SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કોઇ રત્નમાળ નામના નગરમાં પૂર્વે રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. એક સમયે રાજા દિગ્વિજય કરી પોતાના નગર ભણી પાછો આવ્યો, તેને નગરમાં વધાવી લેવા પુરજનો ગામની ભાગોળે સામા આવ્યા. પુરની પ્રજાએ નગરને દબદબાથી શણગારી મોટા ઉત્સવ સાથે તેને પુરમાં પ્રવેશ કરાવ્યો. વેપારી લોકોએ બજા૨ની દુકાનોને જુદાં જુદાં પ્રકારે શણગારેલી, તેને જોતો જોતો પોતાના દરબાર પ્રત્યે ચાલ્યો. રસ્તામાં જતાં એક દુકાનમાં તેણે આશ્ચર્ય જોયું. કોઇ વેપારીએ પોતાની દુકાનના આગલા ભાગમાં હાંડી ઝમરૂખ વગેરે જે સુંદર પદાર્થો લટકાવેલાં હતાં તેની સાથે એક લાકડાની ટોપલી તથા પાવડો લટકાવેલો હતો. આથી તેના મનમાં મોટું આશ્ચર્ય થયું, વગર બોલે રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કર્યો. જ્યારે તે પોતાની ગાદી ઉપર બિરાજ્યો ત્યારે નગરના મહાજનો ભેટ લઇ તેની પાસે આવ્યા. રાજાએ તેમનો સત્કાર કર્યો, ખબર પૂછી કે તમે સઘળા ખુશ છો ? રાજાનું એવું બોલવું સાંભળી મહાજનોએ ‘અમે સુખી નથી’ એવો જવાબ વાળ્યો. ખાવા-પીવા વગેરેમાં ચિત્તવાળા રાજાને મહાજનોની વાણી આશ્ચર્ય કારક તો લાગી, તથાપિ તે વખતે તેણે તેની કાંઇ વિશેષ તપાસ કરી નહીં અને સભા વિસર્જન કર્યું. પછી એક વખતે પોતાના પ્રધાન મંડળોને એકાંતમાં બોલાવી પૂછ્યું, ‘મારા રાજ્યમાં તમે સુખી નથી તેનું કારણ શું ?' વળી નગરમાં પ્રવેશ કરતાં એક વેપારીને ત્યાં લાકડાની ટોપલી અને પાવડો લટકાવેલો મેં દીઠો. તેનું કારણ શું ? તે મને કહો. રાજાનો પ્રશ્ન સાંભળી મહાજન કહેવા લાગ્યા કે લાકડાની ટોપલી અને પાવડો લટકાવાનું કારણ તો એટલું જ છે કે તે વેપારી પોતાના ઘરમાં કેટલું ધન છે તેની ગણતરી કરવા શક્તિમાન નથી માટે કોઇને ધન આપવું હોય અગર લેવું હોય તો પાવડે ખાંપીને ટોપલીના માપથી આપ-લે કરે છે અને સંખ્યા પણ ટોપલીથી જ ગુમાસ્તાઓ પાસે ચોપડાઓમાં નોંધ રખાવે છે. ‘અમે સુખી નથી' એમ કહેવાનું કારણ એટલું છે કે - અમારે માથે આપ આવા સ્વામી છતાં આપને પ્રજા નથી, આ નગરમાં ભાગ્યે જ કોઇ કોટ્યાધિપતિ નહીં હોય એવા તે નગરને વિષે આપ ચિરકાળથી રક્ષણ કરો છો. નગરને મોટી ઉન્નતિ પમાડો છો તેમ છતાં આપના જીર્ણઅન્તઃપુરમાં સઘળી વંધ્યા રાણીઓ એકઠી થયેલી છે. તેની ઉપેક્ષા કરી વંશવૃદ્ધિને માટે નવું અન્તઃપુર વસાવવાની આપ સરકારને ભલામણ કરીએ છીએ. મહાજનનું કહેલું રાજાએ સ્વીકાર્યું. પછી જ્યારે પુષ્યનક્ષત્ર અને રવિવારનો શુદ્ધ દિવસ આવ્યો ત્યારે કોઇ શુકન જાણનારા પ્રધાન પુરુષને સાથે લઇ પ્રધાનના મંડળો નગરની ભાગોળે શુકનસ્થાન પર આવ્યા. સઘળા જનોએ પોતાના હાથમાં ચોખા રાખેલા હતા, શુકનની વાટ જોતા હતા, તેવામાં કોઇ દરિદ્રી પુરુષની તરત પ્રસવ થઇ જવાને યોગ્ય ગર્ભવાળી સ્ત્રી માથે કાષ્ટનો ભારો લઇ નગરમાં વેચવા જતી હતી, તેને દીઠી. તેના ભારા ઉપર એક દુર્ગા બેઠેલી સર્વની ૨ (૧) તેમની અપેક્ષા ન કરવી તે. (૨) જૂના કાળમાં દરેક શુભ કામમાં શ્રદ્ધા રાખી પક્ષીઓના શુકન જોતા હતા. (૩) એક જાતની ચકલી. જુદાં-જુદાં પ્રબન્ધો ૧૯૭
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy