SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જઈ ચંદ્રલેખાને અદ્ધર ઉંચકી લઈ આકાશ માર્ગે શેઢી નદીને કાંઠે આવી પહોંચ્યો. ચંદ્રલેખા, પોતાને જંગલમાં આવી પડેલી જોઈ, મૂચ્છગત થઈ પડી. પછી શુદ્ધિમાં આવી આજુબાજુ જોયું તો કોઈ દષ્ટિએ પડ્યું નહીં તેથી તે કોમલાંગી, અતિ ગભરાટમાં પડી. અચાનક સ્થાનભ્રષ્ટ થયેલી તથા જંગલનો બિહામણો દેખાવ જોઈ, તેમજ ક્રૂર પશુઓના પોકાર તથા સર્પના સુસવાટા સુણવાથી, પદ્મિની તો હિબકે ચડી ગઈ. બોલવા જાય તો કંઠ બંધ થઈ ગયેલો, જોવા જાય તો આંખે આંધળી, ને સુણવા જાય તો કાને વ્હેરી એવી અવસ્થામાં સપડાયેલી, નિષ્કપટી, ચંદ્રલેખાને પાછી મૂર્છાગત થતી હાલતમાં જોઈ નાગાર્જુન પ્રત્યક્ષ થઈ બોલવા લાગ્યા કે હે ! ભગિની તુલ્ય ચંદ્રલેખા તું ગભરાઇશ મા. આ મહાતેજસ્વી શ્રી પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમા સમક્ષ કહું છું કે વાસના તેમજ અન્ય પ્રકારના બીજા દુષ્ટ વિચારોથી મેં તારું હરણ કર્યું નથી પણ માત્ર પદ્મિની સ્ત્રીના હાથે પારાનું મર્દન થયા વિના ધારેલી ક્રિયા સિદ્ધ થઈ શકતી નથી, તે કરાવવાના હેતુથી, હે ભગિની તુલ્ય ચંદ્રલેખા આ સ્થળને વિષે તને આણી છે. માટે સત્વર, આ મહાપ્રતાપી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજય પ્રતિમા સમક્ષ, મનમાં ઊછળતા વિચારો બંધ કરી, સ્વસ્થ મને આ ઔષધિનું મર્દન કર, ખાત્રીથી માન કે એ કામ કર્યા વિના તારો છૂટકો થનાર નથી. માટે મિથ્યા વાદમાં કાળ ગમન નહિ કરતાં ઝટ કામે વળગી જા. પ્રાત:કાળ થતાં પહેલાં હું તને તારા મહેલમાં પહોંચાડીશ માટે એ તરફની જરા પણ ચિંતા રાખીશ નહિ. પણ આટલું તો ખુબ યાદ રાખજે કે જો આ વાત તું કોઈને પણ કહીશ તો તું, તારા પતિ તથા પુત્રાદિ સહિત કુટુંબનો કાળ રૂપ થઇશ અને તમારું વિસ્તરેલું રાજય પાયમાલ થઈ જશે અને તેનો દોષ તારા શિર ઉપર આવી પડશે. આવાં ભય ભરેલાં વચન સાંભળી નિરાધાર પદ્મિની, જેની મુખાકૃતિ આકાશ ગંગામાં રહેલો ઇન્દુ, પોપટની ચાંચ તુલ્ય જેની નાસિકા, નાગની ફેણ સરખા જેના કેશ, અરે ! જેના કોમળ હાથ તો જાણે કમળપત્રને ભૂલાવતાં હોય એવી અનુપમ આકૃતિવાળી પતિવ્રતપણાના સકળ ગુણ સંપન્ન ચંદ્રલેખા અરે ! જેણે પાણીની કળશી સરખી સ્વહસ્તે કદી ખસેડેલી નહિ, સુખાલય છોડી જંગલનો દેખાવ જેણે કદી જોયેલો નહિ, મધુર ગાયન સિવાય સિંહ, વ્યાધ્રાદિક પશુઓના ત્રાસજનક પોકાર જેણે કદી સાંભળેલા નહિ તથા પરમપ્રિય પતિ સખ્યાદિ સ્નેહીમંડળથી કદી વિખૂટી રહેલી નહી એવી ચંદ્રલેખા, આવા દુઃસહ સંકટમાં સપડાયાથી, ઝાડીથી ગીચ્ચ એવા ઘોર વનને વિષે, તાડપત્રની ઝુંપડીમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમક્ષ, મનમાં ને મનમાં મૂંઝાતી તથા રૂદન કરતી ખલ મર્દન કરવા બેઠી. આવી કમળનયની કોમલાંગીને માટે આ દુઃખ શું થોડુ છે? રોજે આ પ્રમાણેનું દુઃખ એનાથી કેમ સહન થઈ શકે ! પણ કરે શું. આવાં દુઃસહ સંકટમાં આવી પડેલી ચંદ્રલેખા મનમાં ને મનમાં દુભાવાથી દિનપ્રતિ દિન કૃશ થતી ગઈ. શાલિવાહને પ્રિયા ચંદ્રલેખાને શરીરે દુર્બળ થતી જોઈ ઔષધાદિ ઘણા ઇલાજ કર્યા પણ કાંઈ અસર લાગતી નથી. તેમ ચંદ્રલેખાથી ધાસ્તિને કારણે ગુપ્ત વાત પ્રગટ પણ થઈ શકતી નથી. (૧) નિત્ય રાત્રિએ. શાલિવહન રાજાનો પ્રબંધ ૩૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy