SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક, દિવ્ય તપસ્વી વેષવાળા સાક્ષાત શિવજીને જોયા. તેથી રાજાએ ઘણું આશ્ચર્ય પામી પગના અંગુઠાથી તે જટા સુધી હાથ ફેરવી શિવના પ્રત્યક્ષપણાનો નિશ્ચય કરી, પંચાંગ-પ્રણામ કરી, ઘણા ભાવથી વિજ્ઞાપના કરી કે, હે જગદીશ ! આપના દર્શનથી મારાં નેત્ર કૃતાર્થ થયાં. હવે કંઇ આજ્ઞા કરી મારા કાન પવિત્ર કરો, એમ કહી રાજા મૌન રહ્યો. પછી મોહરૂપી રાત્રિને નાશ કરવામાં સૂર્ય સમાન શિવના મુખમાંથી એવી દિવ્ય વાણી નીકળી કે હે રાજન્ ! આ મહર્ષિ હેમચંદ્રાચાર્ય મહારાજ સર્વદેવતારૂપ છે. હેમાચાર્ય નિષ્કપટપણે પર બ્રહ્મને જોવાથી ત્રણ જગતના સ્વરૂપને હથેળીમાં રહેલા મોતીના દાણાની જેમ નિરંતર દેખી રહ્યા છે, માટે એ જે દેખાડે તે જ નિઃસંદેહપણે મોક્ષનો માર્ગ છે, એમ કહી અંતર્ધાન થયા. આથી રાજાનું મન હેમચંદ્રાચાર્ય ઉપર ઘણું જ ઉત્સાહી થયું. પછી હેમાચાર્ય ધીમે ધીમે પ્રાણાયામ ધવનને નીચે મૂકી સમાધિ ઉતારી. આસનનો બંધ શિથિલ કરી, રાજા પ્રત્યે બોલે છે, એટલામાં જ, હેમાચાર્યને ઇષ્ટદેવ માની, સઘળું રાજ્યાભિમાન ત્યાગ કરી, કુમારપાળે હેમાચાર્યના પગમાં માથું મૂકી, ઘણા ભાવથી પ્રાર્થના કરી કહ્યું કે, હે મહારાજ! હવે આપ જેમ કહો તેમ કરવા હું તૈયાર છું ત્યારે હેમાચાર્યે રાજાને જીવતા સુધી મઘ માંસનો ત્યાગ કરવાનો નિયમ કરાવી ત્યાંથી પ્રયાણ કરી અણહિલપુર આવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યના મુખથી સિદ્ધાંત વાણી સાંભળી પ્રતિબોધ પામી રાજા પરમ શ્રાવક થયો. પછી રાજાના કહેવાથી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકા પુરુષનું ચરિત્ર તથા વીતરાગ સ્ત્રોત સહિત યોગશાસ્ત્ર રચ્યું. પછી રાજાએ ચૌદ વર્ષ સુધી અઢાર દેશમાં હિંસા નિવારણ કરાવી ચૌદસે ચાલીશ જિનમંદિર કરાવ્યાં જેનું મૂલ સમકિત છે એવાં બાર વ્રત ગ્રહણ કર્યા. તેમાં અદત્તાદાન નામે ત્રીજા વ્રતમાં (રુદતીવિત્ત) દાણ પ્રમુખ તથા ન વારસીયુ ધન પાપરૂપ જાણી તેની ઉપજનો પટ્ટો બહોતેર લાખનો હતો, તેને ફાડી નાખ્યો. તે કામ ઉપર નીમેલા પુરુષોને ઉઠાડ્યા, તેથી લોકને આનંદોત્સવ ઉચ્છવ થયો. પૂર્વે થયેલા રઘુ રાજા, નહુષ નાભાગ તથા ભરત આદિ સતયુગના પણ રાજા અપુત્રિયાના ધનનો ત્યાગ નથી કરી શક્યા તે (રુદતીવિત્ત) કુમારપાળ રાજાએ કરી દીધો, માટે સર્વ રાજામાં શિરોમણિ હે રાજન્ ! તમે જ છો. ઇત્યાદિ, વિદ્વાન લોકોએ ઘણી સ્તુતિ કરી છે તથા શ્રી હેમચંદ્રાચાર્યે પણ એક શ્લોક કહ્યો તેનો અર્થ : જે રાજા અપુત્રિયાનું ધન લે છે, તે તેનો પુત્ર થાય છે, જ્યારે હે રાજન ! તમે તો સંતોષ વડે તે ધનનો ત્યાગ કર્યો માટે તમે તો રાજપિતામહ છો એ વાત સાચી છે. એક દિવસ સોરઠ દેશના સમરસિંહ નામના રાજા સાથે યુદ્ધ કરવા ઉદયન મંત્રીને સેનાપતિ તરીકે નીમી ઘણું લશ્કર આપી મોકલ્યો. તે વઢવાણમાં આવી શ્રી ઋષભદેવને નમસ્કાર કરવાની ઇચ્છાએ સર્વે મંડલેશ્વરોને પૂછી આગળ પ્રયાણ કરી પાલીતાણા ગયો. ત્યાં ઘણી શ્રદ્ધાથી દેવપૂજા કરી જેટલામાં વિધિ સહિત ચૈત્યવંદન કરે છે, તેટલામાં દિવાની પંક્તિમાંથી એક ઉંદર બળતી દીવેટ લઈ કાષ્ટમય પ્રાસાદના દરમાં પેઠો. છેવટે દેવના અંગરક્ષકોએ તે દીવેટ ઉંદર પાસેથી મૂકાવી. પછી તે મંત્રીએ સમાધિ મૂક્યા પછી કાષ્ટમય પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરવાનો વિચાર કરી દેવની સમક્ષ એકવાર કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૬૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy