SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : જે આ સંપૂર્ણ ચંદ્ર મંડળની વચ્ચે મેઘના લેશ જેવી શોભાને ધારણ કરનાર લાંછન જણાય છે તેને લોક સસલું (અથવા હરણ) એમ કહે છે પણ એમ મને લાગતું નથી. એમ વારંવાર અડધું કાવ્ય, સર્વ પ્રાણી અતિશય જંપી જવાથી શબ્દ રહિત વાતાવરણમાં અગાશીમાં ફરતા ફરતા બોલતો હતો તે વખતે એવો બનાવ બન્યો કે રાજાના મહેલમાં કોઈ મહાવિદ્વાન પણ ચોરી કરવા પેઠેલો તેને કવિતા શક્તિનું ઘણું જોર ઉભરાયુ તે સહન ન થવાથી તે કાવ્યનું ઉત્તરાદ્ધ (છેલ્લાં બે પદ) બોલી ઉઠ્યો કે - अहं त्विढु मन्ये त्वदरि-विरहाक्रान्त-तरुणीकटाक्षोल्कापात-व्रणशत-कलङ्काङ्किततनुम् ॥१॥ અર્થ: હું તો એમ માનું છું કે તમારા શત્રુ રાજાઓનો વિરહ થવાથી વનમાં રઝળતી તેમની તરુણીઓ ચંદ્રોદયથી વાગેલા કામબાણની વ્યથામાં વ્યાકૂલ થવાથી તે સ્ત્રીઓના ચન્દ્ર મંડળ સામા ઉલ્કાપાત સરખા કટાક્ષ બાણના સેંકડો પ્રહાર થવાથી છિદ્રરૂપ કલંકવાળો એ ચંદ્ર થયો છે. એમ બોલવાથી ચમત્કાર પામેલા રાજાએ તે ચોરને અંગરક્ષક પાસે પકડાવી એક ઓરડામાં પુરી મુકાવ્યો. પછી પ્રાતઃકાળમાં ક્ષમા કરી તે ચોરને બોલાવી જે શરપાવ રાજાએ આપ્યો તે મંત્રીએ ધર્મ વહિકામાં કાવ્ય રૂપે નીચે પ્રમાણે લખ્યો. મૃત્યુના ભયને પણ ન ગણી રાજાના બોલેલા કાવ્યનું ઉત્તરાદ્ધ પૂરું કરનાર ચોરને પ્રસન્ન થયેલા રાજાએ દશ કરોડ સોનામોહોર તથા દાંતના અગ્ર ભાગથી પર્વત શિખરોને તોડવાને સમર્થ ને પોતાના મદરૂપી દાન આપવાથી ભ્રમર રૂપી યાચકો અતિશય હર્ષ પામી જેનું યશગાન કરે છે એવા આઠ ગજેન્દ્ર આપ્યા. એક વખત એ વહી (આપેલા દાન લખવાનો ચોપડો) સાંભળી તેને પોતાના અંતરમાં સર્વોપરિ દાની હું છું એમ અહંકાર ઉત્પન્ન થયો ને તે બોલ્યો - જે કામ બીજાથી થઈ શકતું નથી તેવું કામ મેં કર્યું છે તથા જેવું દાન બીજા રાજાથી આપી શકાતું નથી તેવું દાન હું સહજતયા આપું છું તથા જે કામ બીજાને અસાધ્ય છે તે કામ હું ચપટીમાં કરું છું તેથી હવે મારા ચિત્તમાં અપૂર્ણપણે માની ખેદ કરવા યોગ્ય કોઈ વસ્તુ નથી. સર્વ ગુણથી, સર્વ કળાથી સંપૂર્ણ હું જ છું.” એમ પોતાનાં વખાણ કરતા રાજાને જોઈ એક જુના પ્રધાને એનો ગર્વ ભાંગવાને વિક્રમ રાજાની ધર્મવહિકા લાવી બતાવી. તેમાં પ્રથમ લખેલું એક કાવ્ય વાંચી જોયું. આઠ કરોડ સોનૈયા તથા મોતીની તુલાઓ ૯૩ અને મદના સુગંધથી વારંવાર પૃપાપાત કરતા ભ્રમરથી ક્રોધાયમાન થયેલા ૫૦ પચાસ હાથી તથા દશ હજાર ઘોડા તથા કામ પ્રપંચોમાં ચતુર એવી સો વારાંગના એટલો દંડ પાંડુ દેશના રાજાએ વિક્રમ રાજા પાસે આણેલો. તે સર્વ (૧) ત્રાજવામાં પુરુષને બેસારી તેના બરોબર જોખીને આપવું તે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૭૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy