SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય શ્રુતજ્ઞાનની આરાધનામાં દઢ થયા હતા. પાછળના વર્ષો તેઓ ઈડર અને ત્યારપછી આરાધના ભવન કોબામાં સ્થિર થયા. બંને જગાએ તેમની સંત સેવા, સહધ્યાયીઓમાં મૈત્રી, આહારના સંયમી એવું આરાધક જીવન હતું. મૌનની આરાધના માટે ઈડર રહેતી ત્યાં મને તેમનો આત્મિય પરિચય થયો. મને આ માર્ગમાં સન્મિત્ર મળ્યાનો આનંદ હતો, જો કે તેઓ ૮૨ વર્ષની વયે ચિર વિદાય થયા. ત્યારે મને મોટી ખોટ તો પડી જ. અમે મળતા ત્યારે કલાકો સુધી સત્સંગની હેલી થતી. મારા જીવનમાં એ અમૂલ્ય તક હતી. તેમના મુખે વચનામૃતના પત્રો, શ્રી સમયસારજી જેવા ગ્રંથોના શ્રુતજ્ઞાનનો સચોટ બોધ મળતો. પોળમાં રહેતા ત્યારે કે આશ્રમમાં પ્રાણીદયા તેમના જીવનનું અંગ હતું. તરતના જન્મેલા કૂતરીના બચ્ચાને ખોળામાં લઈ ટોટી વડે દૂધ પીવરાવી ઉછેરવા ઘાયલ થયેલા પશુઓની પાટાપીંડી કરવી. તેમને સહજ હતું. એ પ્રાણીઓ પણ ડાહ્યા થઈ તેમના પ્રેમને ઝીલી લેતા. ઘણા વચનામૃત તો તેમને હૈયે હતા કંઠસ્ય હતા. આશ્રમના મહિલા વિભાગના વડીલ અને વકીલ (સમાધાનની રૂએ) હતા. આજે અચાનક તેમનું આત્મિય સ્મરણ થઈ આવ્યું અને કલમમાં કંડાગઈ ગયું. કારણ કે અમારે માટે સન્મિત્રનું સ્મરણએ મૂડી છે. પ્રેરણાનો સ્ત્રોત છે. સૌને આવા સન્મિત્રો મળો તેવી શુભેચ્છા સાથે. * ૯૫. સંસાર અસાર છે. તે લગભગ ત્રીસેક વર્ષો પહેલા એ યુવાને શ્રી ચંદ્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું. આ સંસારરૂપી પાણીને ગમે તેટલું મથો માખણ ન નીકળે. સંયમને ધારણ કરો કદાચ પ્રારંભમાં કષ્ટ લાગે તો પણ અંતે પરમસુખ છે. થોડા પ્રવચનો સાંભળ્યા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૭૩
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy