SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ધ્વજા૨ોપણ થતાં સુધી નિષ્કપટ બ્રહ્મચર્ય પાળવું જોઇએ અથવા મદ્ય માંસનો ત્યાગ કરવો જોઇએ. એ બે બાબતમાંથી આપને જે અનુકૂળ આવે તે ખરું. આ પ્રકારે હેમાચાર્યનું વચન સાંભળી રાજાએ મદ્ય માંસનો ત્યાગ કરવાની ઇચ્છાથી હાથમાં જળ લઇ નીલકંઠ મહાદેવ ઉપર મૂકી અભિગ્રહ લીધો. પ્રાસાદનું કામ પૂરું થયા પછી બે વર્ષે જ્યારે એ કળશ ધ્વજારોપણ કરવાનો વખત આવ્યો ત્યારે કુમારપાળે જે મઘ માંસ ન ખાવાનો નિયમ લીધો હતો તે મૂકવાની ઇચ્છા ગુરુને જણાવી ત્યારે ગુરુ બોલ્યા કે આપે લીધેલા નિયમ સહિત સોમેશ્વરના દર્શન કરી યાત્રા પરિપૂર્ણ થયા પછી નિયમ મૂકવામાં આવે તો સારું. એમ કહી હેમાચાર્ય પોતાના સ્થાનમાં ગયા. રાજા તો હેમાચાર્યના ગુણથી એટલો બધો વશ થઇ ગયો હતો કે હમેશા એમનાં ઘણાં જ વખાણ કરે, તે રાજગોર વિગેરે બ્રાહ્મણોથી સહન ન થયાથી રાજા પાસે હમેશાં પાછળથી નિંદા કર્યા કરતા હતા. તે ઉપર દૃષ્ટાંતનો એક શ્લોક છે. સત પુરુષના ઉદય પામેલા ગુણને શૂદ્ર પુરુષ દેખી કોઇ પ્રકારે સહન કરી શકતો નથી; એટલું જ નહિ પણ ઉલટું પોતાનું સર્વસ્વ નાશ કરે છે. જેમ દીવાની કાંતિને ન સહન કરતો પતંગીઓ પોતાના દેહની પણ આહૂતિ આપે છે, તેમજ દુર્જન લોકોનો પણ એવો સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે પાછળથી નિંદ્યા કરનાર લોકો હેમચંદ્રાચાર્યના હમેશાં અપવાદ બોલતા. રાજાની પાસે હંમેશાં બોલતા કે, હેમચંદ્રાચાર્ય આપને ઉપરથી મીઠું મીઠું બોલી ખુશ કરે છે, પણ એ અંતરથી સોમેશ્વર દેવને માનતા નથી. જો તેઓ માનતા હોય એમ કહે તો જ્યારે તેઓ પ્રાતઃકાળે આપની પાસે આવે ત્યારે સોમેશ્વર દેવની યાત્રામાં સાથે પધારવા પ્રાર્થના કરો, એટલે આપને ખાત્રી થશે પછી રાજાએ આ વાત ધ્યાનમાં રાખી પ્રાતઃકાળમાં પૂજા વખતે જ્યારે હેમચન્દ્રાચાર્ય આવ્યા ત્યારે સર્વ લોકના સાંભળતાં રાજાએ હેમચન્દ્રાચાર્યને સોમેશ્વરની યાત્રા કરવા વાસ્તે પ્રાર્થના કરી. ત્યારે હેમચન્દ્રાચાર્ય બોલ્યા કે, જેમ ભુખ્યા માણસને આગ્રહથી જમવાનું નિમંત્રણ કરનાર મળે તથા જેમ જવાની ઉત્કંઠાવાળાને આગ્રહથી કોઇ ખેંચી લઇ જનાર મળે એટલે જેમ ભુખ્યાને ભોજન મળે અને જનારને લઇ જનાર મળે તેમ અમારા જેવા તપસ્વીઓને તીર્થયાત્રા કરવાનો જ અધિકાર છે, માટે આપને આટલો બધો અત્યાગ્રહ કરવાનું કાંઇ પ્રયોજન નથી. આ પ્રકારનું હેમચન્દ્રાચાર્યનું વચન સાંભળી રાજાએ ઘણો પ્રસન્ન થઇ કહ્યું કે, જવા વાસ્તે આપને પાલખી આદિ જે જે વાહનો જોઇએ તે અંગીકાર કરો, ત્યારે આચાર્યે કહ્યું કે અમો તો પગે ચાલી યાત્રા કરી પુણ્ય ઉપાર્જન કરીએ છીએ. આજથી જ રજા લઇ થોડું થોડું ચાલી શત્રુંજય ગિરનાર વિગેરે મોટાં તીર્થની યાત્રા કરતા કરતા પ્રભાસ પાટણમાં આપ પ્રવેશ કરશો તે વખતે આવી મળીશું. એમ કહી ઉઠી ચાલ્યા. પછી રાજાએ સર્વ સામગ્રી સાથે પ્રયાણ કરતાં કરતાં કેટલેક દિવસે દેવ પાટણ આવી પોહોંચ્યા. ત્યાં હેમચન્દ્રાચાર્ય પણ પોતાના કહ્યા પ્રમાણે રાજાને આવી મળ્યા. પછી હેમચન્દ્રાચાર્ય સહિત રાજાએ નગરમાં મોટા ઉત્સાહથી પ્રવેશ કર્યો. પછી તીર્થના ગોર બૃહસ્પતિએ કહેલા વિધિ સહિત શ્રી સોમેશ્વર મહાદેવના મંડપમાં આવ્યા. ઘણી ભાવનાથી તે પવિત્ર ભૂમિમાં આળોટી અતિ અદ્ભુત આશ્ચર્ય ભાવ પ્રકટ કરી સોમેશ્વર મહાદેવના લિંગનું આલિંગન કર્યું. તે વખતે કેટલાક બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે આ કુમારપાળરાજાનો પ્રબન્ધ E ૧૫૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy