SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ 496 ॥ ભક્તામર તુભ્યે નમઃ । ભક્તામર સ્તોત્રમાં સમાયેલાં અષ્ટકો : ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. શ્રી સારાભાઈ નવાબનું આ મંતવ્ય યથાર્થ છે. ભક્તામર સ્તોત્રનો એક એક શબ્દ શ્રી માનુતંગસૂરિએ ગૂઢાર્થથી ભરેલો છે અને દરેક શબ્દ, દરેક અક્ષર બીજમંત્ર સમાન છે. શ્રી નમસ્કાર મહામંત્રના વિસ્તાર રૂપે રહેલું આ ભક્તામર સ્તોત્ર જૈન શાસનના અતિપ્રાચીન અને પ્રસિદ્ધ તથા શક્તિશાળી ‘સૂરિમંત્ર’ સાથે પણ સંકળાયેલું છે. જૈન ધર્મ-શાસનની ધુરા સંભાળનારા તમામ આચાર્ય ભગવંતો સૂરિમંત્રની નિત્યક્રમ રૂપે આરાધના, સાધના તથા જાપ કરતા જ હોય છે. આ સૂરિમંત્રની મહાન શક્તિનો અર્થાત્ વિદ્યાષ્ટકોનો સમાવેશ ભક્તામર સ્તોત્રના શ્લોક ૧૨થી ૧૯ સુધીમાં શ્રી માનતુંગસૂરિએ કરેલો છે. આ સૂરિમંત્ર માત્ર પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા જ સાધી શકાય છે. સૂરિમંત્ર જેવું જ ફળ પ્રાપ્ત થઈ શકે તેવી ઘણી અદ્ભુત શક્તિઓ શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રમાં ગૂઢાર્થ રીતે ગુંફિત કરી છે. આથી એક સામાન્ય માણસ જો ભક્તામર સ્તોત્રનો પાઠ કરતો હોય તો તે પણ સૂરિમંત્રનો પ્રસાદ પામી શકે છે અને સૂરિમંત્રની આરાધનાથી જે ફળો પ્રાપ્ત કરી શકાતાં હોય તેને મેળવી શકે છે. સૂરિમંત્ર કલ્પમાં ભક્તામર સ્તોત્રની ૧૨મા થી ૧૯મા શ્લોક સુધી મહાવિદ્યાઓ હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિંહતિલકસૂરિ વિરચિત મંત્રરાજરહસ્યની ૧૩થી ૩૯મા શ્લોક સુધીમાં આઠ મહાવિદ્યાઓની સાધના-વિધિ બતાવવામાં આવી છે. તેમણે આ વિદ્યાઓને વિદ્યાષ્ટકોના નીચેના અનુક્રમથી આપી છે. (૧) બંધ મોક્ષિણી (૨) પરવિઘા ઉચ્છેદિની (૩) સારસ્વત વિદ્યા (૪) રોગપહારી વિદ્યા (૫) સ્થાવર વિષાપહારી તેમજ સર્વોપસર્ગહારી (૬) શ્રી સંપાદિની વિદ્યા (૭) દોષનિર્નાશી (૮) સકલ અશિવોપમની વિદ્યા. આમ આઠ પ્રકારની વિદ્યાનું વિદ્યાષ્ટક બતાવ્યું છે. ભક્તામર સ્તોત્ર પ્રમાણે શ્રી ગુણરતિસૂરિજીએ આ વિદ્યાષ્ટકવાળી આઠ વિદ્યાઓને અનુક્રમે નીચે પ્રમાણે જણાવી છે. (૧) શ્રી સારસ્વત વિદ્યા ભક્તામરનો ૧૨મો શ્લોક (૨) શ્રી રોગપહારી વિદ્યા ભક્તામરનો ૧૩મો શ્લોક (૩) શ્રી વિષાપહારી વિદ્યા ભક્તામરનો ૧૪મો શ્લોક (૪) શ્રી બંધમોક્ષિણી વિદ્યા ભક્તામરનો ૧૫મો શ્લોક (૫) શ્રી સંપાદિની વિદ્યા ભક્તામરનો ૧૬મો શ્લોક (૬) શ્રી પવિઘા ઉચ્છેદિની વિદ્યા ભક્તામરનો ૧૭મો શ્લોક
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy