________________
તેઓએ વિહાર કર્યો દરેક સ્થાને તેમની ભવ્યતા નિખરતી હજારોની સંખ્યામાં તેમના દર્શનાર્થે ભાવિકો પધારતા છતાં સાહેબની નિસ્પૃહતા, સહજતા, સંયમની દઢતા નિખરતી, શુદ્ધ આચરણની અગ્રિમતા રહેતી.
અમદાવાદમાં સંમેલન સમયે રોજે એક કલાક શ્રી દેવચંદ્રના સ્તવનનું તત્ત્વ સમજાવતા. તે દિવસોમાં પૂજ્યની નિશ્રાને કારણે મારી જીવન પ્રત્યેની દૃષ્ટિમાં અનોખું પરિવર્તન આવ્યું અન્ય સ્થાનોએ જવાની વૃત્તિ સંકેલાઈ ગઈ.
તે પછી તો તેઓ જયાં હોય ત્યાં તે સ્થાનોમાં તેમના સાનિધ્યનો લાભ મળતો. છેક હૈદરાબાદ સુધી પહોંચી જતી. પૂજયશ્રી પણ ખૂબ વ્યસ્ત છતાં રોજે એક બે કલાક શાસ્ત્રબોધ આપતા. તેમના શિષ્ય શ્રી કલ્પતરૂ કહેતા કે આવો તત્ત્વબોધનો સાહેબનો વારસો લેવામાં બહેનોમાં તમે એકલાજ છો.
એકવાર પાલીતાણામાં બિરાજમાન હતા ત્યારે પંદર વીસ દિવસ સાન્નિધ્ય રહ્યું. તેમાં સદ્ભાગ્યે એકવાર તેઓ અને પૂ.આ. ભગવંત યશોવિજ્યસૂરિજી પાટ પર બેઠા કંઈ સંગોષ્ઠી કરતા હતા. વંદન કરીને ત્યાં બેઠી, તેઓની જોડી દેવતાઈ જેવી શોભી રહી હતી મને કોઈ સંકેતથી પૂ. શ્રી યશોવિજયજીના દર્શન થયા. જેની કૃપા આજ સુધી ચાલુ છે. જાણે ભવિષ્યમાં મારી સોપણી એમને કરવાની હોય?
૨૦૦રના મહાસુદ-૪ને શુક્રવાર સવાર ઉગી શું? ને આથમી શું? પૂ. શ્રી નું પ્રતિક્રમણના કાઉસગ્ન વખતે સ્વાસ્થ કથળ્યું. શિષ્ય ગણ સાવધાન હતો. ઝાલોર પાસેનું કેસવણા ગામે પૂજયશ્રીનો ૭ વાગે દેહવિલય થયો, તેઓએ દિવ્યસૃષ્ટિમાં પ્રયાણ કર્યું.
વૈજ્ઞાનિક યુગના ઝડપી સાધનો દ્વારા ગામે ગામ ખબર પહોંચ્યા. શંખેશ્વર તરફ પાલખીનું પ્રયાણ થયું. ભક્તો જે સાધન મળ્યું તેમાં ઝડપથી શંખેશ્વર પહોંચ્યા. મહાસુદ છઠ્ઠને દિવસે શંખેશ્વર આગમ મંદિર પાસે સૂરજના આથમવા સાથે, પૂજયશ્રીનો નશ્વર દેહ પણ વિલીન થયો. હજારો માણસોએ સાહેબજીના અંતિમ દર્શન કર્યા.
સૌ બોલતા રહ્યા કે અમર રહો, અમર રહો, અમર રહો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો