SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ હવા ખાતા ખાડામાં પડી રહ્યા. નાગાર્જુન વખતસર ઉપાશ્રયમાં ન જવાથી પાદલિપ્તાચાર્યના અન્ય શિષ્યો તેની શોધ કરવાને જંગલમાં નીકળી પડ્યા. એક ગોવાળની સ્ત્રીના કહેવા ઉપરથી તેઓ તે ખાડા પાસે ગયા તો નાગાર્જુન નજરે પડ્યા. જેમ તેમ કરી મહા પ્રયત્ન નાગાર્જુનને ખાડાની વ્હાર ખેંચી કાઢ્યા ને ડોળીમાં નાંખી પાદલિપ્તાચાર્યની સમીપ લાવ્યા. કમકમાટી ભરેલી સ્થિતિમાં પડેલા નાગાર્જુનને જોઈ પાદલિપ્તાચાર્યે પૂછ્યું કે હે નાગાર્જુન ! આ દશાને કેમ પ્રાપ્ત થયા? નાગાર્જુને ડરતાં ડરતાં જવાબ દીધો કે હે મહારાજ, મારા જેવા અલ્પમતિ શિષ્ય ઉપર કોપાયમાન ન થતાં મારો મનોરથ પૂર્ણ કરશો એવી આશા રાખું છું. પાદલિપ્તાચાર્યે કહ્યું કે તું તે વિષે બેધડક રહે. નાગાર્જુન પાદલિપ્તાચાર્યનું સંક્ષેપમાં પણ દિલાસો આપતું વચન સાંભળીને પાદલિપ્તાચાર્ય પ્રત્યે બોલ્યા. હે મહારાજ ! આકાશ માર્ગે આપની પક્ષી તુલ્ય ઉડાન શક્તિ જોઈ તે યુક્તિ ગ્રહણ કરવા તરફ મારું મન લોભાયું. પછી એક સમયે આપનું તીર્થ રૂપ ચરણોદક માર્ગમાં નહીં પઠવતાં તેનું આચમન કરી જોયું તે વડે તથા તેના વાસ વડે, મહા કષ્ટ તેમાં સમાયેલી ઔષધિઓ મેળવી તેનો લેપ પગે ચોપડીને ઉડવા માંડ્યું. તેમાંથી આ દશાને પ્રાપ્ત થયો છું. નાગાર્જુનનું બુદ્ધિબળ જોઈ પાદલિપ્તાચાર્ય સનદાશ્ચર્ય પામ્યા. અને સ્વગત વિચાર્યું કે મારા અન્ય શિષ્યોમાંનો કોઈ પણ આની બુદ્ધિની બરોબરી કરી શકે એમ નથી. માટે આ જ શિષ્ય આકાશ ગમન વિદ્યાના જ્ઞાનનું પાત્ર છે. એમ ધારી પોતે નાગાર્જુન પ્રત્યે કહેવા લાગ્યા કે હે નાગાર્જુન તારી બુદ્ધિની તીક્ષ્ણતા જોઈ હું પ્રસન્ન થયો છું. તારી મેળવેલી સર્વે ઔષધિઓ ખરી છે પણ કચાશ માત્ર એ જ છે કે એ ઔષધિઓની કેળવણી સાઠી ચોખાના ધોવણમાં થવી જોઇતી હતી. કારણ કે સાઠી ચોખાના ધોવણમાં વાટી લેપ કરવાથી માણસ નિર્વિઘ્ન આકાશ ગમન કરી શકે છે. આ સાંભળી નાગાર્જુને પાદલિપ્તાચાર્યજીને વંદન કરીને કહ્યું કે હે મહારાજ આપે મને આકાશગમન વિદ્યા શિખવી તેને માટે મોટો આભાર માનું છું. વળી નાગાર્જુને દિવસાંતરે ગુરુ મુખથી એવું સાંભળ્યું કે રસસિધ્ધિ વિદ્યા જ્યાં સુધી સિદ્ધ થઈ નથી ત્યાં સુધી મનુષ્યની મન માનતું દાન કરવાની ઇચ્છા સંપૂર્ણ થતી નથી. આ સાંભળી નાગાર્જુને રસસિદ્ધિ વિદ્યાની તલપમાં લપટાવવાથી તે શીખવાને માટે પ્રયત્ન શરૂ કર્યો. નાગાર્જુન એ વિદ્યાથી બિલકુલ બિન વાકેફ હતા એમ નહોતું. પોતે પણ શાસ્ત્રાનુસારે પારાને જે જે સંસ્કાર કરવા ઘટે તે સર્વેમાં પ્રથમથી જ કાબેલ હતા પણ તેમાં પોતાની કચાશ મટાડવા માટે ગુરુને વારંવાર એ વિષે પૂછતા હતા. ગુરુનું મન રંજન કરી પોતાનો મતલબ પાર પાડવાના હેતુથી નાગાર્જુન અહોનિશ ગુરુની સેવા ભક્તિમાં સારી પેઠે સાવધ રહેતા હતા. એક દિવસ ગુરુને પ્રસન્ન થયેલા જાણી નાગાર્જુને આગ્રહપૂર્વક પુછ્યું કે હે મહારાજ કોટીવેધી રસસિધ્ધિ થવાનો ઉપાય કૃપા કરી મને કહેવો જોઇએ. શિષ્યનો અભિલાષ જો ઈ ગુરુએ વિચાર કર્યો જે આવી મોટી વિદ્યાનું એ પાત્ર નથી. ગુરુ મહારાજ જાણતા હતા કે એ વિદ્યા શીખવવામાં એનો પરિણામ સારો નહિ રહે. એમ છતાં પણ ભાવિભાવ બળવાન હશે તેથી નાગાર્જુનની દઢ ભક્તિ તથા આગ્રહ જોઇ ગુરુજી બોલ્યા કે હે નાગાર્જુન મારી મરજી વિરુદ્ધ શાલિવહન રાજાનો પ્રબંધ ૩૫
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy