SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ जड़ यह रावणु जाईयउ दहमुह इक्कु शरीरु । जणी वियम्भी चिन्तवइ कवणु पियावउ खीरु ॥१॥ અર્થ : જ્યારે રાવણ જન્મ્યો ત્યારે તેનું એક શરીર ને દશ મોઢાં દેખી તેની જનેતા ગભરાઇ ગઇ કે હું તે હવે કયા મુખને ધવરાવું. એ પ્રકારે સમસ્યા પૂર્યા પછી પુત્રની સ્ત્રી સામું જોઇ રાજા બોલ્યો. મરૂં ∞િરૂ વિત્તુમડું ાડ ॥ અર્થ : હવે મારે કોને ગળે વળગવું, એ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી વહુ બોલી. काण व विरह करालिइ पड़ उड्डावियउ वराउ । सहि अच्चभूउ दिट्टु मई कण्ठिइं विलुल्लई काउ ॥१॥ અર્થ : કોઇ કલહાંતરિતા' સ્ત્રીએ વિરહથી વ્યાકુળ થતો પતિ, એવો તો ચપટીઓમાં ઉડાડ્યો કે તે બિચારો નિરાશ થઇ પાછો વળી ગયો. પછી એ સ્ત્રી કામાગ્નિથી બળવા લાગી ત્યારે બોલી કે હે સખી હવે મારે કોને ગળે વળગવું આ વાત પણ દેખનારને આશ્ચર્યકારી છે ? આ પ્રકારની સમસ્યા પૂર્યા પછી તે ટોલામાં રહેલી અતિ રૂપવાન તેની પુત્રી સામું જોઇ રાજા બોલવા ગયો પણ અતિ કામરાગથી કંઠ બંધ થઇ ગયો તેથી બોલાયું નહીં પણ તે પુત્રી વિના સર્વેને મનોવાંછિત ઘણું દ્રવ્ય શિરપાવરૂપે આપી વિદાય કર્યા. હવે સંધ્યાકાળ થવાથી રાજા તથા તે રૂપવતી કન્યા એક બીજામાં ચિત્ત પરોવી વિખુટાં પડ્યાં પણ રાત્રિએ ચંદ્રોદય થવાથી અગાશીમાં ભ્રમણ કરતા રાજાને એ કન્યાના રૂપનું સ્મરણ થવાથી ઘેલા માણસની પેઠે લવારો કરતાં કરતાં આજ્ઞા કરી કે મારાથી આ ચંદ્રકરણ સહન થતાં નથી માટે મારા ઉપ૨ છત્ર ધરો એમ સેવકને આજ્ઞા આપવાથી માથા ઉપર છત્ર ધરાવી તે રૂપવતીના અંગનું ધ્યાન કરતો જાય છે ને અગાશી તરફ જાય છે એ જ વખતે તે રૂપવંતી પણ દ્વારપાલ સાથે સંદેશો મળવાથી રાજાની આજ્ઞાથી આવી હાજર થઇ ત્યારે રાજા બોલ્યો કે હે રૂપવતી આ અસાધ્ય વ્યાધિથી મુક્ત કરવા તારા વચનરૂપી અમૃતનો એક ઘૂંટડો પા ! આ રાજાનું વચન સાંભળી કામાગ્નિથી રાજાની થયેલી દુર્દશા જાણી તે મધુર સ્વરથી બોલી – કુલમાં દીવા સમાન હે ભોજ રાજન્ ! હે સમસ્ત રાજામાં ચૂડામણિ સમાન ! આ જગતમાં તમારે રાત્રિએ પણ માથા ઉપર છત્ર ધરાવી ફરવું એ યુક્ત છે કેમ કે તમારું મુખ જોવાથી લજ્જા પામતો ચંદ્ર ભોંઠો પડી શીઘ્ર ગતિ કરી સંતાઇ જાઓ નહિ ! વળી આ બિચારી વૃદ્ધ વશિષ્ઠની પતિવ્રતા સ્ત્રી અરૂંધતી તમારું રૂપ જોઇ પોતાનું ઘણા કાળથી સાચવી રાખેલું પતિવ્રતાપણું ખંડન ન કરો એટલે છત્ર વિના તો તમારુ રૂપ અરૂંધતીના દીઠામાં આવે તો તેની પણ ધીરજ ન રહે તો બીજી સ્ત્રીની તો ક્યાંથી રહે માટે તમો રાત્રિએ પણ છત્ર ધરાવો છો તે યુક્ત છે. (૧) પતિનો તિરસ્કાર કરી પછી પાછો પસ્તાવો કરનારી. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ** ૭૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy