________________
આહત-સાચા-શુદ્ધ શ્રાવકનું બિરુદ પામ્યા.
શ્રી હેમચંદ્રાચાર્યના સંપર્ક અને સત્સંગથી બોધ પામી અઢાર દેશોમાં અહિંસક પ્રવર્તન કરાવનાર એ પ્રથમ રાજા હતા. તેમની યશોગાથા ચોતરફ પ્રસરી હતી. આ યશોગાથાની ઈર્ષાની આગમાં તેમનો ભત્રીજો અજયપાળ બળી રહ્યો હતો. તે દરમ્યાન આચાર્યશ્રીનો એક શિષ્ય તેને મળી ગયો. અજયપાળ વિચારતો કુમારપાળ અને તેના ગુરુને આ માર્ગથી દૂર કરે તો પોતાને રાજય મળે. શિષ્યને મુખ્યતા મળે. બંનેએ મળીને ગુરુજીને અને રાજાને ઝેર આપવાનો પેંતરો ગોઠવ્યો.
દરેક રાજ્યના ખજાનામાં વિષહર મણિ હોય છે. તે પણ અજયપાળે ચોરાવી લીધો.
એકવાર બરાબર સમય જોઈને રાજા અને ગુરુજી બંનેને આહારમાં ઝેર આપી દીધું. ગુરુજીને જલ્દી ઉપાય ન મળ્યો, અને તેમને ખ્યાલ આવતા સમાધિમરણ સ્વીકારી લીધું.
રાજા કુમારપાળને ખ્યાલ આવી ગયો, વિષ આપવામાં આવ્યું છે. તેમણે ખજાનામાંથી વિષયવાર મણિ મંગાવ્યો. પણ તે તો અગાઉથી જ ચોરાઈ ગયો હતો. રાજાને ખબર આપ્યા.
રાજા કહે કંઈ નહિ જેવા ભાવિભાવ. એ હતો સમભાવ-કોઈને દોષ નહિ પણ પોતાના ઉદયકર્મનો સ્વીકાર કરી લીધો.
ત્યાં તો એકાએક ધનવન્તરી આવી ગયા અને વિષપહાર મણિ વડે રાજાના ઝેરને દૂર કર્યું. રાજા શાતા પામ્યા.
એકવાર શુભ પ્રસંગે દરબાર ભરાયો છે. પ્રસંગમાં રાજાને ઝેર આપનાર અને મણિ ચોરનાર બને હાજર છે. મંત્રીએ રાજાના કાનમાં કહ્યું કે અત્યારે આ બંનેને જેલ ભેગા કરી ફાંસીએ ચઢાવી દેવાની તક છે.
રાજાએ કહ્યું તેમના કામની સજા આપનારી કર્મ સત્તા છે. તે કામ આપણે શા માટે કરવું ? આપણે સમભાવથી તેમને સબુદ્ધિ મળે તેવી ભાવના કરો.
આ શમ-ઉપશમનો ભાવ હતો. સમક્તિનું પ્રદાન હતું. કર્મ ખપાવી દેવાની આત્મ શક્તિ હતી.
આ પ્રગટ સમ્યકત્વનું દર્શન હતું. કોઈ જગાએ એમ કથન છે કે રાજા કુમારપાળને ઝેરની અસર હતી છતાં સમાધિ મરણ પામ્યા હતા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૭