SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ આ 79 કરવું જોઈએ અને રાગથી રહિત તથા વિવિધ વિનયોથી યુક્ત રહેવું જોઈએ.” આચાર્ય પૂજ્યપાદ સર્વાર્થસિદ્ધિમાં જણાવે છે કે, “દિર:પ્રવૃતિ: રસધુ." અર્થાત્ સાધુ તે છે જે ચિરકાળથી, જિનદીક્ષામાં પ્રવ્રજિત થઈ ચૂક્યા છે.' તાત્પર્ય કે સાધુનો સંબંધ શિક્ષા-દીક્ષા દેવાથી નથી હોતો. છતાં પણ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીના સાધનાપથ પર તેઓ આચાર્ય-ઉપાધ્યાયની જેમ જ આગળ વધે છે. પંચ-પરમેષ્ઠી વ્યાખ્યા : પંચ-મરમેષ્ઠી એટલે પરમપદને પામેલ શુદ્ધ આત્મા. આચાર્ય કુંદકુંદ મોક્ષપાહુડીમાં જણાવે છે કે, “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, મારા આત્મામાં જ પ્રક્ટ થઈ રહ્યા છે તેથી આત્મા જ મારું શરણ છે.” શ્રી યોગીન્દ્ર પરમાત્મા પ્રકાશમાં કહે છે કે, જો તે સિદ્ધ પરમેષ્ઠી વ્યવહારનયથી લોકના શિખરની ઉપર બિરાજે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી તે આપણા આત્માસ્વરૂપમાં જ સ્થિર છે.” તાત્પર્ય કે આ પંચ-પરમેષ્ઠીનો વાસ આપણા આત્મામાં જ છે. માટે આત્માનું શરણું સ્વીકારવાનું છે. આચાર્ય કુંદકુંદ પરમેષ્ઠીની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “પરમેષ્ઠી તે છે – જે મલરહિત. શરીરરહિત. અનિન્દ્રિય, કેવલજ્ઞાની, વિશુદ્ધાત્મા, પરમજિન અને શિવંકર હોય.” મલરહિતનું તાત્પર્ય છે કે અઢાર દોષો–ભૂખ, તરસ, જરા, રોગ, જન્મ, મરણ, ભય, મદ, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, અરતિ નિદ્રા, વિસ્મય, વિષાદ, પ્રસ્વેદ અને ખેદથી શુદ્ધ થવું. આ પરમેષ્ઠીનો સૌથી મોટો ગુણ છે. પરમેષ્ઠીઓ મોલમાં બિરાજમાન હોય છે તેથી તેઓ શરીરરહિત નિરાકાર હોય છે અને અનિન્દ્રિય હોય છે. કેવલજ્ઞાની જ મોક્ષપદને પામે છે, તેમજ આ પદ પામવાવાળા શુદ્ધ આત્મા જ હોય છે, અને પરમ જિન તથા શિવ પણ હોય છે. અર્થાત્ પરમેષ્ઠીનું સ્વરૂપ આવું હોય છે. નવકાર મંત્ર અને એનું મહત્ત્વ : જેને ધર્મનો પાયાનો મૂળ મંત્ર નવકાર મંત્ર પંચ પરમેષ્ઠીથી સંબંધિત છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકના સર્વ સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. ડૉ. જગદીશચંદ્ર જન “નવકારમંત્ર' પ્રાચીનતા વિશે જણાવે છે કે, “The original doctrine was contained in the fourteen purvas ‘old texts' which Mahavira himself had taught to his Ganadharas.":10 અર્થાત્ જૈન પરંપરામાં “નવકારમંત્ર સૃષ્ટિની જેમ જ અનાદિકાળથી માનવામાં આવે છે. ભગવાન મહાવીરે ૧૪ પૂર્વોની વિદ્યા, પોતાના ગણધરોને સ્વયં પ્રદાન કરી હતી.' Dr. A. S. Altekar ggud $, "Mr. Mohanlal Bhgwandas Jhaveri thinks that the
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy