SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જોયું તો ઓચિંતા થોડાં માણસ લઇ આવતા રાજાને જોઇ પોતાનું મૂળ સ્થાનક મુકી સંભ્રમથી બીજાં સ્થાનકે બેસી ગઇ. તે જોઇ નમસ્કાર કરી સ્થાનભ્રષ્ટ થવાનું કારણ પૂછતાં જ ગોત્ર દેવીએ કહ્યું કે અહીંથી સત્વર પલાયન થઇ નગરમાં પ્રવેશ ક૨ નહીં તો ગુજરાતના રાજાનું લશ્કર તને ઝાલી લેશે. આવું વચન સાંભળી રાજા તરત વેગવંત અશ્વ ઉપર સ્વાર થઇ, નગરમાં પ્રવેશ કરતાં દરવાજે આવ્યા. આયા અને કોલૂયા એ નામના બે ગુજરાતી રાજાના સ્વારો ધનુષ ચડાવી ઉભા હતા. તેમણે ભોજરાજાના કંઠમાં ધનુષ આરોપણ કર્યા. તેથી રાજાએ પૃથ્વીનું આલિંગન કર્યું. તે જોઇ પેલા બે સ્વારો રાજા પડ્યો. રાજા પડ્યો. એમ કહેતા કહેતા નાસી ગયા. તે ઉપર એક કવિએ એક શ્લોક કર્યો કે આ ભોજરાજા ગુણી છે. જે કંઠમાં વળગી પડેલું ધનુષ તે પણ ગુણી છે માટે નમતા ગુણી પુરુષને જોઇ નમી પડવું. એ યુક્ત છે એમ ધારી રાજાએ ઘોડા ઉપરથી પડતુ નાંખી નમસ્કાર કર્યો એ પ્રમાણે અશ્વદાર (અસ્વાર) નો પ્રબંધ પૂરો થયો. એક દિવસ રાજા રાજવાટિકાથી (નગર બહાર ફરી આવી) પાછા નગરમાં આવતા હતા તેવામાં દ૨વાજામાં પેસતાં જાસૂસોની બૂમોથી ગભરાઇ નાશભાગ કરતા લોકોની હિલચાલથી એક છાશ વેચનારીને હડશેલો વાગવાથી તેના માથા ઉપર ગોરસનું માટલું મૂકેલુ તે પડવાથી ફૂટી ગયુ તેથી તેનો પ્રવાહ મારગમાં ચાલ્યો. તે જોઇ પેલી સ્ત્રીએ હસવા માંડ્યું તે જોઇને રાજાએ તેને પૂછ્યું કે તારું નૂકશાન થયું તો પણ તું હસે છે તેનું કારણ શું છે ? ત્યારે તેણે કહ્યું કે હે રાજન્ ! મારો ઇતિહાસ મોટો છે પણ સંક્ષેપમાં કહું તે સાંભળો. હું અમુક રાજાની સ્ત્રી હતી, જાર પુરુષમાં આસક્ત થવાથી રાજાને મારી, નદી ઉતરી બાગમાં જાર પુરુષને મળવા આવી. ત્યાં તેને સાપ ડસવાથી મરણ પામેલો દીઠો. ત્યાંથી ભયની મારી હું દેશાંતરમાં જઇ વેશ્યા થઇને રહી. તે જ નગરમાં મારો દીકરો આવેલો તેના મોં આગળ નાચ કર્યો તેથી તે મારા ઉપર ઘણો જ આસક્ત થયો. તેથી તેનો પતિભાવે સંગ કરતાં માલુમ પડ્યું કે આ તો મારો પુત્ર છે. પછી બ્રાહ્મણને પૂછી તેનું પ્રાયશ્ચિત્ત કરતાં હું તથા મારો પુત્ર પીપળાના લાકડામાં પેસી ચિતામાં પડ્યા. ત્યાં દૈવયોગથી મારો પુત્ર બળી મર્યો અને વરસાદ આવવાથી સળગેલી ચિંતા ઓલવાઇ ગઇ તેથી હું નદીના પૂરમાં તણાતી તણાતી બહાર જીવતી નીકળી. અને ગોવાળીયાને ત્યાં સ્ત્રી થઇ. ગોરસ વેચી મારો નિર્વાહ કરું છું. આટલું બધું જેના શરીર ઉપર વીતેલું છે તેને આ દુ:ખ શા લેખામાં ! પરંતુ આ ગોરસ નિમિત્તે લોકોના દયા ભરેલા વચન સાંભળી મને હસવું આવ્યું. આ વચન સાંભળી રાજાએ તેને સુખી કરી. લોકમાં એવું કહેવાય છે કે એ જ જગ્યાએથી મહી નદીનો પ્રવાહ ચાલ્યો. એક દિવસ ભોજરાજા એક મોટી પથ્થરની મોટી શિલા સામું લક્ષ રાખી ધનુર્વેધનો ઘણો અભ્યાસ કરતો હતો તે વખતે શ્વેતામ્બર શ્રી ચંદનાચાર્ય તે જગ્યાએ આવી એક કાવ્ય બોલ્યા કે - પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧ ૧૧૬
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy