SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ *।। ભક્તામર તુર્થ્ય નમઃ ।। (૧) બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે તથા મનમાં નિશ્ચિત થયેલ વ્યક્તિ વશમાં થાય છે. (૨) ૧૦૮ વાર નિત્ય જપવામાં આવે તો ૪૫ દિવસમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વિવિધ વિદ્વાનોએ શ્લોક પ્રમાણે તેનો પ્રભાવ યંત્ર-મંત્ર સાથે જણાવેલ છે. ઉપર્યુક્ત ત્રણેય વિદ્વાનોએ જણાવેલ પ્રભાવ તે પ્રમાણે જ છે. 464 શ્રી પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબના શિષ્ય શ્રી અજય સાગર મહારાજ સાહેબે વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૫મો શ્લોક અને ૨૫મો શ્લોક બંને સાથે, માથા પર હાથ રાખી ગણવાથી કોઈ પણ પ્રકારના રોગનું નિવારણ થાય છે. તે અનુભવસિદ્ધ છે. શ્રી ગુણાકરસૂરિએ રચેલ અનેક પ્રભાવક કથાઓ પ્રચલિત છે. પરન્તુ જૈન શાસનમાં વર્તમાન કાળમાં પણ અનેક સ્તોત્રોની જેમ ‘ભક્તામર સ્તોત્ર'નો પ્રભાવ ભક્તોના જીવનમાં થતો રહ્યાનું મનાય છે. કેટલાક ભક્તોને આ સ્તોત્રના જાપથી કે તેની નિત્ય આરાધના કર્યાથી લૌકિક સુખો પ્રાપ્ત થયાનું, સમયની સાથે આવતાં અનેક વિઘ્નો દૂર થયાનું કે કેટલીક પ્રતિકૂળતાઓ દૂર થઈને સાનુકૂળતા થયાનું જાણવા મળે છે. ધાર્મિક પરિભાષામાં કહીએ તો ભક્તામર સ્તોત્રના નિત્ય પઠનથી દુષ્કર્મોનાં બંધન તૂટી ગયાં હોય અને જીવનમાં સુખશાંતિની પ્રાપ્તિ થઈ હોય તેવું અનેક લોકો માને છે. આ રીતે ભક્તામર સ્તોત્ર'નો નિત્ય પાઠ, જાપ સાચા હૃદયથી ક૨ના૨ને વિશેષ ફળદાયી છે એમ કહી શકાય અને આજના યુગમાં પણ તેનો પ્રભાવ જોઈ શકાય – જાણી શકાય – અનુભવી શકાય છે. જૈનદર્શન મહાન છે અને વિશ્વમાં તેનું અનોખું યોગદાન રહેલું છે. મંત્ર-સ્તોત્ર અથવા કોઈ પણ ધાર્મિક વિધિ એટલી વૈજ્ઞાનિક અને રહસ્યભરી પણ છે. જૈન ધર્મ જેટલો ભાવમય છે એટલો જ વૈજ્ઞાનિક છે. શ્રી માનતુંગસૂરિએ ધ્વનિ દ્વારા બેડીઓ તોડવાનો વૈજ્ઞાનિક સિદ્ધાંત સાબિત કર્યો હતો, શ્રી માનતુંગાચાર્યે રાજા દ્વારા લદાયેલી લોખંડની બેડીઓમાં બંધનમાં બંધન-ભેદની કલા સિદ્ધ કરી અને પરમાત્મામાં એકાકાર બન્યા. આ એકાગ્રતામાં અભેદથી નાદ પ્રગટ્યો; નાદથી આશ્રાવ્ય ધ્વનિ પ્રગટ્યો અને તે વિશિષ્ટ ધ્વનિતરંગોથી ઉત્પન્ન સ્તોત્રથી લોખંડની બેડીઓનાં બંધન તૂટ્યાં. એક એક શ્લોકનું સર્જન થતું ગયું અને એક એક બેડી તૂટતી ગઈ. આપણને વિચાર આવે કે, સૂરિજીના શ્લોકસર્જન દ્વારા લોખંડની બેડીઓ શી રીતે તૂટે ? શું શબ્દો દ્વારા લોખંડની બેડીઓ તૂટી શકે ખરી ? આ પ્રશ્નોનો સચોટ અને તાર્કિક ઉત્તર આજનું વિજ્ઞાન આપે છે કે, આપણો અવાજ અઢાર હજાર સાયકલ ઉપર જાય છે ત્યારે અશ્રાવ્ય થઈ જાય છે. જેવી રીતે અશ્રાવ્ય ધ્વનિને ઉત્પન્ન કરાવનાર ultrasonic drill વડે સેકન્ડના હજારમાં ભાગમાં અતિઘન મનાતો પદાર્થ (હીરો) તૂટી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy