SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 34 છે || ભક્તામર તુલ્ય નમઃ | જૈન સાહિત્યનું સર્વપ્રથમ આલેખન શ્રી ઉમાસ્વાતિએ જ તત્ત્વાર્થધિગમ' સ્તોત્રમાં કર્યું હતું. પ્રાચીનકાળમાં તો આ ભાષામાં ન માત્ર જૈન સ્તોત્રસાહિત્ય જ લખાયું પરંતુ જૈનેતર સંસ્કૃત સાહિત્યમાં તેની સર્વોત્તમ પ્રકારની ટીકાઓ, પ્રટીકાઓની રચના પણ કરાઈ. તેની ફળશ્રુતિ રૂપે આજે જૈન સાહિત્ય સંસ્કૃત ભાષામાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે અને એમાં પણ સ્તોત્રસાહિત્ય તો અપૂર્વતાને પામેલું છે. જૈન આગમો, પ્રાચીન ગ્રંથો આદિમાં પણ સ્તવન-સ્તોત્રોનો મહિમા ગવાયો છે. આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સ્તોત્રનું પઠન-પાઠન એક પ્રધાન અંગ રહ્યું છે. અનેક પ્રકારના ભયો, રોગો આદિને નાશ કરનારા ચિંતામણિ રત્નની જેમ સ્તુતિ-સ્તોત્ર પણ અનેક આપત્તિનો નાશ કરનારા ચિંતામણિ રત્ન જેવાં ભાવરત્નો છે. જે લોકેષણા ખાતર નહીં પરંતુ આચાર્યોએ જનકલ્યાણ અર્થે રચેલાં છે. તાત્પર્ય કે પ્રાચીન કાળમાં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ આદિ તે સમયે પ્રધાનપણે વપરાતી ભાષામાં અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવના ભાવવાહી સ્તવન-સ્તોત્રોની રચના પરમાર્થ નિષ્ઠાવાળા મહાપુરુષો-વિદ્વાનો કરતા હતા. આ રીતે ઉચ્ચ કોટિના વિશિષ્ટ આરાધક પુણ્યાત્માના હૈયામાંથી પરમાત્મા પ્રતિ સ્વયંભૂ ભક્તિગંગા પ્રગટ થઈ સ્તોત્રો રૂપે જગતના જીવોને પણ ભાવભક્તિથી ગંગામાં અવગાહી જીવનની પરમશુદ્ધિ તરફ વળવા માટે પ્રેરણા આપે છે. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આરાધનાનો પંથ કોઈ સીધો-સાદો પંથ નથી. તેમાં કાયિક, વાચિક અને માનસિક સંયમના જે નિર્દેશો છે, તે ભલભલાને શિથિલ બનાવી દે છે. પળે પળે હર્ષ, શોક, ઈર્ષા, ક્રોધ વગેરેમાં રંગાતા મનને વશમાં રાખી શાસ્ત્રોના કહ્યા પ્રમાણે કર્મ કરવાં અતિ કઠિન થઈ પડે છે. સાધન અને સમયની વિષમતા ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે, તથા ગુરુગમ્ય પરંપરાની પ્રાપ્તિના અભાવે ઉત્તરોત્તર આગળ વધવામાં મુશ્કેલીઓ આવે છે. તેથી આપણા પ્રાચીન આચાર્યોએ સ્તોત્ર-સાહિત્યની સૃષ્ટિ સર્જી છે, અને સર્વસાધારણને ઉત્તમ આરાધનાનો લાભ મળે તે માટે સરલતમ ઉપાય કહી તેઓને બિરદાવ્યા છે, તે પ્રસિદ્ધ છે."* પ્રભુભક્તિની આરાધનાનાં ભિન્ન ભિન્ન અંગોમાં સ્તુતિ-સ્તોત્રનું સ્થાન મહત્ત્વનું છે. આ પ્રકારનું મહત્ત્વનું ધ્યાન રાખીને જ પૂર્વાચાર્યોએ સ્તોત્રોની રચના કરી છે. સ્તોત્રનું સ્વરૂપ : સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર આ ત્રણે શબ્દો વ્યુત્પત્તિ અને રૂઢિના આધારે સમાનાર્થી શબ્દો છે. જેને સાહિત્યમાં પણ સ્તોત્રને થોય. સ્તુતિ કે સ્તોત્ર નામથી ઓળખવામાં આવ્યાં છે. સ્તવ અને સ્તવન પણ આનાં જ નામ છે. જો કે સ્તવ અને સ્તોત્રમાં કેટલાક વિદ્વાનોએ ભેદ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy