યાણ થશે. પણ જે જીવોની યોગ્યતા વિશેષ હોય છે તેમની ઉપર અનેક પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપકાર તેમના દ્વારા થયા કરતા હોય છે.
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ! હવે હમે તમે મારો હાથ પકડો, તો હું તરી શકે એમ છું. તમારા વગર કોઈ મારો તારણહાર નથી. એક માત્ર જ્ઞાની અને પરમાત્મા આ બે જ જીવને તારવા માટે નિમિત્ત થઈ શકે તેમ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
- હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીનેં મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પદ આ જ એક ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. પરમાત્માનું, પરમાત્માના માર્ગે ચાલનાર સાચા આત્મજ્ઞાની નિગ્રંથ ભગવંતોનું અને તેમના દ્વારા પ્રરૂપેલા બોધનું - ધર્મનું અવલંબન જ જીવને સંસારના પરિભ્રમણમાંથી મુક્ત કરવામાં નિમિત્તભૂત થાય છે. માટે એવા નિમિત્તોનો સહવાસ વધારે રાખવો અને જે નિમિત્તામાં રહેવાથી આપણા ભાવમાં મલિનતા આવી જાય, ઢીલાશ આવી જાય, નિર્બળતા આવી જાય એવા અવલંબનોનો ત્યાગ કરવો.