SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અને શોભન એ નામના બે પુત્ર સહિત ત્યાં આવેલા વર્ધમાનસૂરીના ગુણથી રાજી થઇને પોતાના સ્થાનકમાં તેમને નિવાસ આપી નિષ્કપટ ભક્તિથી સેવા કરી પ્રસન્ન કર્યા; અને તેમને સર્વજ્ઞ જાણી પોતાને પૂર્વજના હાથ નહીં લાગતા દ્રવ્ય ભંડાર સંબંધી વાત પૂછી. તેમણે પણ પોતાને દોષ ન લાગે એ યુક્તિથી અડધો વિભાગ ધર્માદામાં દેવો એવા સંકેત વચનથી સઘળો દ્રવ્ય ભંડાર દેખાડ્યો. ત્યાર પછી તે ભાઇઓએ તે દ્રવ્ય વેહેંચી લીધું. મોટો ભાઇ ધનપાળ જૈન માર્ગનો દ્વેષી હતો તે વાંકુ બોલ્યો તથા અર્ધ ભાગ ન આપતાં નાના ભાઇને પણ રોક્યો. નાના ભાઇએ તે વચન અમાન્ય કરી ઘણો સમજાવ્યો પણ ન સમજ્યો. પછી ધનપાળ એ પ્રતિજ્ઞા ભંગના પાપનું નિવારણ કરવા તીર્થમાં ગયો અને નાના શોભને તો પોતાના બોલ્યા પ્રમાણે વર્તવાથી તથા પિતૃભક્તિથી વૈરાગ્ય પામી તે જ આચાર્યને પોતાના દેહનું અર્પણ કરી જૈન દીક્ષા લીધી. પછીથી પોતે મહાવિદ્વાન થયો અને તેમણે શોભન સ્તુતિ નામનો ગ્રંથ ભિક્ષા લઇને આવતા માર્ગમાં બનાવ્યો એવા તે શીઘ્ર કવિ અને મહાવિદ્વાન હતા. ધનપાળ દેશાંતરથી ઘણા શાસ્ત્રો ભણી આવીને ભોજ રાજાની સભામાં મોટી પ્રતિષ્ઠા મેળવી રાજાનો માનીતો પંડિત થઇને રહ્યો. પોતાનો ભાઇ જૈન સાધુ થયો છે તે દ્વેષથી બાર વર્ષ સુધી પોતાના દેશમાં કોઇપણ જૈન આચાર્ય ન પ્રવેશે એવો રાજા તરફથી બંદોબસ્ત કરાવ્યો પછી તે દેશના શ્રાવકોએ વર્ધમાનસૂરી મ.ને ઘણી પ્રાર્થના કરી. પણ તે ન આવતાં તેમની આજ્ઞાથી સકળ સિદ્ધાંતના પારગામી શોભન નામે મુનિ આવ્યા ને ધારા નગરીમાં પ્રવેશતી વખતે તેમના મોટા ભાઇ ધનપાળે જોયાં તેથી મશ્કરીમાં ધનપાળ બોલ્યો કે (ગર્દભદંતભદંત ! સુખ તે) અર્થ : ગધેડાની પેઠે જેના દાંત બહાર નીકળેલા છે અને જેને લોક ભદન્ત કહે છે તેવો તું કુશળ છે ? ત્યારે શોભનાચાર્ય બોલ્યા કે (કપિવૃષણાસ્ય વયસ્ય પ્રિયં તે ?) અર્થ : વાંદરના ૧(વૃષણ) જેવું લાલચોળ જેનુ મોં એવા હે મિત્ર તને સુખ છે ? આ પ્રકારનું શોભન મુનિનું વચન સાંભળી ચમત્કાર પામી ધનપાળને વિચાર થયો કે હું એની બોલાવવાની અધિક ચતુરાઇથી જીતાઇ ગયો છું એમ ધારી બોલ્યો કે તમે કોના અતિથિ છો. એ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે તમારા છીએ. આ વચન સાંભળી પોતાની પાસે રહેલા એક બટુક વિદ્યાર્થીની સાથે તેમને મોકલી પોતાની ખાલી રહેલી બીજી હવેલીમાં મુકામ કરાવ્યો અને ધનપાલે ઘે૨ જઇ તેમના માટે ભોજનની ઘણી સામગ્રી કરાવી. તેમને પરિવાર સહિત પ્રિય વચનથી ભોજન માટે તેડવા આવ્યો. તેનાં વચન સાંભળી શોભન મુનિ બોલ્યા કે નિર્દોષ ને પ્રાસુક (નિર્જીવ) ભોજન જૈન સાધુઓ કરે છે માટે તે વાતનો જોગ નહીં બને. આ વચન સાંભળી ધનપાળે દોષનું કારણ આગ્રહથી પૂછ્યું ત્યારે શોભનાચાર્યે પોતાના તેમજ અન્યમતના શ્લોક કહ્યા કે મુનિજન ભમરાની પેઠે થોડું થોડું ઘણી જગ્યાએથી કોઇને દુઃખ ન ઉપજે એવી રીતે ગ્રહણ કરવા રૂપ માધુકરી વૃત્તિ કરે. પણ બૃહસ્પતિ જેવા એક પુરુષ થકી અન્ન ગ્રહણ કરી નિર્વાહ કરે નહીં. વળી જૈન મતના દશવૈકાલિક નામના શાસ્ત્રમાં કહ્યું છે કે ભ્રમરની પેઠે વૃત્તિના કરનાર, દોષના જાણનાર તથા પોતાના વાસ્તે કરેલી ભિક્ષાનો ત્યાગ ક૨ના૨ (૧) વાંદ૨ના લટકતા લાલ ખંડ. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૮૫
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy