SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા મંડળ લઈને પહોંચ્યા ગામને પાદરે. વેવાઈને ખબર પડી, તેઓને મહેતા માટે માન હતું. તેમણે ગામને પાદરે જ ઉતારાની વ્યવસ્થા ગોઠવી લીધી. જેથી ગામલોકો આ મંડળી જોઈને હાંસી ન કરે. સવારે સૌને માંડવે લઈ ગયા. આ બધું જોઈને વેવાણ તો અકળાઈ ગયા. સૌને માટે સ્નાનાદિની વ્યવસ્થા ગોઠવી. ખીજાયેલા વેવાણે મહેતાની નહાવાની મૂંડી ધખધખતા પાણીથી ભરીને મૂકી હતી. ઠંડા પાણીની વ્યવસ્થા ન કરી. મહેતા સ્નાન કરવા આવ્યા તે તો ભક્તિ રસમાં ડૂબેલા હતા. મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.” ભગવાન હું તો તારો દાસ, હું શું કરી શકું? તારા ભજન ગાઉ ને હરખાઉં. મહેતા નહાવાની જગાએ પહોંચ્યા અને વરસાદ તૂટી પડયો, નહાવાનું પાણી સમધારણ થયું. આ બાજુ વેવાઈ વેવાણને દોડાદોડ થઈ પડી. વરસાદને કારણે સાધન સામગ્રીને ઉપાડવી પડી. વળી વેવાણ તો સમજતા હતા. આ ગરીબ માણસ મોસાળામાં શું લાવ્યો હશે? ત્યાં તો મોસાળાને યોગ્ય મૂલ્યવાન સાધન સામગ્રીના છાબ આવવા માંડયા. એટલા પ્રમાણમાં આવવા માંડયા કે કયાં મૂકવા તેની મૂંઝવણ થઈ. અને પૂછવા લાગ્યા કે હજી કેટલું છે? મહેતાને કયાં ખબર છે ? કોણ મોકલે છે કેટલું મોકલે છે ! આમ પ્રસંગ ઉકલી ગયો. આ પ્રસંગનો સાર એ છે નિસ્પૃહ ભક્તિ અને આકિંચન્યને વરેલા મહેતાના હૃદયની કેટલી પવિત્રતા, નિસ્પૃહતા! મનમાં કોઈ વિમાસણ નહિં, કર્તાપણું જેને છૂટી ગયું હોય. યશકીર્તિની લાલસા નથી તેના કાર્યો પુણ્યયોગે પૂરા થાય છે. પ્રસંગ પહેલાં મોહ નહિ, પછી મદ નહિ આવા ગુણયુક્ત નિસ્પૃહ ભક્તોને શું અશકય છે? આખરે મુક્તિ પણ શકય બને છે. નરસિંહ મહેતા આવ્યા તેવા વિદાય થયા, શું લેતા ગયા! વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૪૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy