SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કરી સમુદ્રમાં વહાણ મૂકાવી તે કામમાં ચતુર લોકો પાસેથી છ માસે તે મંદિર ખોલાવી પ્રશસ્તિ ઉતરાવી મંગાવી જોયું તો જે ધનપાળ પંડિતે કહ્યો હતો તે જ ઉત્તરાદ્ધ નીકળ્યો. આ જોઈ રાજા ઘણો પ્રસન્ન થઈ તેને યોગ્ય શિરપાવ આપ્યા. આ પ્રકારે ખંડ ખંડ પ્રશસ્તિનાં ઘણાં કાવ્ય છે તેનો સંક્ષેપ વૃત્તાંત અહીં અમે કહ્યો છે. એક દિવસે ધનપાળને ભોજ રાજાએ પૂછ્યું કે હાલમાં શા કામમાં રોકાયા છો કે પ્રથમની જેમ અત્રે આવી શકતા નથી. તેનો ઉત્તર ધનપાળે કર્યો કે હું હાલમાં તિલકમંજરી નામના ગ્રંથની રચનામાં વ્યગ્ર છું. પછી તે ગ્રંથ સાંભળવામાં રાજાની ઘણી રૂચિ જોઇ ધનપાળ બોલ્યો કે એ ગ્રંથમાં તમારું નામ મારાથી દાખલ નહીં થઈ શકે માટે તે વાત જવા દો પણ રાજાએ કહ્યું કે હું તમને હરકત નહીં કરું, એવું નક્કી કરી શિયાળાની પાછલી રાતના છેલ્લા પ્રહરમાં સારો અવકાશ મળવાથી તે જ સમયે પ્રથમ લખેલી તિલકમંજરીની પ્રત લઈ તેનું વ્યાખ્યાન રાજા આગળ ધનપાન કરતા હતા. રાજાએ એ ગ્રંથમાં ઘણો જ ઉભરાઈ જતો રસ છે એમ ધારી તે પ્રતની નીચે સોનાનો થાળ મુકી તેમાં એક કચોળુ (પડઘીવાળા વાટકા જેવું) મૂકી તે ઉપર પુસ્તકની ગોઠવણ કરી હતી કે રખે એમાંથી રસ ઉભરાઈ બહાર નીકળી જાય. એવા હેતુથી પ્રીતિપૂર્વક તે ગ્રંથ સાંભળી રહ્યા પછી તે ગ્રંથની બેહદ મધુરતાથી અતિ આશ્ચર્ય પામેલો રાજા બોલ્યો કે આ ગ્રંથમાં કથાનો નાયક મને કર, ને વિનીતાનગરીના સ્થાને અવંતીનગરી કર અને શક્રાવતાર તીર્થના સ્થાને મહાકાળેશ્વર મહાદેવને કર. આ પ્રકારની ગોઠવણ એ ગ્રંથમાં કરે તો જે માંગે તે તને તરત આપું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી ક્રોધાયમાન થઈ ધનપાળ બોલ્યો, અરે ખજુવો ને સૂર્ય એ બેમાં જેટલો ફેર છે તેમજ સર્ષપ અને મેરૂ પર્વતમાં તથા કાચ ને કંચનમાં તથા ધતૂરા અને કલ્પવૃક્ષમાં જેટલો તફાવત છે તેટલો મોટો અંતરાય તમારા કહેવા પ્રમાણે કરવામાં છે એમ કહી એક ગાથા બોલ્યો તે એ કે. દુર્જનની પેઠે બે મોઢે બોલતો ને મૂર્ણપણું છતાં મહા કવિનું નામ ધરાવતો, વળી તારા નામના ઘણા ગ્રંથ કરી આપ્યા છતાં પણ જેનો લોભ તો માતો જ નથી અને પુષ્કળ પીડા કરતા બાણની જેમ હૈયામાં શલ્ય સમાન નડતો તું મરીને પાતાળમાં કેમ પેસી જતો નથી ? કે ચણોઠીથી સોનું જોખી કિંમત પણ તેની બરોબર કરવા ઇચ્છે છે. ઇત્યાદિ ધનપાળનો આક્રોશ સાંભળી ભોજ રાજાને અતિશય ક્રોધ ચડ્યો તેથી તેણે તે મૂળ પ્રત બાળીને ખાખ કરી; તે જોઈ ધનપાળને ઉપરથી તથા અંતરથી વૈરાગ્ય થયો ને નીચું મોઢું કરી પોતાના ઘરના પાછલા ભાગમાં એક જુના પલંગ ઉપર નીસાસા નાંખતો ઘણીવાર સૂઈ રહ્યો. તે ધનપાળની તિલકમંજરી નામની પુત્રી ઘણી પંડિત હતી. તેણીએ સ્નાન સહિત ભક્તપાન ભોજનાદિક કરાવ્યું. આગ્રહથી ઉદાસીનું કારણ પૂછતાં ધનપાળે બનેલી વાત કહી. તે સાંભળી તિલકમંજરીએ કહ્યું. તમે કોઈ ચિંતા કરશો નહીં. કેમકે દિવસ રાત મહેનતથી કરેલો ગ્રંથ હું પ્રાતઃકાળમાં તમારા સ્થાનમાંથી કચરો વાળતી વખતે બધો વાંચી લેતી હતી તેથી એ ગ્રંથ મારે કંઠસ્થ છે. તે સાંભળી ધનપાળ ઘણો ખુશ થયો. પછી તિલકમંજરીએ પોતાના કંઠથી સંભારી સંભારીને તે ગ્રંથ અડધો લખ્યો ભોજ તથા ભીમરાજાનો પ્રબંધ ૯૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy