SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪. પહેલું આચરણ પછી પ્રસારણ મહાત્મા ગાંધી લોકસેવક હતા. સંન્યાસી કે સાધુ નહતા. પરંતુ તેમનું આકિંચન્ય પ્રશંસનીય હતું. દેશની ગરીબી જોઈને દ્રવી ઊઠેલું તેમનું હૃદય સાકાર બન્યું. તેઓ પોતડી પણ અડધીપહેરતા, જાડા જૂતા પહેરતા, સામાન્ય ચશ્મા (ડાબલા) પહેરતા, સામાન્ય ઘડિયાળ રાખતા. કથંચિત ધારો કે તેમને કિંમતી સુંદર ધોતી મળી હોત, સુંદર ચશ્મા, સીસમની લાકડી, મુલાયમ જૂતા મળ્યા હોત તો આટલા સાધનો છેવટે નિસ્પૃહ ભાવે સ્વીકારવાનો વાંધો શું હતો? કહી શકયા હોત કે મારી તો ઈચ્છા નથી પણ જુઓને આ સેવકો આ બધું નાટક કરે છે. જુદી જુદી સભા માટે જુદા જુદા વસ્ત્ર પરિધાન કરવામાં કોઈ બાધા ન હતી. પરંતુ મહાત્મા તો લંડનની મોળમેજી પરિષદમાં પણ તેમના આ જ પહેરવેશમાં પહોંચ્યો. હું ગરીબ દેશનો પ્રતિનિધિ છું. તમારે પ્રવેશ આપવો હોય તો આપો. મારો પહેરવેશ આ રહેશે. લંડનથી બેરિસ્ટરની ડીગ્રી મેળવનાર, આફ્રિકામાં ધંધાની સફળતા મેળવનાર, લોક જાગૃતિનું અભિયાન આપનાર તો મોટાઈવાળો હોય કે નહી ! પણ અહીં તો આકિંચન્ય, અપરિગ્રહને વરેલા મહાત્મા હતા. એજ મહાનતા હતી પછી સંકોચ શાને? એમના આ પ્રભુત્વે કેટલાયના સૂટબૂટ ઉતાર્યા. સાચા સ્વરાજના કાર્યોમાં જોડી દીધા. બાળપણમાં અંધારાથી ડરતા આ માનવમાં આ શક્તિ કેવી રીતે પ્રગટી! આત્મવિશ્વાસ, ત્યાગ, વૈરાગ્ય, કરૂણા જેવા ગુણોમાંથી. - ર૫. માણસથી મહાન તો ઈશ્વર છે , દેશમાં તોફાન ફાટી નીકળ્યા. બાપુએ તેમાં પોતાની ભૂલ જોઈ. રાત્રે મંથન કર્યું. પ્રાયશ્ચિત માટે આત્માને પૂછયું. (મનને નહિ) અંદરથી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ४८
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy