SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ વચન રાજાએ પોતાના અનુભવથી સાચે સાચું માની. પોતે પ્રથમ કરેલા અભક્ષભક્ષણનું પ્રાયશ્ચિત હેમચન્દ્રાચાર્ય પાસે માંગ્યું. ત્યારે તેમણે કહ્યું કે, બત્રીશ દાંત વડે ભક્ષણ થાય છે, માટે બન્નીશ જિન મંદિર કરાવવા એ એનું પ્રાયશ્ચિત છે. આ વચન સાંભળી કુમારપાળે, અતિ સુંદર બત્રીશ જિન મંદિર કરાવ્યાં. તેમાં જિન બિંબની પ્રતિષ્ઠાનું લગ્ન હેમાચાર્યે આપ્યું. તે જોઇ વટપદ્રનગરના કાન્હડ નામે એક વ્યાપારી વાણિયાએ પોતાના નગરમાં જિન મંદિર કરાવી, મૂળ નાયકની પ્રતિષ્ઠા કરાવવા પાટણ આવી તે બિંબને તે નગરના મુખ્ય જિનાલયમાં મૂકી, શહેરમાં સામગ્રી લેવા ગયો. એટલામાં રાજાના અંગ રક્ષકોએ મંદિરના દ્વારે અટકાવવાથી પ્રવેશ ન પામ્યો, તેથી પ્રતિષ્ઠાનું લગ્ન વીતિ જવાથી ઘણી ચિંતામાં પડી શોક કરી, ઘણું અકળાઇ પોતાના કર્મને નિંદતો રાજદ્વારમાં પ્રવેશ કરી, હેમચંદ્રાચાર્યના પગમાં પડી કહ્યું કે આપનું આપેલું પ્રતિષ્ઠાનું લગ્ન વીતી ગયું, એમ કહી પોકેપોકે રડવા માંડ્યું. હેમાચાર્યે વિચાર કર્યો કે આ પુરુષના અંતરનું સમાધાન બીજે પ્રકારે નહિ થાય, એમ ધારી રંગ મંડપથી બારણે નીકળી નક્ષત્રની ગતિ પ્રમાણે જોયું તો, તે જ લગ્ન આકાશમાં ઉગેલું જોઇ કહ્યું કે, ઘટિકાના સંબંધથી લગ્ન જોઇ આ બિંબોની પ્રતિષ્ઠા થઇ છે. બિંબનું આયુષ ત્રણ વર્ષનું છે. હાલમાં ઉદય પામેલા લગ્નમાં પ્રતિષ્ઠા કરેલા બિંબનું ઘણું આયુષ છે એમ કહી, તે બિંબની તે જ વખત પ્રતિષ્ઠા કરાવી, તેના ચિત્તનું સમાધાન કર્યું. અંતે હેમચંદ્રાચાર્યે તે મંદિરોના આયુષ્ય વિશે જેમ કહ્યું હતું તેમ થયું. એક દિવસ કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્ય પાસે આવી કહ્યું કે પૂર્વે મારાથી ઉંદરના રૂપીઆ લેવાયા હતા, તેથી તે ઉંદર મરણ પામ્યો તેનું પ્રાયશ્ચિત મને આપો. ત્યારે હેમચન્દ્રાચાર્યે તે ઉંદરના નામથી પ્રસિદ્ધ ‘મૂષકવિહાર પ્રાસાદ' નામે એક જિન મંદિર કરાવવાનું કહ્યું, તે પ્રમાણે રાજાએ કર્યું. વળી એ જ રીતે જેનું મેં જ્ઞાતિ, નામ, ગોત્ર નથી જાણ્યું એવી કોઇ વેપારીની દીકરીએ મને ત્રણ દિવસનો ભૂખ્યો જાણીને દહીં ભાતનું ભોજન આપી તૃપ્ત કરી સુખી કર્યો હતો. તેના પુણ્ય નિમિત્ત ગુરુની આજ્ઞા લેઇ પાટણમાં ‘કરંભ વિહાર’ નામે જિન પ્રાસાદ કરાવ્યો. સપાદલક્ષ નામના દેશમાં કોઇ અવિવેકી પણ ધનવાન પુરુષ વસતો હતો. તે લોભી હોવાથી પોતાના દેહની પણ દરકાર રાખે નહિ, માથે કેશ વધી જાય તો પણ હજામને પૈસો આપવો પડે એ ભયથી હજામત પણ ન કરાવે. તેમ ઓળીચોળી સાફ કરી સ્વચ્છ પણ ન રાખે. એક દિવસ તે કંસાર અને ઘીનું ભોજન જમ્યો, તેથી હાથ ચીકણા થયા પણ બરાબર ન ધોતાં માથે ઘસ્યા. પોતાની પતિવ્રતા સ્ત્રીની પાસે કાંસકી માગી, ત્યારે તેને દયા આવી તેથી સ્વામીના કેશ ઓળવા બેઠી, પણ કેશ એટલા બધા ચીકણા થઇ બાઝી ગયા હતા તથા એટલી બધી જૂ પડી હતી કે તેને ઘણો કંટાળો આવ્યો તેથી બોલી કે તમે શરીરની બેદરકારી રાખો છો તેથી જૂઓને તમારા માથાના કેશ કેવા બાઝી ગયા છે અને કેટલી જૂ ખદબદે છે ? એમ કહી એક જૂ પોતાના ધણીના હાથમાં મૂકી. આ ઠંડા મને સંતાપે છે ! એમ ક્રોધ કરીને મસળવા જાય છે ત્યાં તે દયાળુ સ્ત્રીએ સ્વામીના ૧૬૮ Ad xx પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy