SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ 73 પણ એનો પાર પામવાને માટે સમર્થ નથી. આ શ્રુતજ્ઞાન દ્વારા ભવસમુદ્રને પાર પામીને શાશ્વત સુખ રૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રુતધરોને વંદના : શ્રુતભક્તિમાં શ્રુતધરોને વંદના કરવામાં આવી છે. ભગવાન મહાવીર ઉપરાંત ત્રણ કેવળી અને પાંચ શ્રુતકેવળી શ્રુતધૃત કહેવાય છે. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પણ કેવળી જ હતા. શ્રી શાંતિસૂતિએ ‘ચૈઇયવન્દણમહાભાસ'ના પ્રારંભમાં જ લખ્યું છે કે, જેના મહાહૃદ રૂપી મુખથી દ્વાદશાંગીની મહાનદી ઉત્પન્ન થઈ છે, એવા ગિરિ જેવા ગણધરોને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું.' ( આચાર્ય શુભચંદ્રે ‘જ્ઞાનવર્ણ’માં જણાવ્યું કે, જે શ્રુતસ્કન્ધરૂપી આકાશમાં ચંદ્રની સમાન છે, સંયમશ્રીને વિશેષરૂપથી ધારણ કરવાવાળા છે એવા યોગીન્દ્ર ઇન્દ્રભૂતિ ગૌતમને હું ધ્યાનસિદ્ધ માટે નમસ્કાર કરું છું.” શ્રુતધરો કે જેમણે દ્વાદશાંગીની રચના કરી છે અને શ્રુતજ્ઞાનને પામવા માટે સંયમી શ્રુતધર કેવળીને ધ્યાનસિદ્ધ માટે શાસ્ત્રકારો, વિદ્વાનોએ નમસ્કાર કર્યા છે. શ્રુતભક્તિનું ફળ : શ્રી ઉમાસ્વાતિના ફળ વિશે જણાવે છે કે, “ “તત્ત્વાર્થસૂત્ર'નો એક વાર પાઠ કરવાથી જ એક દિવસના ઉપવાસનું ફળ મળે છે.' આચાર્ય કુંદકુંદાચાર્યનું શ્રુતભક્તિનું ફળ વિશેનું મંતવ્ય આ પ્રમાણે છે કે, “સમયપ્રાકૃત’નું પઠન કરીને જે એના અર્થમાં સ્થિર થશે, તે ઉત્તમ સુખ, અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરશે.” આચાર્ય પૂજ્યપાદ ‘સ્વાર્થસિદ્ધિ’માં શ્રુતભક્તિના ફળને વર્ણવતાં ણાવે છે કે, ‘“સર્વાર્થસિદ્ધિ’ને ભક્તિપૂર્વક સાંભળવાથી અને ભણવાથી ૫૨મસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પછી દેવેન્દ્ર અને ચક્રવર્તીના સુખનું કહેવું જ શું ?' શ્રુતભક્તિનું ફળ પરમસુખ અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિ છે. પછી તેની તુલનામાં બીજાં ભૌતિક સુખ ક્યાંથી આવે ? દેવેન્દ્ર કે ચક્રવર્તીનાં સુખ તો મળે જ છે. ૩. ચારિત્ર ભક્તિ ‘સર્વાર્થસિદ્ધિ’માં આચાર્ય પૂજ્યપાદ જણાવે છે કે, “વરિત વર્યતેઽનેન ઘરળમાત્ર વા ચારિત્રમ્ ।'' અર્થાત્ જે આચરણ કરે છે, જેના દ્વારા આચરણ કરવામાં આવે કે આચરણ કરવું માત્ર ચારિત્ર કહેવામાં આવે છે. તાત્પર્ય કે આચરણનું બીજું નામ ચારિત્ર છે. ચારિત્રના બે પ્રકાર છે : સારું ચારિત્ર અને ખરાબ ચારિત્ર. ચારિત્ર ભક્તિનો સંબંધ સારા ચારિત્રથી છે. જૈન સાહિત્યમાં તેને સમ્યગ્ ચારિત્ર કહેવામાં આવ્યું છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy