SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ખપ રાખતો નથી તથા નિત્યે પુરુષ ચિહ્ન ધારણ કરે છે એવા ગુણ જોઈ લક્ષ્મી (વિજય લક્ષ્મી) તમારા ખડ્ઝને બાઝી પડે છે. આ કાવ્યમાં દલ શબ્દના સૈન્યરૂપ અર્થ તથા કમળ શબ્દને નિત્ય નપુંસક ગણ્યો. એ બે દોષ દેખાડ્યા પછી શ્રીપાલ કવિએ પ્રાર્થના કરી જેમ તેમ કરી દલ શબ્દનું તો સ્થાપન કર્યું ને કમળ શબ્દનું નિત્ય નપુંસકપણું મટાડવાને પાઠ ફેરવી દેખાડ્યો. આ પ્રકારે રામચંદ્ર કવિની સૂક્ષ્મદષ્ટિનો ચમત્કાર જોઈ સર્વ પંડિતોએ ઘણી પ્રશંસા કરી પણ સિદ્ધરાજની નજર લાગી તેથી તે કવિની તો પોતાના સ્થાનમાં જતા માર્ગમાં એક આંખ ફુટી ગઈ. એક દિવસ ડાહલ દેશના રાજાને કોઈ જગ્યાથી ગમલ પત્ર (તામ્રપત્ર) મળ્યું તેમાં લખેલો એક શ્લોક જેનો અર્થ કોઇથી ન થઈ શક્યો માટે સિદ્ધરાજની સભામાં તે શ્લોકનો અર્થ પૂછવા મોકલ્યો ત્યારે રાજાએ સભા કરી સર્વે પંડિતોને તેનો અર્થ પૂછ્યો પણ તેમનાથી શ્લોકનો અર્થ ન થયો. પછી સર્વે પંડિતોની તથા સભાની લાજ જશે એમ ધારી તેનો અર્થ હેમચન્દ્રાચાર્યે કર્યો કે - આકાર જોડીએ તો જે શબ્દનો અર્થ લોકોને જીવાડે એવો થાય ને વિ એવો અક્ષર જોડીએ તો જે શબ્દનો અર્થ મુનિ લોકને વહાલો લાગે એવો થાય ને સં અક્ષર જોડીએ તો જે શબ્દનો અર્થ સર્વને અનિષ્ટ એવો થાય ને કાંઇ ન જોડીએ તો જે શબ્દનો અર્થ સ્ત્રીઓને વહાલો એ પ્રકારનો થાય એવો શબ્દ કયો? તેના જવાબમાં હાર શબ્દ છે. આ ઉત્તર સાંભળી સર્વને આશ્ચર્ય થયું જેમકે હાર શબ્દને આકાર જોડીને તો આ હાર ૧ તેમજ વિહાર ૨ સંહાર ૩ હાર ૪ એવા શબ્દો થાય છે. એક દિવસ સપાદલક્ષ રાજાએ પોતાની સ્ત્રી સહિત અગાશીમાં ચડી બીજના ચંદ્રનું દર્શન કરી એક સમસ્યાનો અડધો ગ્લોક કરી તેણે સિદ્ધરાજની સભામાં તેનો અર્થ પૂછાવ્યો, ત્યારે તેનો અર્થ પણ બીજા પંડિતોથી ન થયો ત્યારે હેમચન્દ્રાચાર્યો કર્યો. વળી એક દિવસ આભીર લોકનો રાણો (રાજા) નવધણ નામે મહા સમર્થ હતો તેણે સિદ્ધરાજનું સૈન્ય અગિયાર વખત પાછુ હટાવી કાઢી મૂક્યું. પોતાનો આ મોટો પરાભવ જોઈ બારમી વખતે રાજાએ પોતે જાતે ચડાઇ કરી સંગ્રામ કરવાનો વિચાર કર્યો ને વર્ધમાનપુર (વઢવાણ) આદિકપુરના કિલ્લાની મજબુતી વિગેરે લડાઈ કરવાને ઉપયોગી વસ્તુની ઘણી તૈયારી કરાવી. આ વખતે નવધણ રાજાના ભાણેજોએ તેનાથી ફુટેલ થઇ સિદ્ધરાજને આવીને મળી સંકેત કર્યો કે જુનાગઢના કિલ્લાના ધણી તમે થાવ તો આ નવધનને શસ્ત્રથી તમારે ન મારવો. સોના રૂપાની ઠેલીઓથી તથા તેના વાસણથી એનો નાશ કરવો. આ પ્રકારનું સિદ્ધરાજને કબુલ કરાવી ઉશ્કેરી સૈન્ય સહિત સિદ્ધરાજને યુક્તિથી લઈ ગયા, ને કપટથી તેને પકડાવ્યો. પછી સિદ્ધરાજે તે શત્રુને અંદરના કિલાથી બહાર ખેંચી કાઢી મજબુત વાસણ મારી મારીને તેનો પ્રાણ લીધો. અને સ્ત્રીઓને (૧) જુનાગઢનો રાજા રાયખેંગાર કહીએ છીએ તે જણાય છે. બાબ ૪૪ (૨) સિદ્ધરાજના સંબંધી પુરુષને નવધણ રાજાએ પોતાની બહેન પરણાવી હતી તેના પુત્રો. સિધ્ધરાજ જયસિંહનો પ્રબંધ ૧૩૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy