SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ 510 | ભક્તામર સુભ્ય નમઃ | ભક્તામરના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે, ત્યારે આ ભક્તામરના પ્રથમ ચરણની પાદપૂર્તિરૂપ છે. એટલી તેમાં વિશેષતા છે. (૯) શ્રી જિન ભક્તામર Fાડવામં તુ વિવાનનનું સુરક્યું' પદથી શરૂ થતા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ આ કાવ્યના કર્તા શ્રી રત્નવિમલ છે. (૧૦) શ્રી ઋષભદેવ જિનસ્તુતિ ભક્તામર સ્તોત્રની એક પાદપૂર્તિ શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલાના બીજા વિભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. તેમાં પ્રથમ પદ પરથી અન્ય ત્રણ પઘોની પૂર્તિ કરવામાં આવી છે. તેના કર્તાનું નામ જાણવામાં આવ્યું નથી. (૧૧) શ્રી ભક્તામર સ્તોત્રમ્ પાદપૂર્યાત્મક ઝાલરાપત્તન નિવાસી નવરત્ન શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રના ૪૮ પદ્યોના ૧૯૨ ચરણો પર પાદપૂર્તિ કરેલી છે. તેની નકલ શ્રી અગરચંદજી નાહટા તરફથી જોવા મળેલી છે. તેનો પ્રારંભ – नाथ ! त्वदीय पदपद्मनख प्रभाऽसा । वन्तस्तमो हरति भक्तिरसप्लुतानाम् ।। એ શબ્દોથી થાય છે. ગિરિધર શર્માએ ૧૯૨ શ્લોકવાળા આ પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે જે કદાચ સૌથી મોટું પાદપૂર્તિરૂપ કાવ્ય છે. (૧૨) શ્રી નેમિવીર ભક્તામર શ્રી નેમિવીર-ભક્તામરની રચના શ્રી બાબુરામ જૈનશાસ્ત્રી (અધ્યાપક – હુકમચંદ્ર જેને નસિયા સંસ્કૃત વિદ્યાલય – ઇન્દોર)ની છે. આ પૂર્તિમાં લેખકે એક નવી પદ્ધતિ અપનાવી છે, જેમાં પ્રથમ પદ્યમાં પ્રથમ ચરણ, બીજા પઘમાં બીજું ચરણ, ત્રીજા પદ્યમાં ત્રીજું ચરણ અને ચોથા પદ્યમાં ચોથું ચરણ ભક્તામરની સમસ્યા રૂપે લીધેલાં છે. આ રીતે મૂળ સ્ત્રોતની સમસ્યાપૂર્તિ સાથે જ પ્રત્યેક પદ્યમાં શ્રી નેમિનાથ અને ભગવાન મહાવીરનાં ચારિત્રનું પણ સંયોજન કર્યું છે, જે દ્વિસંધાન પદ્ધતિને વરી લે છે. યમક અને અન્ય અલંકારોની સાથે વ્યંજન ક્રમિક નિર્વાહ પણ આમાં દર્શનીય છે. તેનાં કેટલાંક પદ્યો “અનેકાન્ત' માસિકમાં છપાયાં છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy