SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ એમ બોલી પાસે ઉભો રહ્યો એટલામાં તે જ જગ્યાએ, એટલે કુમારપાળે કરાવેલા જિનમંદિરમાં આરતીનો અવસર થઈ રહ્યા પછી રાજાએ હેમચન્દ્રાચાર્યને પ્રણામ કર્યો. ત્યારે હેમચન્દ્રાચાર્ય રાજાના પૃષ્ઠ ભાગ ઉપર (બરડા ઉપર) હાથ મૂકી ક્ષણ માત્ર ઉભા રહ્યા એટલામાં બીજો ચારણ આવો દુહો બોલ્યો. તેનો અર્થ : હે હેમચંદ્રસૂરિ ! તમારા હાથમાં સર્વે સમૃદ્ધિઓ ભરી છે. જેના ઉપર તમારો હાથ પડે છે તે આશ્ચર્યકારી સમૃદ્ધિનું પાત્ર થાય છે કેમકે તે વાત પ્રત્યક્ષ દેખાય છે. જેઓ કુમારપાળની જેમ તમારા ચરણ નીચે પડી વંદના કરે છે તેના ઉપર અષ્ટમહાસિદ્ધિઓ તુટી પડે છે. આ પ્રકારનું વચન સાંભળી ચમત્કાર પામેલા રાજાએ વારંવાર તે દુહો, તેના પાસે બોલાવ્યો. ત્યારે તેણે ત્રણ વખત બોલી સંભળાવ્યો તેથી રાજાએ તેને ત્રણ લાખ રૂપીઆ અપાવ્યા. આ પ્રકારે સોરઠી ચારણનો પ્રબન્ધ પૂરો થયો. ક્યારેક કુમારપાળ રાજાએ સંઘપતિ થઈ તીર્થયાત્રા કરવાની ઇચ્છાએ, મોટા ઉત્સવથી દેવાલયથી પ્રસ્થાન કરાવ્યું. તે વખતે દેશાંતરથી કોઈ બે માણસે આવી ખબર આપી કે ડાહલ દેશનો કર્ણરાજ તમારી સાથે યુદ્ધ કરવા મોટું લશ્કર લઈ આવે છે. આ વચન સાંભળતાં જ ખેદયુક્ત થઈ મહા ભયથી, સંઘપતિ થવાનો મનોરથ ભાંગી, વામ્ભટ્ટ મંત્રી સહિત હેમચંદ્રાચાર્યના પગમાં પડી પોતાની નિંદા કરી. આ પ્રકારે રાજાને મોટા કષ્ટમાં પડેલો જોઈ કાંઈક વિચાર કરી હેમચન્દ્રાચાર્ય બોલ્યા, આ પ્રહરથી આરંભી બારમે પ્રહરે દુઃખનો નાશ થશે એવું કહી હેમચન્દ્રાચાર્યે રાજાને વિદાય કર્યો, મારે હવે શું કરવું એવા વિચારમાં રાજા દિમૂઢ થઈ રહ્યો છે, તેવામાં હેમાચાર્યો કહેલો વખત આવ્યો, ત્યારે બે પુરુષોએ આવી વધામણી આપી છે, કર્ણરાજ સ્વર્ગવાસી થયા. આ વાત સાંભળી રાજાએ પાન ચાવવાનો પણ ત્યાગ કરી આશ્ચર્ય પામી પૂછ્યું કે, એ બનાવ શી રીતે બન્યો ? ત્યારે તેઓ બોલ્યા કે રાત દિવસ ઉતાવળથી પ્રયાણ કરી ચાલ્યો આવતો કર્ણરાજ, એક રાત્રિએ હાથીના કુંભસ્થળ આગળ બેસી પ્રયાણ કરતો હતો, તેવામાં નિંદ્રાનું ઝોકું આવ્યું તેથી તેના કંઠમાંની સોનાની સાંકળ લટકી અને વડના ઠુંઠા સાથે ભરાઈ, તેથી ગળે ફાંસો આવ્યો. હાથી ચાલી જવાથી રાજા લટક્યો અને તત્કાળ તરફડી મરણ પામ્યો. તેને અગ્નિ સંસ્કાર કર્યા પછી અમે બંને જણ નીકળ્યા અને આપની પાસે આવ્યા. આ સમાચાર સાંભળતાં જ રાજાએ તત્કાળ ઉઠી પૌષધશાળામાં હેમચન્દ્રાચાર્ય બેઠા હતા ત્યાં આવી તેમની ઘણી પ્રશંસા કરી. પછી ઘણા ખુશ થયેલા મોટા ૭૨ સામંતો સહિત સમસ્ત સંઘના પતિ થઇ હેમચન્દ્રાચાર્યને સાથે લઈ તેમનાથી આ લોક તથા પરલોકના શુભ માર્ગનું શ્રવણ કરતો રાજા ધંધુકા નામે નગરમાં આવ્યો. ત્યાં હેમચન્દ્રાચાર્યની જન્મભૂમિ ઉપર પોતે કરાવેલા સતર હાથના પ્રમાણવાળા ઝોલિકા વિહાર નામે પ્રાસાદમાં મોટી પ્રભાવના કરવાનો આરંભ કર્યો. તે વખતે ત્યાં સ્વાભાવિક ચાડી ચુગલી કરનાર મત્સરી બ્રાહ્મણોએ ઉપદ્રવ કર્યો. તે જોઇ તેઓને ઘણા વિષય મગ્ન કરી (ખાનપાન વિગેરે જોઇતા કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૭૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy