SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ સિદ્ધસેનદિવાકર મહારાજ ગુરુને કહેવા લાગ્યા કે તીર્થંકરે અર્ધ માગધી ભાષામાં અર્થથી કહેલાં અને ગણધર મહારાજે ગુંથેલાં સકળ સિદ્ધાન્તોને હું સંસ્કૃત ભાષામાં કરું. શિષ્યનું વચન સાંભળી, આશ્ચર્યથી ગુરુ બોલ્યા. અહો ! તીર્થંકર મહારાજની તેં મોટી આશાતના કરી. માટે તારે તેની આલોચના (પ્રાયશ્ચિત) કરવું પડશે. શિષ્ય બોલ્યા : જેમ ગુરુ મહારાજની આજ્ઞા હોય તેમ કરું. ગુરુએ કહ્યું : પારાંચિત (બાર વર્ષ તપ સહિત સંયમયાત્રા) વૃત્ત તથા એક મોટા રાજાને બોધ કર. એ વચન અંગીકાર કરી બાર વર્ષને અંતે તે માળવા દેશમાં ઉજ્જયિની નગરીમાં વિક્રમને પ્રતિબોધ કરવા પધાર્યા. ક્ષિપ્રાના તટ ઉપર કાલાગ્નિ રૂદ્ર અથવા મહાકાળેશ્વર મહાદેવના આલયમાં આવી, શિવના સન્મુખ લાંબા પગ ઘાલી, સોડ તાણી સુતા. શિવમંદિરના સેવકોએ મારવા માંડ્યા. તેમની પાસે કોઇ એવી ચમત્કૃતિ હતી કે જે માર સેવકો એમને મારે, તેની પીડા પોતાને કિંચિત્ થાય નહીં, પણ દરબારમાં રાજાની રાણીઓના બરડામાં તે પ્રહાર વાગે. તેથી અંતઃપુરમાં કોલાહલ થયો. આ ચમત્કાર જોઇ વિક્રમ રાજા ગભરાટમાં પડ્યો. તપાસ કરતાં માલુમ પડ્યું કે મહાકાલેશ્વરના મંદિરમાં કોઇ પુરુષ લાંબા પગ ઘાલીને સૂતો છે તેના પ્રભાવનું આ ફળ છે. પ્રધાનો સહિત રાજા શિવાલય પ્રત્યે આવ્યો. સિદ્ધસેનદિવાકરને લાંબા પગ ઘાલી સુતેલા જોઇ રાજા નમસ્કાર કરી બોલ્યો. મહારાજ, શંકરને નમસ્કાર કરી સ્તુતિ કરવી જોઇએ તેને બદલે આપ આમ ઉલટું કેમ કરો છો ? દિવાકર મહારાજ કહેવા લાગ્યા, રાજન્, જો હું શિવને નમસ્કાર કરીશ તો તે તત્કાળ ફાટશે. એવું વચન સાંભળી ચમત્કાર જોવાને આતુર વિક્રમે નમસ્કાર કરવાનો અત્યાગ્રહ કર્યો. રાજાના આગ્રહથી ઉભા થઇ હાથ જોડી સિદ્ધસેનદિવાકર મહારાજા દ્વાત્રિંશિકાના પ્રથમ કાવ્ય વડે શંકરની સ્તુતિ કરવા લાગ્યા. એક શ્લોક બોલતા જ તુર્ત શંકરનું લિંગ ફાટી પ્રથમ તેમાંથી ધુમાડો ઉત્પન્ન થયો. પછી અગ્નિની જ્વાળા નીકળી અને છેવટે ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા પ્રગટ થઇ. આ ચમત્કાર જોઇ વિક્રમ ઘણું આશ્ચર્ય પામી તેના ૫૨ પ્રસન્ન થયો. રાજાએ જાણ્યું કે આ સમયમાં જૈનમાર્ગમાં કાંઇક વિશેષ દૈવત છે તેથી તેને તેમાં શ્રદ્ધા જાગી. જેથી આચાર્ય મહારાજે તેને જૈન ધર્મનો ઉપદેશ કર્યો. જે તેણે શ્રદ્ધાથી સ્વીકાર્યો. આ વખતે નગરના શ્રાવકોનો સમૂહ ભરાયેલો હતો, તેમણે મોટા સત્કારથી સિદ્ધસેનદિવાકરને નગરમાં લઇ જઇ ઉપાશ્રયે ઉતાર્યા. રાજા પોતાના મહેલ તરફ ગયો. બીજે દિવસે સવારમાં હંમેશના નિયમ પ્રમાણે રાજા રાજપાટીએ નીકળ્યો હતો. તે ફરીને દ૨વાજામાં આવ્યો. તે વખત ઘણા શ્રાવકોથી વિંટળાયેલા સિદ્ધસેન જૈનધર્મના દેવાલય પ્રત્યે જતા હતા. ભાટ ચારણો ‘જય સર્વજ્ઞપુત્ર’ ‘જય સર્વજ્ઞપુત્ર’ એ પ્રકારે તેમની સ્તુતિ કરતા હતા. તે સર્વજ્ઞપુત્ર એવું વચન સાંભળી કોપ કરી, તે સર્વજ્ઞ છે કે આ લોક મિથ્યા કહે છે એમ વિચારી રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યો. સિદ્ધસેનદિવાકરસૂરીએ પોતાની પૂર્વગત વિદ્યાના (૧) અવિનય. (૨) તે કાવ્ય ૨૨ પૃ.હિ.જુ. : પરિશિષ્ટપર્વ તથા પ્રભાવક ચરિત્રના મતે તો પાર્શ્વનાથની મૂર્તિ નીકળી એમ જણાવ્યું છે પણ આ વાર્તા તીર્થકલ્પના મતે લખેલી છે. (૩) નગરની બહાર ફરવા જવું. ૨૦ 800 પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy