________________
64
|| ભક્તામર તુર્થ્ય નમઃ ||
સ્તોત્ર અને મહાવીર સ્તોત્રનું નિર્માણ કર્યું હતું. અનેક નિગ્રંથકારોએ અનેક સંસ્કૃત સ્તોત્રની રચના કરેલી છે.
૩. સંસ્તવ, સ્તવ અને સ્તવન :
'સંસ્તવનું સંસ્તવઃ' અર્થાત્ સમ્યક્ પ્રકારે સ્તવન કરવું તેને જ સંસ્તવ કહેવાય છે. તાત્પર્ય કે સંસ્તવમાં સમ્યક્ જોડાયેલું હોય છે, નહીંતર તે સ્તવ કે સ્તવન જ છે.
‘અભિધાન-રાજેન્દ્રકોશ’માં જણાવ્યા અનુસાર “સંસ્તવ શબ્દ, ‘વાતુનુńવિન્થિને’, ‘તેન સન્ન આત્મન: સમવન્યસ્થિને', ‘પરિચયે પ્રત્યાક્ષૌ’ અને ‘સ્નેÈ’ આદિ અનેક અર્થોમાં થાય છે. પરંતુ પ્રમુખ રૂપથી એનો સંબંધ પરિચય અને શ્લાઘાથી જ છે.’’
ભક્તિના ક્ષેત્રમાં સંસ્તવ શબ્દનો અર્થ માત્ર ચોવીશ તીર્થંકરોથી સંબંધિત છે, કોઈ પણ લૌકિક પુરુષ સાથે નથી. ભક્તની ભગવાન સાથેની ઘનિષ્ઠતા જ સંસ્તવ છે.
વટ્ટકેરકૃત ‘મૂલાચાર'માં તીર્થંકરના અસાધારણ ગુણોની પ્રશંસા કરવાને જ સ્તવ તરીકે સ્વીકાર કરવામાં આવેલ છે.
સંસ્તવન, સ્તવ, સ્તવન બધાને એક જ ગણવામાં આવ્યા છે. તેમાં કોઈ ભેદ નથી.
સ્તવ અને સ્તોત્રમાં તફાવત બતાવતાં શ્રી શાંતિસૂરિ જણાવે છે કે, “સ્તવ ગંભીર અર્થવાળા અને સંસ્કૃત ભાષામાં રચવામાં આવેલા હોય છે તથા સ્તોત્રની રચના વિવિધ છંદો દ્વારા પ્રાકૃત ભાષામાં થાય છે.’
અર્થાત્ સ્તવ સંસ્કૃત ભાષામાં અને સ્તોત્ર પ્રાકૃત ભાષામાં રચવામાં આવે છે. આવો ભેદ કેટલાક સમય સુધી ચાલ્યો હશે. પરંતુ પછીથી આવો ભેદ નહીં રહ્યો હોય. કારણ કે ભદ્રબાહુ સ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે. ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ સંસ્કૃત છે અને ‘પંચકલ્યાણ સ્તવનમ્' પ્રાકૃતમાં રચાયેલું છે.
સ્તવના પ્રકારો : ‘મૂલાચાર'માં વટ્ટકેરે સ્તવ કે સ્તવનના છ પ્રકાર કહ્યા છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ.
પંડિત આશાધરે પણ ‘અનગારધર્મામૃત'ના આઠમા અધ્યાયમાં સ્તવનના આ જ છ પ્રકાર ગણાવ્યા છે. તેમાં ચોવીશ તીર્થંકરોના વાસ્તવિક અર્થવાળાં ૧૦૦૮ નામોથી સ્તવન કરવામાં આવે તેને ‘નામસ્તવ’ કહ્યું છે. તીર્થંક૨દેવની મૂર્તિ કે બિંબના સ્તવનને ‘સ્થાપના સ્તવ', આચાર્ય-ઉપાધ્યાય અને સાધુના શરીર સ્તવનને ‘દ્રવ્ય-સ્તવ’, જૈન મહાપુરુષો અને તીર્થંકરોના સંબંધિત સ્થાનોના સ્તવનને ‘ક્ષેત્ર-સ્તવ’, તીર્થંકરના પંચકલ્યાણક અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાના સ્તવનને ‘કાલસ્તવ' અને જિનેશ્વરદેવનો હૃદયમાં સ્થાપીને તેમના પ્રત્યે ઉદ્ભવતા પ્રશંસાયુક્ત ભાવોને