SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ** મુંજરાજાનો પ્રબન્ધ 102 મુંજરાજાનો પ્રબન્ધ પૂર્વે માળવામાં પરમાર વંશનો સિંહદન્ત (સિંહભર્ શ્રીહર્ષ) નામે રાજા હતો. એ રાજા વૃદ્ધાવસ્થાને પામ્યો તો પણ એને એક પણ પુત્ર ન થવાથી એનું રાજ્ય લેવાને એના પિત્રાઇઓ થનગની રહ્યા હતા પણ બનતા સુધી પોતાનું રાજ્ય તેમના હાથમાં નહિ જવા દેવાના વિચારથી એ વિશેની કાંઇ પણ ગોઠવણ કરવા માટે પોતાના વિશ્વાસુ પ્રધાનો સાથે મસલત કરી, આખરે એવો વિચાર કર્યો કે હાલ નગરમાં એવી વાતની ચર્ચા ચલાવવી કે રાણીને ગર્ભ રહ્યો છે. પછી એટલામાં જો કોઇનું તરતનું જન્મેલું ભાગ્યશાળી બાળક મળી આવશે તો તો ઠીક જ છે નહિ તો પછી પડશે તેવા દેવાશે. આ પ્રકારનો ઠરાવ અમલમાં લાવી તે વિશે રાણીને વાકેફ કરી નગ૨માં વાત ચર્ચાવી. દૈવ યોગે બનાવ એવો બન્યો કે સિંહદન્ત રાજા એક સમયે રાજ્યપાટિકામાં ફરતો ફરતો કોઇ વનમાં જઇ ચડ્યો તો ત્યાં ઉગેલા શ૨વણ મધ્યે મુંજના ભોથામાં તરતનું જન્મેલું ખુબસુરત બાળક કોઇ મૂકી ગયેલું તેના જોવામાં આવવાથી, પોતાને પુત્ર પ્રાપ્તિની ઘણી અપેક્ષા હતી માટે અતિપ્રેમથી તેને ઉંચકી લીધો. આજુબાજુ જોયું પણ કોઇ તેનું વાલી વારસ નજરે ન પડવાથી, ઇશ્વરે આજે પુત્રની મને બક્ષીસ કરી એમ પોતાના મનમાં માની લઇ, તે પુત્ર રાણીને સ્વાધીન કર્યો તે વખતે વધામણીમાં નોબત પ્રમુખ વાજિંત્રોનો ગડગડાટ આખા નગરમાં કરાવી મૂક્યો જેથી સઘળા લોકોને ખબર પડી કે રાણીને પુત્રનો પ્રસવ થયો ને તેથી ઘે૨ ઘે૨ ૨ાજપુત્રના જન્મોત્સવનો મોટો સમારંભ થયો અને પિતાએ એનું સાર્થક નામ મુંજ' પાડ્યું. આ સપગલાના પુત્રથી રાજાને બીજો સિંધલ (સિંધુલ) નામનો પુત્ર પ્રાપ્ત થયો, પણ તે બહાદુરીમાં કાંઇ મુંજથી ચઢે એવો ન હતો. મુંજ સિંધુલ કરતાં સકળ ગુણ રૂપમાં સમ્પન્ન હોવાથી રાજાનું મન પોતાની વૃદ્ધાવસ્થાએ મુંજને રાજ્યાભિષેક ક૨વા તરફ લોભાયું, તેથી રાજાએ એક દિવસ અવસર જોઇ મુંજના શયનગૃહમાં પ્રવેશ કર્યો, તે વખતે મુંજે પોતાની અર્ધાંગનાને પડદામાં રાખી અતિ માનપૂર્વક રાજાનું સન્માન કર્યું. પછી મુંજ સાથે વાત પરથી વાત ચલાવતાં ચલાવતાં, આજુબાજુ કોઇ ત્રાહિત માણસની (૧) મુંજના ભોથામાંથી મળેલો માટે. Ho A J * * ** ૫૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy