SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રભાવિક સ્તોત્ર ( 451 સ્તોત્રના ટીકાકારોએ પોતાના બુદ્ધિબળે અથવા વૃદ્ધ સંપ્રદાયના આધારે જુદા જુદા પ્રયોગો, જાતજાતની કથાઓ અને તેના પદ્યોની સાથે જોડવાના મંત્રો ગોઠવીને સહુને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે. શ્રી માનતુંગસૂરિના કાળમાં મંત્રવાદ પુરજોશથી ચાલુ હતો, તેમાં કોઈ સંશય નથી. તે પછી પણ શંકરાચાર્યે “સૌંદર્યલહરીમાં મંત્ર, યંત્ર, તંત્ર, યોગ અને ભક્તિ વગેરે વિષયોને ચમત્કારપૂર્ણ પદ્ધતિએ ગોઠવ્યા છે. મયૂર કે બાણભટ્ટે સૂર્યશતક અને ચંડીશતકમાં તેવી પદ્ધતિ અપનાવી નથી. ત્યાં તો પાંડિત્યદર્શનનું લક્ષ્ય જ વધારે પડતું હતું એમ જણાય છે. તેથી જ આજે સૂર્યશતક કે ચંડીશતકના અનુકરણ કે પાદપૂર્તિમાં એક પણ સ્તોત્ર રચાયેલું મળતું નથી. એટલે કાલિદાસના મેઘદૂત કાવ્ય પછી પહેલી જ રસપૂર્ણ રચના આ ભક્તામર સ્તોત્ર છે. એમ કહેવાય છે.” ભક્તામર સ્તોત્ર પર રચાયેલી ટીકાઓ, વૃત્તિઓની સંખ્યા ૨૨થી ૨૩ જેટલી છે. તેમાં સૌથી પ્રથમ વૃત્તિ શ્રી ગુણાકરસૂરિની વિક્રમ સંવત ૧૪૨૬માં રચાયેલી છે. તે પછી અનેક વૃત્તિઓ વિદ્વાનોએ રચી છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર પર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે જેની સંખ્યા પણ ૨૨થી ૨૩ જેટલી છે. આ પાદપૂર્તિરૂપ કાવ્યો અર્થાત્ સમસ્યાપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના દરેક શ્લોકના પ્રથમ કે ચતુર્થ ચરણને લઈને પાદપૂર્તિ કરેલી છે. શ્રી ગિરિધર શર્માએ ભક્તામર સ્તોત્રના ૪૮ પદ્યોના ૧૯૨ ચરણો પર “ભક્તામર સ્તોત્રમ્-પાદપૂર્યાત્મકમ્ નામની પાદપૂર્તિ કરેલી છે. પંડિત લાલારામ શાસ્ત્રીએ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક ચરણ પર તથા વિશેષ આઠ પદ્યોમાં “ભક્તામર-શતદ્વયી' કાવ્ય રચેલું છે. ભક્તામર સ્તોત્રનાં પદોને લઈને સમસ્યાપૂર્તિરૂપ કેટલાંક કાવ્યો રચ્યાં છે તેવી જ કેટલીક અન્ય કૃતિઓ પણ મળી આવે છે, જેમ કે : (૧) આદિનાથ સ્તુતિ પ્રાચીનાચાર્ય – ૪ પદ્ય, પ્રથમ પઘોનાં ચરણોની પૂર્તિ. (૨) ભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ – ? કાવ્યમાલા ગુચ્છક ૧માં પ્રકાશિત. (૩) લઘુભક્તામર આ ઉપાંત જયમાલા, ભક્તામરોઘાપન, ભક્તામર પૂજા, ભક્તામર ચરિત, ભક્તામરમહામંડલ પૂજા અને ભક્તામર કથા વગેરેની પણ રચના થઈ છે, તે આ સ્તોત્રની લોકપ્રિયતા અને મહત્તાને પુરવાર કરે છે. ભક્તામર સ્તોત્ર પર રચાવેલા મંત્ર-યંત્ર-તંત્રની સંખ્યા પણ ઓછી નથી. સૌથી પ્રાચીન શ્રી ગુણાકરસૂરિની વૃત્તિમાં તેમણે ૨૮ પ્રભાવક કથાની સાથે ૨૮ મંત્રાસ્નાયો આપ્યા છે. ભક્તામરનો દરેક શ્લોકનો પ્રત્યેક અક્ષર મંત્ર સમાન છે, પરંતુ ગુણાકરસૂરિએ ૨૮ કથાઓ સાથે આપેલા મંત્રો તે શ્લોકની વિશિષ્ટતા પુરવાર કરે છે. તે ઉપરાંત વૃદ્ધ સંપ્રદાય દ્વારા પણ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. તેવી જ રીતે હરિભદ્રસૂરિકત યંત્રાવલી, વિજયપ્રભસૂરિફત યંત્રાવલીઓ અને બીજી અનેક યંત્રાવલીઓ ભક્તામર સ્તોત્ર પર રચાયેલી મળી આવે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy