SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ક 505 તેના કર્તાનો સમય નિર્ણિત હોવો જોઈએ. એ ઉદાહરણ તરીકે જોઈએ તો, મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાના કાર્યની શરૂઆત જૈનોએ કરી છે એવો જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા તરફથી બહાર પડેલ જૈન મેઘદૂતની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય સૌપ્રથમ કોણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તર માટે આ સ્તોત્રની પાદપૂર્તિરૂપ કયાં કયાં કાવ્યો રચાયાં છે તેની સંપૂર્ણ જાણકારી મળવી જરૂરી છે. કારણ કે પ્રમાણ વગર પુરવાર કરવું શક્ય નથી કે સૌપ્રથમ કયું પાદપૂર્તિરૂપ કાવ્ય રચાયું હશે. પાદપૂર્તિરૂપ કાવ્યો રચવાનો ઉદ્દેશ શો હોઈ શકે ? એ વિશે વિચારતાં એમ લાગે છે કે, માનવીનો મૂળભૂત સ્વભાવ છે અન્યનું અનુકરણ કરવું. પછી ભલે તે વાસ્તવિક હોય કે અવાસ્તવિક હોય છતાં પણ તેમ કરવાને, સામાન્ય માનવી હોય કે મહાન વિદ્વાન બુદ્ધિશાળી માનવી હોય તે તેમ કરવાને લલચાય છે. અર્થાત્ અનુકરણ એ માનવીનો સહજ સ્વભાવ છે. જે માધ્યમ દ્વારા એક માનવી માન-કીર્તિ, ધન-દોલત, વિદ્યા પ્રાપ્ત કરતો દૃષ્ટિગોચર થાય છે, તે માધ્યમને અનુલક્ષીને તે અનુસાર વર્તન કરવા માટે અન્ય માનવી તૈયાર થઈ જાય છે. જે કવિઓ સરસ્વતી કૃપા દ્વારા વિદ્યા મેળવી સુંદર-મનોહારી કાવ્યોની રચના કરી કીર્તિને પામ્યા છે તેમના અનુસરણરૂપ અનેક માનવીએ તેવાં જ કાવ્યો રચવાની કોશિશ કરી છે જેને પાદપૂર્તિરૂપ કહી શકાય. આવાં પાદપૂર્તિરૂપ કાવ્યોમાં મૂળ સ્તોત્રકાવ્યના એક ચરણને લઈને (જે પ્રથમ ચરણ કે અંતિમ ચરણ પણ હોઈ શકે) રચના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જેન રચનાઓમાં શાકુંતલ, કુમારસંભવના રચિયતા મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ની મોહિનીમાં મુગ્ધ બનીને તેના જેવું દૂતકાવ્ય રચી, તેમના જેવી કીર્તિ મેળવવા કેટલાક જૈન અને અજૈન કવિઓએ પ્રયત્ન કર્યો છે. આવા જૈન કવિઓની વાદિચંદ્ર વિરચિત ‘પવન-દૂત’, જમ્બુકવિ રચિત ‘ચંદ્ર-દૂત’, વિનયવિજયગણિ રચિત ‘ઇન્દુ-દૂત’, ઉપાધ્યાય શ્રી મેઘવિજયે ‘મેઘદૂત-સમસ્યા' લેખ લખ્યો છે, સાંગણસુત વિક્રમ વિરચિત ‘નેમિ-દૂત’ વગેરે રચનાઓ છે. જ્યારે અજૈન કવિઓની ‘ઉદ્ધવ-દૂત’ના કર્તા માધવ, ‘મનોદૂત’ના કર્તા તેલાંગ વ્રજનાથ, ‘હંસદૂત'ના કર્તા રૂપગોસ્વામી આદિની રચનાઓ છે. તેવી જ રીતે કેટલાકે ભર્તૃહરિના વૈરાગ્યશતકને ધ્યાનમાં રાખી તેવાં જ શતકો રચ્યાં છે. જ્યારે કેટલાકે જયદેવના જેવું ગીતગોવિંદ રચીને પોતાની જયગાથા ગવડાવવાનો પ્રયત્ન કર્યો છે. જૈન કાવ્યોમાં પણ આવાં પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. ઉદાહરણ તરીકે, પ્રસાદતા અને સરળતાથી વિભૂષિત સિન્દૂર-પ્રકર જે શ્રી સોમપ્રભસૂરિ વિરચિત છે. તેની પાદપૂર્તિ રૂપે કાવ્યો રચાયાં છે. જેમાં હરિસાધુ રચિત ‘કપૂર-પ્રક૨’ છે. આ ઉપરાંત ‘કસ્તૂરી-પ્રકર’ અને ‘હિંગુલ-પ્રકર’ પણ રચવામાં આવ્યાં છે. આવાં તો અનેક ઉદાહરણો છે કે જેમાં જૈન કે અર્જુન કાવ્યોની છાયા રૂપે કે પાદપૂર્તિ રૂપે વિપુલ પ્રમાણમાં કાવ્યો રચાયાં છે. આવાં પાદપૂર્તિરૂપ કાવ્યો રચવામાં માનવીની અનુકરણરૂપ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy