SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ વ્યવહા૨ ક૨વા યોગ્ય છે, ને પરમપદ ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રકારનું રાજાને તથા સર્વ દર્શનના પુરુષોને કહી ભારતી (શારદા દેવી) અન્તર્ધાન થઇ. પછી સર્વે દર્શનના પુરૂષોએ એક શ્લોક કરી રાજાને આપ્યો કે અહિંસા લક્ષણ ધર્મ પાળવા યોગ્ય છે, ભારતી દેવી માનવા યોગ્ય છે ને ધ્યાનથી મુક્તિ પમાય છે એવો સર્વ દર્શનીઓનો એક મત છે. વળી એક દિવસ એ નગરમાં રહેનારી સીતા નામની રાંધનારી પરદેશી લોકોનું રાંધણું રાંધી પોતાનો નિર્વાહ કરતી હતી. ત્યાં કોઇ પરદેશી સૂર્ય ગ્રહણને દિવસે જલાશયમાં જઇ મંત્ર જપી માલકાંકણીનું તેલ પીને ઘેર આવી રાંધી મૂકેલી રસોઇ જમ્યો. તેથી તત્કાળ તેને ઉલટી થઇ અને અચેતન થયો. તેની પાસે તે વખતે ઘણા પૈસા હતા તે જોઇ આ સ્ત્રીને વિચાર થયો કે આની પાસે દ્રવ્ય છે તેથી એને માર્યાનું કલંક મારે માથે આવ્યા વિના રહેશે નહીં અને તેથી મારું કમોત થશે તે કરતાં પહેલાં મરવું એ ઉત્તમ છે. એમ ધારી ઉલટી કરેલું અન્ન ઝેરવાળુ જાણી પોતે મરવાને વાસ્તે ખાઇ ગઇ. તેમાં રહેલું માલકાંકણીનું મંત્રેલું તેલ તેના પેટમાં સ્થિર રહેવાથી એકદમ જિહ્વાગ્રે સર્વ વિદ્યા પ્રગટ થઇ. તેથી રઘુવંશાદિક કાવ્ય તથા વાત્સ્યાયનાદિક કામશાસ્ત્ર તથા ચાણાક્યાદિક નીતિશાસ્ત્ર તેમનો પોતાની મેળે અભ્યાસ કરી નવ યૌવન અવસ્થામાં આવેલી મહાવિદ્વાન વિજયા નામની પોતાની પુત્રી સહિત ભોજ રાજાની સભામાં આવી તેના સામુ જોઇ બોલી. તે વખતે ભોજ રાજાની આખી સભા ચિત્રામણના આકારે સ્થંભિત થઇ ગઇ. તે બોલી - હે રાજન્ શત્રુ કુળનો નાશ કરવો એ શૌર્યનો અવિધ છે. આ આખુ બ્રહ્માંડ રૂપી પાત્ર ભરાઇ જાય એ યશનો અવિધ છે અને સુતરનો ત્રાગડો (તાંતણો) પણ ન રાખતાં જે માગે તે આપી દેવું તે દાનનો અવિધ છે, સમુદ્ર એ પૃથ્વીનો અવધિ છે. હિમાચલની પુત્રી પાર્વતીના પતિ શિવના ચરણ યુગલને પ્રણામ કરવો એ શ્રદ્ધાનો અવધિ છે. એમ સર્વે વસ્તુનો અવધિ છે પરંતુ હે ભોજ રાજન્ ! તારા ગુણનો અવિધ નથી. આ સાંભળીને આનંદ પામતા રાજા વિજયા સામુ જોઇ તેના રૂપમાં મોહિત થઇ ઘેલછાના જોરમાં બોલ્યો કે તું તારા સ્તનનું વર્ણન કર. આ સાંભળી વિજયા બોલી - उन्नाहोश्चिबुकावधिर्भुजलतामूलावधिः संभवो विस्तारो हृदयावधि: कमलिनीसूत्रावधिः संहतिः । वर्णः स्वर्णकथावधिः कठिनता वज्राकरक्ष्मावधिस्तन्वङ्ग्याः स्तनमण्डले यदपरं लावण्यमस्तावधि ॥१॥ સ્તન મંડલની ઊંચાઇનો અવધિ, ચિબુક પર્યંત છે, એના સંભવનો અવિધ, હાથના મૂલ પર્યંત છે. એના વિસ્તારનો અવધિ, હૃદય પર્યંત છે. એના પરસ્પર સજ્જડ રીતે મળી જવાનો અવિધ, કમલના તાંતણાનો પણ એ બેની વચે પ્રવેશ ન થાય એ છે. અને એના સુંદ૨ વર્ણનો અવધિ, સુવર્ણ સરખી ઉપમા આપવી એ છે. વળી એની કંઠનતાનો અવિધ, વજ્રભૂમિની ઉપમા આપવી એ છે. પરંતુ એ સ્તન મંડળમાં રહેલા લાવણ્યપણાનો તો (એક જાતના સુંદર ચમત્કારી ગુણનો) અવિધ જ નથી. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ SA ૯૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy