________________
૧. ધન્ય તે ધરા
અધ્યાત્મયોગી આ. શ્રી કલાપૂર્ણસૂરિનો પ્રભાવ
રાજસ્થાનની ભૂમિએ ઘણા સંતપુરુષોનું પ્રદાન કર્યું છે. તેવી એક ફલોદી નગરીમાં પિતા પાબુદાન અને માતા ખમાબાઈના કૂખે પુણ્યશાળી પુત્રરત્નનો જન્મ થયો તે અક્ષયરાજ.
પ્રાથમિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. યુવાનવયે ધંધાર્થે રાજનાંદ ગામમાં આવી વસ્યા. ગામમાં ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર અને બાજુમાં ઉપાશ્રય હતો. અક્ષયરાજ સવારે દસ વાગ્યા સુધી સામાયિક દર્શનપૂજન કરતા પછી દુકાનના પગથિયાં ચઢતા. ભક્તિ રંગ ઘેરો થતો ગયો. તેમાં એક દહેરાસરમાં એકાંતમાં પ્રભુ સામે બેઠા હતા ભક્તિમાં લીન થયા અને અંતરમાંથી અવાજ ઊઠયો ભક્તિ ક્યાં સુધી કરીશ તારે તો મુક્તિનો માર્ગ પકડવાનો છે. આ અંતરના અવાજે અજવાળું કર્યું. અને ઉપાશ્રયે જઈ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ દીક્ષાના મથોરથ કરી ઘરે પહોંચ્યા.
હૈયામાં ઉમંગ ભર્યો હતો. પત્નીને વાત કરી, પત્ની આ વાત સાંભળી મૂંઝાયા. તેમણે પિતાને કાગળ લખ્યો કે તમારા જમાઈ દીક્ષા લેવાના ભાવ કરે છે, બાળકોનું શું કરવું ?
પિતાનો જવાબ આવ્યો કે, હું સંયમ લેવાનો ભાવ કરીને સોબત શોધતો હતો, સારું થયું મને ઘરનો જ સાથ મળી ગયો. તમારી બધી જ વ્યવસ્થા કરશું, ફિકરના કરશો.
અક્ષયરાજે આચાર્યશ્રીને વાત કરી. આચર્યશ્રી કહે જેમાં તમારું ભલું તેમાં બાળકોનું ભલું. તેમનું ધાર્મિક શિક્ષણ શરૂ કરો.
એ કાળે બાળકોને ધર્મક્ષેત્રે વાળવા સરળ હતું સસરાજીને કહેવરાવ્યું કે આપણે સંયમ દઢપણે પાળી શકીએ તેવા ગુરુની શોધ કરો. ફલોદીના તે સમયના એક ભાઈ સંયમમૂર્તિ આ. શ્રી વિજયકનકસૂરિ પાસે દીક્ષિત થયા હતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
の