SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. એ ચિહ્નથી ગોવાળીયાએ દેખાડેલી પૃથ્વીમાં જઇ, શ્રી અભયદેવસૂરીએ જયતિહુણનામે બત્રીશ ગાથાનું સ્તોત્ર કરી શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી તે સ્તોત્રમાંની બે ગાથા ગુપ્ત કરી. તે પ્રતિમાનું સ્થાપન ખંભાતમાં કર્યું. જેને હમણા સ્થંભન પાર્શ્વનાથ કહે છે. તેના સંક્ષેપ વૃત્તાંતનું એક કાવ્ય છે તેનો અર્થ નીચે પ્રમાણે. જે પ્રતિમાની ઇંદ્ર, વાસુદેવે તથા વરૂણદેવે પોતપોતાના નિવાસમાં રાખી પૂજા કરેલી છે તથા કાંતિપુરમાં ધનેશ્વરશેઠે તથા નાગાર્જુન જોગીએ જેની સેવા કરી છે એવી રીતે માર્ગમાં આવતાં જેને ચાર હજાર વર્ષ થઇ ગયાં છે એવા સ્થંભન શ્રીપાર્શ્વનાથ તમારી રક્ષા કરો. આ પ્રકારે નાગાર્જુન તથા સ્થંભન તીર્થનો પ્રબન્ધ પૂરો થયો. અવંતીપુરમાં કોઇ બ્રાહ્મણ પાણિની વ્યાકરણ ભણાવતો હતો. તેને એવો નિયમ હતો કે ક્ષિપ્રા નદીની સામે કાંઠે રહેલા ચિંતામણિ નામે ગણપતિને નિત્ય પ્રણામ કરવો. એક દિવસ બુદ્ધિમાન વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછી ઘણો ઉદ્વેગ પમાડ્યો હતો તેથી ચોમાસામાં દર્શન ક૨વા જતાં નદીના પૂરમાં ઝંપાપાત કર્યો, દૈવયોગથી કોઇ વૃક્ષનું મૂળ હાથમાં આવ્યું તેને બાથ ભરી લીધી. એવામાં ખેંચાતાં ખેંચાતાં પણ તે ગણપતિને નમસ્કાર કર્યો, તેથી ગણપતિ પ્રસન્ન થયા ને ઓચિંતી તણાઇ આવેલી હોડીનો યોગ બનવાથી તેમાં બેઠો. ત્યાં ગણપતિએ પ્રત્યક્ષ થઇ કહ્યું કે વર માગ. હું તારા નમસ્કાર કરવાના નિયમથી પ્રસન્ન થયેલો છું. ત્યારે તેણે પાણિની વ્યાકરણના જ્ઞાન સંબંધી વર માગ્યો. એ વ૨ ગણપતિએ અંગીકાર કરી છ માસ સુધી તેને ભણાવ્યો. ગણપતિએ જેવી રીતે પાણિનીનું વ્યાકરણ ભણાવ્યું તે તેણે ખડીથી લખી લીધું ને પછી ગણપતિ મહારાજની આજ્ઞા માગી પ્રથમ લખેલું પુસ્તક લઇ એક નગરના સમીપમાં આવી બેઠો. તે વખતે એને ઘણી નિદ્રા આવી ગઇ. પ્રાતઃકાળે નજીક રહેલી કોઇ વેશ્યાએ દાસીના મુખથી, ઘણી વારથી સૂતેલા બ્રાહ્મણની ખબર જાણી દાસીઓને આજ્ઞા આપી તે બ્રાહ્મણને પોતાને ઘેર ઉચકાવી મંગાવ્યો ને મોટા પલંગમાં સુખે સુવાડ્યો ! ત્રણ રાત્રિ ને ત્રણ દિવસ થયાં ત્યારે કાંઇક નિદ્રામાંથી જાગી જુવે છે તો આશ્ચર્યકારી વિચિત્ર મોટા મહેલની શોભા જોઇ વિચાર કર્યો કે હું તો સ્વર્ગમાં ઉત્પન્ન થયો છું. આ પ્રકારે માન્યું ત્યારે વેશ્યાએ સઘળો વૃત્તાન્ત કહ્યો. તેમજ સ્નાન પાન ભોજન વિગેરે ભક્તિથી ઘણો સંતોષ પમાડ્યો. પછી તે રાજસભામાં ગયો ને પાણિની વ્યાકરણનું બરાબર વ્યાખ્યાન કહી સંભળાવ્યું. તેથી રાજા આદિ સર્વે પંડિતો પ્રસન્ન થયા અને રાજાએ ઘણો શિરપાવ આપ્યો. તે સઘળું દ્રવ્ય લઇ તેણે વેશ્યાને અર્પણ કર્યું. પછી તે બ્રાહ્મણે પાણિની વ્યાકરણ ભણાવવાનો આરંભ કર્યો ત્યારે અનુક્રમે પરણેલી ચાર વર્ણની કન્યાથી ઉત્પન્ન થયેલા પુત્રો અભ્યાસ કરે છે. તેમાં ક્ષત્રિયની કન્યાથી ઉત્પન્ન થયેલો પુત્ર વિક્રમરાજ નામે પ્રસિદ્ધ થયો તે તથા શુદ્રની કન્યાથી ઉત્પન્ન થયેલો પુત્ર ભતૃહરિ નામે પ્રસિદ્ધ થયો. તે હીનજાતિની સ્ત્રીમાંથી ઉત્પન્ન થયો છે માટે ભોંયરામાં રહી ગુપ્તપણે જુદાં-જુદાં પ્રબન્ધો ૨૧૫
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy