________________
૮૦
ભક્તિના વીસ દોહરા છીએ. દૈહિક સુખને આત્મિક સુખ માન્યું છે, એ ભ્રાંતિ છે. ઈન્દ્રિય સુખને આત્મિક સુખ માન્યું છે, એ ભ્રાંતિ છે. સાચું સમજો , સાચું શ્રદ્ધો અને સાચું આચરો. પોતે અત્યાર સુધી અનેક રીતે - ધર્મ કર્યો હશે, છતાં સંસારથી મુક્ત કેમ ના થયો? ધર્મનું ફળ તો મુક્તિ છે. સાચા ધર્મનું જો સેવન કરે તો તેને મુક્તિની પ્રસાદી અહીં જ મળ્યા વગર રહે નહીં. સંપૂર્ણ મુક્તિ ભલે ઉપર સિદ્ધશિલા પર છે, પણ મુક્તિનું સુખ અહીંથી શરૂ થઈ જાય છે. આ સંસારમાંથી મુક્તિ ના મળી તો કઈ ભૂલ રહી ગઈ ? એવો વિચાર કરે તો સત્પષનો જે બોધ થયો છે તે માન્ય કરે, કે ખરેખર એમણે જે કહ્યું છે તે મેં નથી કર્યું. સત્પરુષે કહેલું કરીએ અને આપણી મુક્તિ ના થાય એમ બને નહીં. અનાદિકાળથી આજ દિન સુધીમાં જેટલા જીવો મુક્ત થયા છે એ બધાય જીવોએ પુરુષોનું કહેલું માન્યું ત્યારે મુક્ત થયા છે અને જે જીવ સંસારમાં રખડી રહ્યા છે તે જીવોએ સપુરુષનું કહેલું ન માન્યું એટલે રખડી રહ્યા છે. જ્ઞાનીઓ કહે છે કે ચોખ્ખો થઈને આવ. હજી તારામાં મલિન વાસનાઓ પડી છે, એ લઈને આવીશ તો તારું કામ નહીં થાય. એ મલિન વાસનાઓ છોડીને ચોખ્ખો થઈને આવીશ તો જ તું તારું કામ કરી શકીશ.
બે ભમરા હતા. એક ભમરો ગુલાબના બગીચામાં રહે. એનો ખોરાક ફૂલોનો રસ હતો અને એક ભમરો ઉકરડામાં રહે. એનો ખોરાક વિઝાનો હતો. પણ બન્ને ભમરા પાક્કા મિત્રો હતા. અમુક સમય થાય એટલે બંને મળે, વાતચીત કરે. બંને પોતપોતાના સુખની વાત કરે. એક કહે કે મારે ત્યાં બહુ સુખ છે, તો બીજો કહે મારે પણ બહુ સુખ છે. બન્નેએ નક્કી કર્યું કે એક મહિના પછી તારે મારા ઘરે આવવું અને બીજા મહિના પછી મારે તારે ત્યાં આવવું. એમાં આપણે બંને એકબીજાના સુખ જોઈએ, પછી આપણે નિર્ણય કરીએ કે કોનું સુખ સાચું છે ! ઉકરડાના ભમરાને પહેલી વખત ગુલાબના બગીચામાં જવાનું થયું. એને એમ થયું કે હું ત્યાં જઉં ને આખો દિવસ રહેવાનું અને મને કાંઈ ફાવે નહીંને ભાવે નહીં તો મારે શું કરવું? એટલે એને એમ થયું કે હું એક દિવસનો ખોરાક લઈને જાઉં. એટલે નાકમાં (મોઢામાં) વિષ્ટાનો ટુકડો દબાવીને ગુલાબના બગીચામાં ગયો. આખો દિવસ ત્યાં રહ્યો. હવે ગુલાબના બગીચાવાળો ભમરો પૂછે છે કે આવી સુગંધ ત્યાં આવે છે? પેલો ભમરો કહે કે બેય સરખું જ છે. ત્યાં હતી એ જ સુગંધ અહીં આવે છે અને અહીં જે સુગંધ છે એ જ ત્યાં આવે છે. એમાં ફેર નથી. પછી પેલા ભમરાને શંકા થઈ એટલે તેને પૂછ્યું કે તું કાંઈ નાસ્તો તો સાથે નથી લાવ્યો ને ? તો કહે કે, હા, એક દિવસનો તો લાવ્યો છું. પેલા ભમરાએ કહ્યું કે એને મૂકીને પછી તું અહીં આવ. આથી તેણે પેલી વિષ્ટા કાઢી નાંખી. પછી બેઠો તો થોડા સમય તો એને ભાવ્યું જ નહીં.