SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હવે વધુ ચંદ્રલેખાની ગરજ રહી નહિ. કોટીવેધી રસના તૈયાર થયેલા બે કુંભાઓ, પેલા બે રાજપુત્રોથી છુપા રાખવાના હેતુથી રાત્રિના સમયે, કોઇ ગુહ્ય સ્થળને વિષે દાટવા પોતે ચાલ્યા. પેલા બે રાજપુત્રોને નાગાર્જુનની રાંધનારીથી નાગાર્જુનને મારી નાંખવાની યુક્તિ માલૂમ પડવાથી તે પ્રમાણે સજ્જ થઇ રહેલા બન્ને રાજપુત્રો, ગુપ્ત રીતે નાગાર્જુનની પુંઠે પુંઠે ચાલ્યા. જેવા નાગાર્જુન રસ કુંભા સંતાડી પાછા ફર્યા કે તરતજ પેલા બે રાજપુત્રોએ અંધારી રાત્રિનો લાભ લઇ, પુંઠેથી નાગાર્જુનને દર્ભની ઝુડિથી ઝુડવા માંડ્યા. એટલે એ તો સિદ્ધ કરેલા કોટીવેધી રસનો ઉપભોગ નહિ કરતા આખરે મૃત્યુ પામી ગયા. નાગાર્જુનગુરુને ગુરુદક્ષિણામાં સ્વર્ગવાસ આપી બન્ને રાજપુત્રો, પેલી સંતાડેલી કોટીવેધી રસની કુંભીઓ કાઢી લઇ સ્વદેશ તરફ ચાલતા થયા. પણ તેમનાથી કમનસીબે જઇ શકાયું નહિ. બનાવ એવો બન્યો કે કોટીવેધી ૨સનો ઉપભોગ કરવાને એ બન્ને રાજપુત્રો પણ પાત્ર નથી એમ તેના અધિષ્ઠાયક દેવતાએ જાણી, બન્ને રાજપુત્રોના જીવ દેહથી વિખુટા કરી સિદ્ધ કરેલા રસના કુંભા લઇ ચાલતા થયા. આ કોટીવેધી રસ ઉત્પન્ન થવામાં પરિણામ એ નીપજ્યું કે નાગાર્જુન પાદલિપ્તાચાર્યની પ્રથમ ધારણા પ્રમાણે, કાંઇ ફાયદો ન કાઢતાં, મૃત્યુ પામ્યા અને પિતાનું શિક્ષણ ન માનતાં, બન્ને રાજપુત્રો કિમીયાના છંદમાં પડવાથી, રાજ્ય ન ભોગવતાં મૃત્યુ પામી ગયા. જે જગ્યાએ નાગાર્જુને કોટીવેધી રસ સિદ્ધ કરવાને પારાનું સ્થંભન કર્યું, તે જગ્યા આજે સ્થંભનપુર(ખંભાત)ના નામથી ઓળખાય છે. એ ખંભાતમાં પૂર્વે કહેલી પ્રભાવિક શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્થાપન નવાંગિવૃત્તિ કરનાર શ્રી અભયદેવસૂરીએ કર્યું છે તે પ્રતિમા આજે સ્થંભનપાર્શ્વનાથના નામથી ઓળખાય છે અને તેનો ઇતિહાસ ડૉકટર પી. પીટર્સન સાહેબના સને ૧૮૮૫-૮૬ ના રિપોર્ટને ૨૪૬ માં પેજ પર બતલાવેલો છે. એક સમયે વિદ્વાન પણ ગરીબ, ભિક્ષા માગી ગુજરાન ચલાવનાર એવા એક બ્રાહ્મણને, મૃત્યુના બીછાનામાં પડેલો જોઇ, અસાધ્ય રોગમાંથી મુક્ત થશે નહિ એવી મનમાં ખાત્રી થવાથી, તેની અર્ધાંગના બોલી હે સ્વામીનાથ ! આ ક્ષણભંગુર દુનિયાની મોહજાળમાંથી મનોવૃત્તિ ખેંચી લઇ, પ્રભુભક્તિના માર્ગે તેને જવા ઘો. પોતાના સ્વામીને વધારે ગભરાટ થતો જોઇ, મહા રૂદન કરતી તેના મોઢા ઉપર મોઢું રાખીને બોલી હે પ્રાણનાથ ! અજાણપણાથી કાંઇ પણ મારાથી અપરાધ થયો હોય તો તેને માટે આપની હું ક્ષમા માંગું છું. પોતાના મનોભિલાષ દૂર કરવા માટે સ્વામી પ્રત્યે બોલતાં આ સ્ત્રીની જીભ અચકાય છે પણ કરે શું ? બોલ્યા વિના બોર વેચાતાં નથી તેથી આખરે એ સુપાત્ર સ્ત્રી રખેને તેના પૂછવાથી સ્વામીના મનમાં માઠું આવશે એવા વિચારની મન પર અસર થવાથી ફીક્કા ચેહેરે ગદગદિત કંઠે બોલી તમો આપણી સ્થિતિથી અજાણ નથી એમ છતાં પણ મારા નિર્વાહાર્થે જે કાંઇ કહેવું હોય તે હે પ્રાણાધાર ! આ વખતે કહો તો વધારે સારું. પેલા વિદ્વાન બ્રાહ્મણે જવાબ દીધો કે હે પ્રિયે ! તને રોકડ આપવા જેવું મારી પાસે કાંઇ દ્રવ્ય નથી પરંતુ લે આ ચાર શ્લોક તને આપી જાઉં છું, તે પ્રત્યેકની કિંમત જે કોઇ એક કરોડ રૂપિયા પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૪૨
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy