SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ 472 ભક્તામર સુભ્ય નમઃ જ્ઞાની પુરષો એવા ન હતા કે જેઓ મંત્રના નામે લોકોને છેતરે. મહાન પુરુષોએ કલ્પવૃક્ષથી પણ અધિક મહિમા, જે શબ્દરૂપ સંપુટને સુઆયોજનપૂર્વક ગુંફિત કરવામાં આવ્યા છે, તેવા મંત્રોનો અધિક મહિમા ગાયો છે, તે પણ વાસ્તવિક છે, તેમાં લેશમાત્ર સંદેહને સ્થાન નથી. કારણ કે મહાન પુરુષોના મુખમાંથી વિશુદ્ધ ભાવથી નીકળેલા શબ્દો સર્વથા ભૂલ વગરના પૂર્વાપર વિરોધ વગરના અને પ્રમાણભૂત હોવાથી અત્યંત માનનીય છે. મંત્રનું પૂર્ણ ભક્તિ, દઢભક્તિ અને સંપૂર્ણ ઉત્સાહ સાથે જો મનન, ધ્યાન કે જાપ કરવામાં આવે તો ચોક્કસ ફળ આપે છે. મંત્રોની આરાધનાના સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત એ છે કે મંત્રની આરાધના બહુ જ શુદ્ધિપૂર્વક કરવી જોઈએ. અક્ષરના ઉચ્ચારણમાં હૂર્ત, દીર્ઘ આદિનો સંપૂર્ણ વિચાર કરીને ઉચ્ચાર કરવો જોઈએ. અર્થાત્ શબ્દનું ઉચ્ચારણ ખૂબ જ ચોખું હોવું જોઈએ. કારણ અશુદ્ધ મંત્રથી કોઈ પણ જાતનું કાર્ય સિદ્ધ થતું નથી. ભારતમાં ધર્મશાસ્ત્રો, પુરાણો, કથાગ્રંથો, પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રતો અને મહાપુરુષોનાં ચરિત્રોમાંથી કોઈ પણ વિષયનું પુસ્તક જોઈએ તો તેમાં મંત્ર કે તેના પ્રભાવ વિશે કંઈ ને કંઈ લખાયેલું ચોક્કસ મળી આવે છે. પ્રાચીન કાળના ભારતમાં મંત્રનો પ્રભાવ અને પ્રચાર ઘણા વિશાળ પ્રમાણમાં હતો. મંત્રશાસ્ત્ર વિષેનું વિવેચન બૌદ્ધ સાધુઓએ ઘણું બહોળા પ્રમાણમાં લખ્યું છે. પાંચમીથી દસમી સદી સુધીનાં પાંચસો વર્ષ દરમ્યાન આ વિષય ઉપર બેથી અઢી હજાર જેટલા નાનામોટા ગ્રંથો એકલા બોદ્ધોએ જ લખ્યા હતા. જૈન ધર્મની મંત્રની પ્રાચીનતા બૌદ્ધ ધર્મ પહેલાંની જોવા મળે છે. “શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ નામના ગ્રંથની પ્રસ્તાવનામાં વિદ્વાન લેખક શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલિસિટર જેનાગમોમાંથી પુરાવાઓ આપીને સાબિત કરવાના છે કે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ સંપ્રદાયની અસર પહેલાં પણ જૈનાચાર્યો આ વિદ્યાથી અનભિજ્ઞ ન હતા. જૈન ધર્મની અંદર મંત્રશક્તિ વિશે ઘણું લખાયું છે. મંત્રો પણ વિશાળ પ્રમાણમાં મળી આવે છે. મંત્રની વ્યાખ્યા જૈન ધર્મમાં થોડી વિશિષ્ટ રીતે આપવામાં આવી છે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે “મંત્ર શબ્દની પરિભાષા કરતાં જૈન ગીતાર્થોએ મૂળ ધાતુઓ તો તે જ માન્ય રાખ્યા છે. પણ અર્થમાં એક વિશિષ્ટતા આણી છે. યથા જેનાથી આત્માનો આદેશ નિજાનુભવ જ્ઞાત થાય તે મંત્ર, જેના વડે પરમપદમાં બિરાજમાન પાંચ ઉચ્ચ આત્માઓનો અથવા યજ્ઞાદિ શાસન દેવતાઓનો સાક્ષાત્કાર થાય તે મંત્ર. જેન સમાજમાં મંત્રનો આદર થતો હતો. અન્ય ધર્મમાં મંત્રનો નાની નાની બાબતોમાં ઉપયોગ થતો હતો. ધર્મના આવશ્યક કર્તવ્ય તરીકે તેનો સ્વીકાર કરવામાં આવતો હતો. જ્યારે જૈન ધર્મમાં મંત્રશાસ્ત્રનો અભ્યાસ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે થતો હતો. અને તેનો ઉપયોગ શાસનની રક્ષા નિમિત્તે જ કરાતો. જેને સમાજમાં અનેક મંત્રવાદીઓ થયા છે જેમાં માનવદેવસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, આચાર્ય ખપૂટાચાર્ય, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy