SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો કે એને વિદ્યા આપવાથી તને પશ્ચાત્તાપ થશે. એમ કહીને રાજાના આગ્રહ થકી તે બ્રાહ્મણને ગુરુએ (પ૨કાય પ્રવેશ) વિદ્યા આપી. પછી તે બન્ને ગુરુથી વિદ્યા મેળવી, ઉજ્જિયનીમાં આવીને વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાનો પાટવી હાથી મરી ગયેલો તેના દુઃખથી ખેદ પામતો રાજ લોક તેને જોઇને, પરપુર પ્રવેશ વિદ્યાનો અનુભવ કરવા માટે રાજાએ પોતાના તે હસ્તીના શરીરમાં પ્રવેશ કર્યો. વિક્રમ આગળથી જાણતો હતો કે, મારું શરીર સુનું પડવાથી આ બ્રાહ્મણ મારા શરીરમાં પ્રવેશ કરી, મારુ રાજ્ય લઇ લેશે, તો પણ પોતે પરદુઃખ ભંજન છે માટે દેહની દરકાર ન કરતાં તે સાહસ કર્મ કર્યું. વિક્રમના ધા૨વા પ્રમાણે બ્રાહ્મણે રાજાના મૃત શરીરમાં પ્રવેશ કરી, રાજ્ય ધમધોકાર ચલાવ્યું. વિક્રમની રાણીનો ઉપભોગ બ્રાહ્મણ કરવા લાગ્યો. જેથી બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ બંધાઇ. એક દિવસ રાણીને ઘણો વ્હાલો એવો પોપટ અકસ્માત મરણ પામ્યો. વિક્રમે વિચાર્યું કે રાણીનું શરીર બ્રાહ્મણને ઉપભોગ્ય થયું તેથી સ્પર્શ પામવાનો વારો મારે તો રહ્યો નહીં. લાગ ઠીક છે, લાવ હું પોપટના શરીરમાં પ્રવેશું તો રાણીના સુકોમળ હસ્તનો સ્પર્શ તો મને થશે. એમ ધારી મરેલા પોપટના શરીરમાં રાજાએ પ્રવેશ કર્યો. મરેલો પોપટ ઓચિંતો જીવ્યો તેથી રાણીની પ્રીતિ જે પ્રથમ પોપટ પર હતી, તેના કરતાં વિશેષ બંધાઇ. બ્રાહ્મણ રાણીમાં ઘણો લુબ્ધ થયો હતો માટે તેને રાજી કરવાના ઉપાય તે સત્વર કરતો. તેણે જાણ્યું કે મારા કરતાં પણ રાણીને પોપટ પર વિશેષ વ્હાલ છે, માટે લાગ આવે તો હું જ પોપટ થાઉં. આ વાત પોપટના શરીરમાં રહેલા વિક્રમે ચિકિત્સાથી જાણી, વિક્રમ પોપટના શરીરમાંથી નીકળવાનો મોકો જોતો હતો તેવામાં મહેલમાં એક મરેલી ગરોળીનું ખોખુ જોયું. વિક્રમ ઝટ પોપટમાંથી નીકળી ગરોળીના શરીરમાં ગયો કે બ્રાહ્મણ રાજાના શરીરમાંથી નીકળીને તુરંત પોપટમાં પેશી ગયો. રાજા ગરોળીનું શરીર છોડી દઇ સત્વર પોતાના શરી૨માં પેઠો. કમનસીબ બ્રાહ્મણ કપટ કરવાથી રાજ્ય અને રાણી મેળવતાં પોતાનું શરીર ખોઇ, પોપટ થઇ પાંજરે પડ્યો. રાણીએ રાજા થકી સઘળો વૃત્તાંત જાણી તે પોપટનો ઘણો અનાદર કર્યો. એ પ્રકારે પરકાય પ્રવેશ વિદ્યાની સિદ્ધિ થઇ. विक्रम अने सिद्धसेन दिवाकर સિદ્ધસેન દિવાકર અને વિક્રમ, એ બન્નેના વૃત્તાન્ત વિષે દરેક ગ્રન્થોના અભિપ્રાય ભિન્ન ભિન્ન છે પરન્તુ ઘણી પ્રતો અને ટિપ્પણ મેળવી તેમાંથી અમને જે અન્યોન્ય એક સંબંધવાળું લખાણ ભાસ્યું, તેના આધારે અમે આ અંગેનું યોગ્ય વિવેચન કરીએ છીએ. કેટલીક જગ્યાએ મૂળ કરતાં વિશેષ વ્યાખ્યાન વાંચનારાઓને લંબાયેલું લાગશે, તેનું કારણ, જિનપ્રભસૂરિનો કરેલો તીર્થકલ્પ નામનો ગ્રન્થ તથા રાજશેખરસૂરિ મ.નો કરેલો પ્રબન્ધકોષ તથા પ્રભાવકચરિત્ર, હેમચન્દ્રાચાર્યનું કરેલું પરિશિષ્ટપર્વ, હરિભદ્રસૂરિની કરેલી આવશ્યક બૃહવૃત્તિ વગેરે ગ્રન્થોના સંદર્ભ મેળવી, આ ભાષાન્તર કરવામાં આવ્યું છે તે છે. ¥4 ૧૨ » ! પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy