SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પમાડી પાછું હટાવ્યું હતું. એ દ્રષથી લાગ જોઇ, એક વખતે એ લાખાને કપિલકોટી નામના કિલ્લામાં આવી ચડેલો જોઈ મૂળરાજે તેના ઉપર એકાએક હુમલો કરી તેને ઘેરી લીધો. લાખો શત્રુના હાથમાં એવા વખતમાં સપડાયો કે આ વખતે તેનો મહેચ નામનો શૂરવીર મહાન યોદ્ધો, જેને એણે બીજા મુલક ઉપર લશ્કર આપી જીતવા મોકલ્યો હતો તે પણ પાછો આવ્યો ન હતો. માહેચ લાખાનો જમણો હાથ હોવાથી તેનું સ્મરણ કરવા લાગ્યો કે જો આ વખતે મહેચ હોય તો મૂળરાજના સૈન્યની જોત જોતામાં ચટણી કરી નાંખે. આ વાત મૂળરાજના જાણવામાં આવવાથી તેણે એ માહેશને આવવાના સઘળા માગો પોતાના લશ્કરથી બંધ કર્યા. એ અરસામાં માહેચ પોતાનું કાર્ય સિદ્ધ કરી શીઘ્ર ચાલ્યો આવતો હતો, પણ માર્ગમાં મૂળરાજના માણસોએ તેને અટકાવી કહ્યું કે જો તમારે તમારા રાજાને મળવાની ઘણી જરૂર હોય, તો તમારે શસ્ત્રો આ સ્થળે મૂકી નિઃશસ્ત્ર જાઓ. પોતાનો રાજા સંકટમાં સપડાયેલો જાણી, ગમે તેમ પણ તેને મળી, તેનું હિત કરવાના હેતુથી આ મહા બુદ્ધિમાન માટે આ વખતે તેના વચન રૂપ ઝેરનો પ્યાલો પી જઇ, પોતાનાં શસ્ત્ર ત્યાં જ મૂકી, ખાલી હાથે હલાવતો પોતાના રાજા પાસે આવ્યો. બન્ને રાજાનું દ્વન્દ્ર યુદ્ધ ચાલી રહેલું જોઈ પ્રથમ તેણે પોતાના રાજાને નમસ્કાર કર્યો. પછી તેને શૌર્ય ચઢાવનારા નીચે પ્રમાણે વાક્યો કહ્યાં. શત્રુરૂપી અંધકારને પ્રગટ થયેલાં સૂર્યના પ્રકાશની જેમ જો નહિ હટાવી દો તો હે રાજનું ! લાખા નામને નિકૃષ્ટપણાનો મોટો બટ્ટો લાગે; માટે શત્રુને તો માર્યોથી જ છૂટકો છે. પોતાના પુરમાં જીત પામીને પધારવાને હવે આઠ કે દસ દિવસ જ બાકી રહ્યા છે.' ઇત્યાદિ શૌર્ય ગર્ભિત વાક્યો કહી યા હોમ કરી શત્રુ ઉપર તુટી પડવા ઘણો ઉશ્કેર્યો. તેથી તેણે ત્રણ દિવસ સુધી તો મૂળરાજ સાથે ભારે દ્વયુદ્ધ મચાવ્યું, પણ ચોથે દિવસે “હવે મારાથી મૂળરાજ જીતાશે નહિ” એવા વિચારમાં પોતે પડ્યો. કારણ કે મૂળરાજ સોમેશ્વર મહાદેવનો કટ્ટર ઉપાસક હોવાથી તેના શરીરમાં શંકરનો પ્રવેશ થયો હતો. આ કારણથી આખરે મૂળરાજે લાખાને મારી નાખ્યો. આટલાથી સંતોષ નહિ પામતા મૃત્યુ પામી રણસંગ્રામ ભૂમિ ઉપર પડેલા લાખાની ડાઢી મૂછ પવનથી હાલતી જોઇ, તેને દબાવવા માટે અપમાનપૂર્વક પોતાના પગથી સ્પર્શ કર્યો. આવું તેનું અધમ કાર્ય જોઈ, કિલ્લામાં રહીને આ ઘટનાને નિહાળતી લાખાની જનેતાએ મૂળરાજને શ્રાપ દીધો કે તું અને તારો વંશ લૂતી રોગથી નાશ પામો. આ પ્રમાણે મૂળરાજે ૫૫ વર્ષ સુધી નિષ્કટક રાજ્ય કર્યું. એક દિવસ સંધ્યાકાળની આરતીનો વિધિ સમાપ્ત થયા પછી રાજાએ પ્રસાદીરૂપ પોતાના મુખવાસનું તાંબુલ એક વંઠ નામના પોતાના સેવકને આપ્યું. તે તેણે બે હાથે સન્માન પૂર્વક ગ્રહણ કરી જોયું તો તેમાં ઝીણા ઝીણા કૃમિ પડેલા તેની દૃષ્ટિએ પડ્યા. આ વાત તેણે રાજાને નિવેદન કરી તે સાંભળતાં જ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે સંન્યસ્ત દિક્ષા ગ્રહણ કરી. પછી પ્રથમ તેણે પોતાના જમણા પગના અંગુઠામાં અગ્નિપ્રદીપ્ત કરી (હસ્તિ) વગેરેના મોટા મોટા દાન આઠ દિવસ પર્યત આપ્યાં. (૧) અધમ, નીચ. વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૭
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy