SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : પૃથ્વી ઉપર ભટ્ટ થઇ ભીખ માગી ખાવું એ શ્રેષ્ઠ છે તથા ધન માટે વ્યભિચારી થવું પણ શ્રેષ્ઠ છે તથા વેશ્યાચાર્ય (વેશ્યાને ગાન કળા શીખવનાર ભડવા રૂપે) થવુ તે પણ શ્રેષ્ઠ છે તથા મોટાં કુડકપટ કરી રુપીયા મેળવી નિર્વાહ કરવો એ શ્રેષ્ઠ છે. કેમ કે દાનના સમુદ્ર રૂપ ઉદયનનો પુત્ર આદ્મભટ્ટ દેવ યોગથી સ્વર્ગવાસી થયા પછી બુદ્ધિમાન લોકોએ વિદ્વત્તા મેળવવામાં પ્રયાસ ન કરવો, કેમ કે વિદ્વત્તાનો જાણનાર કોઈ રહ્યો નથી. અતિશય ઉગ્ર પાપ તથા પુણ્ય કરનાર માણસને ૩ વર્ષે, ૩ માસે, ૩ પક્ષે, ૩ દિવસે અને આ જન્મમાં જ તેનું ફળ થાય છે. આ પ્રકારના વચન પ્રમાણથી તે દુષ્ટ રાજાને (અજયપાળને) વયજલદેવ નામના દ્વારપાળે છરી વડે છુંદી છુંદીને એવો માર્યો કે તેમાં પડેલા કૃમિઆએ ભક્ષણ કરેલો આજ જન્મમાં નરક દુઃખ ભોગવી મરણ પામ્યો. સંવત ૧૨૩૦ વર્ષથી આરંભી અજયપાળે ૩ વર્ષ રાજ્ય કર્યું. સંવત ૧૨૩૩ થી આરંભી ૨ વર્ષ બાળમૂળરાજે રાજ્ય કર્યું. એની નાઈકીદેવી નામે માતા જે પરમર્દી રાજાની દીકરી તેણે ખોળે પુત્ર લઇ, ગાડરારઘટ્ટ નામના ઘાટમાં મ્લેચ્છ રાજાની સાથે સંગ્રામ કરતાં તેના પુણ્ય પરાક્રમથી અકાળમાં આવેલા ઘણા મેઘની સહાયતાથી તે પ્લેચ્છ રાજાને જીતી ફતેહ મેળવી. સંવત ૧૨૩૫ વર્ષથી ૬૩ વર્ષ સુધી શ્રી ભીમદેવે રાજ્ય કર્યું. એ રાજા રાજય કરતો હતો ત્યારે સોહડ નામે માળવદેશના રાજાએ ગુજરાત લેવાને માટે સીમાડામાં આવી મુકામ કર્યો. ત્યારે તેના પ્રધાને સન્મુખ જઈ આ પ્રકારે એક શ્લોક કહ્યો. તેનો અર્થ : રાજા રૂપી સૂર્યનો પ્રતાપ પૂર્વ દિશામાં જ શોભે છે ને તેનો તે પ્રતાપ પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે નાશ પામે છે. આ પ્રકારની તેની વિરુદ્ધ વાણી સાંભળી તે રાજા પાછો વળી ગયો. ત્યાર પછી તેનો પુત્ર અર્જુનદેવ નામે રાજા થયો. તેણે ગુજરાત દેશ ભાંગ્યો. પછી ભીમદેવ રાજાના રાજ્યની ચિંતા કરનારને વ્યાધ્રપલ્લી નામે સંકેત સ્થાનમાં (વાઘેલી ગામમાં) પ્રસિદ્ધ શ્રી આનાકનો પુત્ર લવણ પ્રસાદ નામે હતો. તેણે ઘણા કાળ રાજય કર્યું. તેનો પુત્ર રાજયભાર ધુરંધર શ્રી વરધવલ નામે હતો, મદનરાશી નામે તેની માતા હતી, તેણીએ દેવરાજ પટ્ટકિલ નામે પોતાના બનેવીનો, બહેન મરણ પામ્યા પછી ઘણો નિર્વાહ ન થઈ શકે એવો આપત્કાળ (સહન ન થાય એવું કષ્ટ) સાંભળી, લવણપ્રસાદ નામના પતિને પૂછી, વીરધવળ નામે બાળકને સાથે લઇ, દેવરાજને ઘેર ગઈ. દેવરાજે તે સ્ત્રીનું રૂપ તથા ગુણ અતિશય જોઇ મહા મોહ પામી તત્કાળ પોતાની ભાર્યા કરી લીધી. લવણપ્રસાદે તે સઘળો વૃતાંત સારી રીતે જાણ્યો. પછી તેને જીવથી મારી નાખવાનો વિચાર કરી રાત્રિએ તેના ઘરમાં છાનો પેશી સંતાઈ રહ્યો. હાથમાં તલવાર લઈ મારવાનો અવસર જુવે છે, એટલામાં તે ભોજન કરવા બેઠો. પણ એમ બોલ્યો કે ! વીરધવળ વિના હું ભોજન નહીં કરું. એમ વારંવાર બોલી ઘણા આગ્રહથી તે બાળકને મંગાવી સાથે લેઈ એકજ થાળમાં બંને જણ જમવા બેઠા. એટલામાં જાણે મૂર્તિમાનું સાક્ષાત્ યમરાજ હોય એવી રીતે પોતાનો નાશ કરનાર લવણપ્રસાદને દેખી દેવરાજનું મુખ કાળુ થયું. (ચહેરો ઉતરી ગયો) તે જોઇ લવણપ્રસાદ બોલ્યો, કે તું ડરીશ નહીં. કેમ કે હું તને મારવા આવ્યો હતો તો ખરો, પણ આ વરધવળ પુત્ર ઉપર, તારો સ્નેહ કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૭૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy