SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે મળે ત્યારે અરતિભાવ. સાધકની સાવધાની અહીં જરૂરી છે. પર પદાર્થો કે વ્યક્તિત્વો તરફ એણે જવું નથી. અને ઉપયોગી પદાર્થો વપરાય ત્યારે રતિઅરિતનો ભાવ ન ઊઠે તેવું કરવું છે. બહુ મઝાનો સવાલ એ થઈ શકે કે ફૂલ બીજે દિવસે કરમાય તો નવાઈ કે તાજું ને તાજું રહે તો નવાઈ ? માટીનો ઘડો બે-પાંચ વર્ષ ટકે તો નવાઈ કે ફૂટી જાય તો નવાઈ ? શરીર પુદ્ગલ છે, અને પુદ્ગલનો ધર્મ જ નષ્ટ થવું તે છે. તો શરીર માંદું પડે તોય શી નવાઈ અને મૃત્યુની ક્ષણોની નજીક હોય તોય શું ? તમે માત્ર જુઓ તો નિર્લેપતા, જોવાની ક્ષણોમાં રિત, અતિ આવી તો લેપદશા. સ્વાનુભૂતિની પગથારે નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહાર દૃષ્ટિનું અદ્ભૂત સમતુલન છે શ્રી સીમન્ધર જિન સ્તવનામાં. સરળ ગુજરાતીમાં લાખયેલી એની કડીઓ વાંચતાં, અનુપ્રેક્ષતાં પ્રારંભિક સાધકની દૃષ્ટિ સામે છવાયેલ નિશ્ચય વ્યવહારની અસ્પષ્ટતાનું ધુમ્મસ ફંટાતું જાય છે અને ભાગવત પથ આ જ છે એવો નિશ્ચય તેના મનમાં ઊગે છે. સ્તવનાની આ કડી બહુ પ્રસિદ્ધિ છે : નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર..... નિશ્ચયદૃષ્ટિ એટલે મંજિલ વ્યવહાર દૃષ્ટિ એટલે માર્ગ. મંજિલ અને માર્ગ કેવા તો અન્યોન્ય સાપેક્ષ છે ! મંજિલ વિના માર્ગ કેવો ? અને માર્ગ જ ન હોય કે માર્ગે ચલાય જ નહિ તો મંજિલ શી રીતે મળે ? આપણા યુગના સાધના મનીષી પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજ સાહેબે કહ્યું હતું કે અતીતતી યાત્રામાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૮૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy