________________
આ પપ. સંપત્તિનું સુખ કેટલું?
બાળક જન્મે પહેલું વસ્ત્ર પહેરે ત્યારે તેને ખીસું ન હોય, મૃત્યુ પામેલી વ્યક્તિને જે વસ્ત્રો પહેરાવવામાં આવે છે તેને ખીસું ન હોય. પણ જીવનના વચ્ચેના ગાળામાં ખીસાં કેટલાં? કપડાંને ખીસા, કબાટને ખાના, બેંકમાં ખાતાને ખાના. આટલા ખીસા ભરાતા જિંદગી પૂરી થઈ અને ખીસા વગર વિદાય થયો.
“તેં બાંધેલી આ મહેલાતોનું ત્યારે શું થાશે? બાહ્ય સુખ સંપત્તિના મોહમાં મોટા માંધાતાઓ પણ જીવનનો મર્મ પામી શકતા નથી.
શાસ્ત્રકારોએ બતાવેલી સંપત્તિ ખબર છે? આર્યદેશ, આર્યકુળ, માનવજન્મ, વિતરાગદેવ, સતગુરુ, દયારૂપ ધર્મની શ્રદ્ધા, શાસ્ત્રયોગ, આટલી સંપત્તિ મળી છે. તું તેને કેટલો વફાદાર છે? તેને માણવાનો સમય છે? છતાં તે તો યોગ વપરાતા જાય છે તું ખાલી થાય છે, કે કંઈ લઈ જવા જેવું મેળવે છે?
સુખ કયાં સમાણું? ઓછી જિંદગીને ઝાઝી ઉપાધિ. એક બહુમાળી મકાન બંધાતું હતું. મજૂરોના છોકરાં ત્યાં રમતા હતા. પાંચેક બાળકો પાછળનું ખમીસ પકડી છૂક છૂક ગાડી રમતા, આનંદ કરતાં, મેલા ઘેલા કપડાં, સૂકા રોટલા ખાતા.
કોન્ટ્રાકટર જોતો, એક બાળક રોજે પાછળ ગાર્ડ બને, કોન્ટ્રાકટરે પૂછ્યું : તું કેમ રોજ ગાર્ડ બને છે? એન્જિન નથી બનતો?
છોકરાએ કહ્યું મારી પાસે ખમીસ નથી. પાછળના પકડે કેવી રીતે? એટલે હું રોજે ગાર્ડ બનું છું. અને છૂક છૂક ગાડીમાં જોડાઈ ગયો. સિગ્નલ આપ્યું. ગાડી ઉપડી છૂક છૂક છૂક. બાળકો ખુશમાં હતા. કંઈ સંપત્તિ હતી. નિર્દોષ જીવન હતું. કહો તમારી પાસે આવું યે સુખ છે? સુખ કયાં સમાણું છે? જયાં છે ત્યાં શોધો. અંધારામાં પડેલી ચીજ અજવાળામાં જઈને ન શોધાય. અંધારું હોય ત્યાં અજવાળું કરવું પડે તો ચીજ મળે, સુખ આત્મામાં છે તે જ્ઞાનથી મળે. બહાર શોધવાથી નહિ મળે.
૧૦૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો