SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કબીર સ્વયં પૂર્વના સંસ્કાર લઈને આવેલા, અને સંતત્ત્વ એમના લોહીમાં હતું. બાળપણમાં પાલક પિતા વણકરને ત્યાં વણકરી શીખેલા, તેથી તેમણે વણકરી શરૂ કરી. પણ મનમાં સતત રામનું રટણ રહ્યા કરે, સર્વત્ર પ્રભુ છે. સર્વમાં પ્રભુ છે. તેમને એવા દર્શન થતા અને એ રીતે જરૂર પડે અન્યને સમજાવતા, પ્રભુભજનમાં તલ્લીન રહે. વણકરીથી જીવન નભે, તેમને વધુ આવશ્યકતા જ ન હતી. તેઓ પાસે સત્સંગીઓ આવતા પણ ઘણા તેમને મુસ્લિમ માની વિરોધ કરતા. એકવાર કેટલાક વિરોધી આવીને તેમને અપશબ્દો સંભળાવી ગયા. કબીર તો વણાટકામ કરતા હતા. કંઈ જવાબ કે પ્રતિકાર ન થવાથી તેઓ પાછા વળ્યા. કબીર માનતા રામ બધામાં છે. શા માટે પ્રતિકાર કરવો. આપણું મન શુદ્ધ હોય, પ્રભુમય હોય તો તેની અસર કેવી પડે ? પેલા વિરોધીઓ ત્યાંથી નીકળ્યા. પણ કબીરના ભાવની અસર પડ્યા વગર ન રહી. તેઓ માફી માંગવા પાછા આવ્યા કબીરના જીવનની શુદ્ધતાથી તેમની ઓરા પવિત્ર હતી. તેની અસર થઈ હતી. તેઓએ માફી માંગી. કબીર કહે તમારા શબ્દો રામરામ થઈને મારા કાનમાં ગયા છે. એટલે તમે કહો છો તેની મને ખબર નથી એના નામ સિવાય મારી પાસે કંઈ નથી. મોટા પૂજાપા લઈ જનારના હૃદયમાં, કાનમાં રામ આવી રીતે વસે તો રામ થવું મુશ્કેલ નથી. એકવાર કબીર બજારમાંથી નીકળ્યા. ત્યાં ઘંટી ચાલતી હતી. “ચલતી ચાકી દેખ કે દીયા કબીરા રોય દોપાટન કે બીચ મેં બાકી બચા ન કોય?” બે પડની ચાકીમાં પડતા બધા જ દાણા પીલાઈ જાય છે. આમ જીવો રાગ દ્વેષમાં પીલાતા જ રહે છે. પછી તેમની નજર ખીલડામાં ગઈ ત્યાં થોડા દાણા બચ્યા હતા. અર્થાતુ જે રાગ, દ્વેષ, મોહ, માયા, જગતના પ્રપંચથી દૂર રહ્યા છે તે બચ્યા છે. બાકી હા, હા, આ જગત સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૪૩
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy