SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રભાવિક સ્તોત્ર 457 તીન રત્નોં કી ત્રિવેણી, અનિંગનત કલપાન્ત તક, શાંતિ કી આકાશ ગંગા મેં, આત્મા શીતલ બનાતી હી રહેગી | કાવ્ય ‘ભક્તામર' અનોખા, વિશ્વ મેં બેજોડ હૈ ઇસલિયે સ્તોત્ર રચના કી, અભી તક હોડ હૈ || શ્રી હીરાલાલ પાંડેએ માનતુંગસૂરિની પ્રશસ્તિ કરતા ઉપર્યુક્ત સુંદર કાવ્ય દ્વારા માનતુંગનો અર્થ સમજાવી તેમના જીવનની ઝાંખી કરાવી છે. છેલ્લી પંક્તિમાં ભક્તામર સ્તોત્રનો મહિમા પણ વર્ણવ્યો છે. કવિ કહે છે કે, “ભક્તામર સ્તોત્ર અનોખું કાવ્ય છે, વિશ્વમાં તેની જોડ સખામણી કરી શકે તેવું કોઈ કાવ્ય નથી માટે તેને બેજોડ કહ્યું છે, અને તેથી કરીને જ સ્તોત્ર રચવાની હજી સુધી હરીફાઈ ચાલુ છે. (જેથી કોઈક એવું સ્તોત્ર બને કે જે ભક્તામર સ્તોત્રની સરખામણી કરી શકે.)'' ભક્તામર સ્તોત્રને બેજોડ કહ્યું છે. કેટલી સત્ય હકીકત કવિએ સહજતાથી કહી દીધી છે. ભક્તામર સ્તોત્ર અને માનતુંગ વિષયક આવાં સુંદર પ્રશસ્તિકાવ્યો પણ રચાયાં છે, જે તેની વિશેષતા, મહત્તા, મહાત્મ્ય પુરવાર કરે છે. સિદ્ધર્ષિ જેવા મહાન વિદ્વાને, ધર્મદાસગણિની ‘ઉપદેશમાલા'ની ૨૩૦મી ગાથાના ‘થવત્યુઇ’ શબ્દની વ્યાખ્યામાં ઉદાહરણ રૂપે ભક્તામર સ્તોત્રનો ઉપયોગ કર્યો છે. ‘બૃહદ્ જ્યોતિષાર્ણવ’ નામના જૈનેતર ગ્રંથમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલો છે, તે એમ દર્શાવે છે કે આ સ્તોત્રનો કીર્તિકલાપ જૈન સંઘની સીમાઓ ભેદીને બહાર પણ વિસ્તાર પામ્યો હતો. વર્તમાન સમયમાં પણ ભારતનાં અનેક જિનમંદિરો મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રના નાદથી ગુંજતા રહ્યા છે. પ્રાતઃ કાળના સમયમાં અને ભાવિકો ભક્તિભાવપૂર્વક ભક્તામર સ્તોત્રના પઠન દ્વારા પ્રભુભક્તિથી ધન્ય બનતાં હોય છે. કેટલાંક જિનમંદિરો, ઉપાશ્રયોમાં સમૂહમાં ભક્તામર સ્તોત્રનું પઠન થાય છે. તે સમયનું વાતાવરણ એકચિત્તે પઠન કરનાર ભક્તને ભક્તિમાં તદાકાર બનાવી દે છે. શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર વિષે જણાવે છે કે, “ભક્તામરમાં કાંઈક એવું છે કે જે જનસામાન્યથી માંડીને જૈન વિશેષને કે વિશિષ્ટ જૈન સહુને એકસરખી રીતે આકર્ષિત કરે છે.'' આમ, ભક્તામર સ્તોત્રમાં કંઈક એવી દિવ્ય શક્તિ છે કે જેના તરફ મન આપોઆપ આકર્ષાય છે. એક વાર સાંભળનારને વારંવાર સાંભળવાનું મન થાય છે. દરેકે દરેક દેરાસરોમાં પ્રાતઃકાળે ભક્તામર સ્તોત્રના સમૂહ પાઠનો નિયમ થઈ ગયો છે. તે અર્થે ભક્તામર મંડળોની સ્થાપના પણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy