SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મતમાં હાલ કોઇ જ્ઞાનાતિશય છે કે નહીં ? ત્યાર ધનપાળે કહ્યું “અહંતુ ચૂડામણી” નામનો ગ્રંથ છે, જેમાં ત્રણ લોકની વસ્તુનું ત્રિકાળ સંબંધી જ્ઞાન અદ્યાપિ દેખાય છે. આવું વચન સાંભળી તેની પરીક્ષા કરવાને ત્રણ દ્વારના મંડપમાં જઈ ઉભો રહી રાજા બોલ્યો કે, “હે ધનપાળ મારું નીકળવું કયા દ્વારમાંથી થશે ? આ પ્રકારે શાસ્ત્રને માથે કલંક બેસાડવા રાજા તૈયાર થયો તેને જોઈ ધનપાળે વિચાર કર્યો કે લોકમાં એવો ઉખાણો છે કે “પૂનમનો પડવો” અમાસની બીજ વણ પૂછ્યું મુહૂર્ત તેરશ ને ત્રીજ. તેની પેઠે રાજાના મનમાં શાસ્ત્ર સાચાં છે એમ ઠસાવવા આ વણ પૂછ્યું મુહૂર્ત છે. માટે આનો નિર્ણય યુક્તિપૂર્વક કરવો જોઇએ. જેમ પૂર્વે જોશી લોકોએ સર્વ કામ સિદ્ધ થાય એવી પોતાના બુદ્ધિબળે તેરશ કલ્પી છે એ વાત આ વખતે મારે પણ બુદ્ધિબળથી સાચી કરવી જોઇએ એમ ધારી ભોજ પત્રમાં રાજાના પ્રશ્નનો નિર્ણય લખી, એ માટીના ગોળામાં ઘાલી રાજાની પાસે ઉભેલા સેવકની છાબડીમાં એ ગોળો મૂકી કહ્યું કે હે રાજન ! હવે તમારે જે દ્વારથી નીકળવું હોય તે દ્વારે નીકળો. પછી રાજા પણ વિચારમાં પડ્યો કે હું પણ એના બુદ્ધિરૂપી સંકટમાં પડ્યો. પણ કાંઈ ચિંતા નહી. આ ત્રણ દ્વારમાંથી એક દ્વારનો નિશ્ચય કર્યો હશે એમ વિચારી પાસે ઉભેલા સૂત્રધારો પાસે તે મંડપમાં રહેલી પદ્મશીલા (વચમાં મોટી છાટ) ખસેડાવી તેમાં રહેલા ગુપ્ત રસ્તા વડે બહાર નીકળી ગયો. પછી પેલો ગોળો ભાંગી પેલા ભોજપત્રમાં લખેલા અક્ષરો વાંચ્યા તો તેમાં તે જ વાત લખી હતી. તે જોઈ જૈન શાસ્ત્રની ઘણી પ્રશંસા કરી. તે ઉપર એક કાવ્ય કહ્યું જે જે વસ્તુને વિષ્ણુ બે નેત્રથી, શિવજી ત્રણ નેત્રથી, બ્રહ્મા આઠ નેત્રથી, સ્વામી કાર્તિક બાર નેત્રથી, રાવણ વીસ નેત્રથી, ઇંદ્ર હજાર નેત્રથી તેમજ અસંખ્ય નેત્રથી જે વસ્તુને દેખી શકતા નથી તે વસ્તુને પંડિત પુરુષ પોતાના બુદ્ધિરૂપ નેત્રથી જુએ છે. વળી ધનપાળે ઋષભપંચાશિકા નામે ઋષભ દેવની સ્તુતિનો ગ્રંથ કરી રાજાને દેખાડી પ્રસન્ન કર્યો. વળી એ સરસ્વતીકંઠાભરણ નામના પ્રાસાદ પ્રશસ્તિના શ્લોક પોતે કરી રાજાને દેખાડ્યા. એમાંના એક શ્લોકનો અર્થ : હે રાજનું ! તે પૃથ્વીને ધારણ કરી, શત્રુનું હૃદય વિદારણ કર્યું ને બળવાન રાજાની લક્ષ્મી ગ્રહણ કરી, એ ત્રણે કામ તે યુવાનીમાં કર્યો ને પુરાણ પુરુષ વિષ્ણુએ એ ત્રણ કામ કરવા વાસ્તે ત્રણ અવતાર ગ્રહણ કર્યા. વરાહ અવતાર લઈ પૃથ્વી ધારણ કરી, નરસિંહ અવતાર લઇ શત્રુનું હૃદય ભેવું. વામન અવતાર લેઈ બળીરાજાની લક્ષ્મી લીધી. આ પ્રકારનો કાવ્ય અર્થ સાંભળી તે પટ્ટિકાના શરપાવમાં રાજાએ એક સુવર્ણનો કળશ આપ્યો વળી તે પ્રાસાદમાંથી નીકળતાં તેની બારસાખના ભાગમાં કામદેવની મૂર્તિ પોતાની રતિ નામની સ્ત્રી સાથે હાથ તાળી આપી હાસ્ય કરતી જોઈ રાજાએ તેનું કારણ ધનપાળને પૂછ્યું. તેનો અર્થ : એ કે શંકર કામને બાળી પોતાના બ્રહ્મચર્યથી સર્વોપરી બની ત્રણ જગતમાં વિખ્યાત સંયમ ધારણ કરતા હતા. તે શિવ, પાર્વતીના વિયોગને ન સહન કરતાં પોતાના અર્ધા શરીરમાં નિરંતર સ્ત્રીને રાખે છે એમ સ્ત્રી વિના ક્ષણમાત્ર પણ જેને ચાલતું નથી એવા તેણે આપણને જીતી લીધા છે ? એમ કહી પોતાની સ્ત્રીના હાથમાં તાળી દઈ આ કામદેવ હાસ્ય કરે છે. ૮૮ પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy