SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ રાજમંદિરમાં લાવી રાજાએ પોતાના હાથે ઘણી શ્રેષ્ઠ પૂજા કરી તેને પોતાના પુસ્તકાલયમાં સ્થાપન કરાવ્યું. પછી રાજાના હુકમથી બીજા વ્યાકરણોનો ઉપયોગ ન કરતાં એ જ વ્યાકરણ (વિદ્યાલયોમાં) ભણાવાનું શરૂ થયું. ત્યારે કોઇ મત્સરી બ્રાહ્મણે રાજાના કાન ભર્યા કે આ વ્યાકરણમાં નથી આપનું નામ કે નથી તમારા વંશનું વર્ણન. એ વ્યાકરણ તે શી રીતે ભણ્યું જાય ? આ સાંભળી રાજાના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો કે ઓહો ! અહીં એટલું બધું અંધેર છે. આ વાત કોઇ પુરુષે આવી હેમચન્દ્રાચાર્યને કહી. ત્યારે હેમચન્દ્રાચાર્યે અધિષ્ઠાયક દેવના બળથી તત્કાળ રાજકીર્તિના બત્રીશ નવા શ્લોક બનાવી વ્યાકરણના બત્રીશ પાદની સમાપ્તિને ઠેકાણે મૂક્યા. પ્રાતઃકાળે રાજસભામાં વ્યાકરણ વાંચતાં તે જોવામાં આવ્યા કે જેમાં ચૌલુક્યવંશનું ચમત્કારી વર્ણન છે. આ ઓચિન્તો થયેલો બનાવ જોઇ રાજા ઘણો પ્રસન્ન થયો અને પેલા બ્રાહ્મણનો તિરસ્કાર કરી શિક્ષા કરી. વળી શ્રી હેમચન્દ્રાચાર્યે સિદ્ધરાજના દિગ્વિજયનું જેમાં વર્ણન છે એવો એક હ્રયાશ્રય નામે ગ્રંથ કર્યો છે. હેમચન્દ્રાચાર્યની પ્રશંસા જગતમાં ઘણી ચાલી હતી તે ઉપર એક કવિએ કહ્યું છે કે - હે પાણિનિ ! તું તારો લવારો હવે બંધ રાખ, કારણ કે હેમચન્દ્રાચાર્યની મધુરતા આગળ તારા વ્યાકરણની વાણી બકવાસ જેવી જણાય છે. વળી હેમચંદ્રના વ્યાકરણ આગળ કાત્યાયન વ્યાક૨ણ ક૨ના૨ની બધી મહેનત છૂટી પડી છે કેમ કે એ વ્યાકરણ ચીથરા વીણી લાવી બનાવેલી કંથા જેવું ત્રુટક ત્રુટક લાગે છે. વળી શાકટાયનને કહે છે કે તું તો તારું કડવું વચન ઢાંકી નાખ, પ્રકાશિત કરીશ જ નહીં ને ચાંદ્ર વ્યાકરણ તો જાતે જ હલકુ ને નિઃસાર છે, માટે તેની વાત તો કરતા જ નથી, તો વામન પ્રમુખનાં બનાવેલાં વ્યાકરણ સામું તો જુવે જ કોણ ! જ્યાં સુધી મહા મધુર હેમચંદ્રની વાણી વિદ્યમાન છે ત્યાં સુધી કયો પુરુષ બીજા ગ્રંથોને હાથમાં પણ ઝાલશે ? સિદ્ધરાજે પાટણમાં યશોવર્માને ત્રિપુરુષઆદિ સર્વે રાજપ્રાસાદ તથા સહસ્રલિંગ સરોવર વગેરે દેખાડી તથા મહાદેવ નિમિત્તે જતો કરેલો વર્ષો વર્ષનો એક કરોડ રૂપિઆનો ખર્ચ બતાવી પૂછ્યું કે, આ ધર્માદાનું કામ મેં સારું કર્યું છે કે નહીં ? આ વચન સાંભળી યશોવર્મા રાજા બોલ્યો કે - અઢાર લાખ માળવાનો ધણી તે તમારાથી પરાભવ પામે ! પરંતુ સઘળો માળવદેશ મહાકાલ મહાદેવને અર્પણ કરેલો છે તેથી એ સર્વ દેવ દ્રવ્ય છે, માટે દેવનું દ્રવ્ય ભક્ષણ કરનાર ગમે તેવો સમર્થ હોય પણ અંતે તેનું ભુંડું જ થાય; એમાંથી કદાપિ શ્રેય થાય જ નહીં, માટે અમે ગમે તેટલી મોટી પદવી પામ્યા હતા તો પણ છેવટે આ દશાને પ્રાપ્ત થયા છીએ, માટે તમારા વંશના રાજાઓ પણ આટલું બધું દ્રવ્ય પાળી શકવાના નથી, માટે છેવટે તે દેવ દ્રવ્ય ભક્ષણ, જરૂર અમારી પેઠે દુર્દશા કરાવશે. વળી એક વખત સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્રમાળો કરાવવા માટે કોઇ સારા મોટા કારીગરને પોતાની પાસે બોલાવી, તેને સર્વનો ઉપરી નીમી, તેની ક્લાસિકા (માપણી કરવાનું રાચ) ઘરેણું મૂકેલું હતું તેને લાખ રૂપિયા આપી મૂકાવ્યું. તે વાંસનું બનાવેલું નીકળ્યું ત્યારે રાજાએ પૂછ્યું કે આ લાખ રૂપિયા પર શું ઘરેણું મૂક્યું હતું ? ત્યારે કારીગરે હાથ જોડી વિનયથી એ દ્રવ્ય પાછુ આપી કહ્યું કે, મહારાજ મેં તો આપની ઉદારતાની પરીક્ષા કરવા માટે આમ કર્યું હતું, માટે આપનું સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ E ૧૨૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy