SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ 446 છે // ભક્તામર તુલ્યુ નમઃ | પરંતુ ભક્તિ સાથે સમ્યફને જોડી આપણા જીવનને એક નવો વળાંક આપ્યો છે. જે દ્વારા આપણે મૃત્યુ પર વિજય મેળવી શાશ્વત સુખ મેળવી શકીએ અર્થાત્ મોક્ષને પામવાનો સુંદર માર્ગ સૂરિજીએ બતાવ્યો છે. પ્રતીકો ભક્તામર સ્તોત્ર શ્રી માનતુંગસૂરિની અમર-સુંદર-સૌમ્ય મનોહારી, લોકહિતકારી રચના છે. શ્રી જિનેશ્વરદેવનાં નામનો જ મહિમા એટલો અદ્ભુત છે કે દર્શન માત્રથી એમના ચરણમાં વ્યક્તિ નતમસ્તક થઈ જાય છે. મુખમાંથી પ્રભુસ્તુતિ માટેના શબ્દો કંઠમાંથી આપોઆપ સ્ફરવા લાગે છે. કવિવર ને યત્ર-તત્ર-સર્વત્ર પ્રભુનો મહિમા જ દૃષ્ટિગોચર થાય છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રમાં અનેક પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. આ પ્રત્યેક પ્રતીકો અત્યંત મહત્ત્વનાં છે. આ પ્રતીકોના માધ્યમથી જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું વિવેચન તો છે જ, પણ સાથે સાથે આત્મબોધનો માર્ગ પણ આના દ્વારા ખુલ્લો થતો જોવા મળે છે. માનતુંગસૂરિજીએ જ્યાં આરાધ્યના નામ-સ્મરણ અને પ્રભાવની ચર્ચા કરી છે ત્યાં તેઓએ નવાં પ્રતીકોના માધ્યમથી પોતાની વાત કરી છે. આ જે કથન છે કે સૂરિજીને બેડીઓથી જકડીને તાળાંના ઓરડામાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભક્તામર સ્તોત્રની રચનાના એક-એક શ્લોકની સાથે એક એક તાળું તૂટતું ગયું, આ પ્રતીક છે કે કર્મ પ્રકૃતિ કે શુભ કર્મ કોઈને નથી છોડતાં. આ સૂરિજીનો ઉપસર્ગકાળ જ હતો. સૂરિજીએ મીઠા અને ખારા પાણીનાં પ્રતીકો દ્વારા વીતરાગી અને સરાગીદેવોની તુલના કરી છે. સમાધિમાં દઢ સાધક સુમેરુ પર્વતનું પ્રતીક છે, જેને સંસારના કામરૂપી-વાસનારૂપી સોંદર્ય ડગાવી નથી શકતા. ભક્તિરસમાં ડૂબેલા સૂરિજીએ આદીનાથ પ્રભુને બુદ્ધ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ આદિ વિશેષણોથી સંબોધિત કર્યા છે. આ સંબોધનોમાં પણ એમનો આશય કોઈ અવતારથી નથી, પરંતુ ગુણવાચક વિશેષણોથી છે. બુદ્ધ શબ્દ કેવળ જ્ઞાનરૂપી બોધિથી છે. શંકર શબ્દ કલ્યાણકર્તા અને આત્માને પવિત્ર બનાવવાનું પ્રતીક છે. બ્રહ્મા યોગમાર્ગને દેખાડનારના રૂપમાં છે, તો વિષ્ણુ જ્ઞાન-દર્શનચારિત્રની દઢતા લઈને આત્મસ્વરૂપના જ્ઞાતા-દૃષ્ટાર્થી છે. અષ્ટપ્રતિહાર્ય પણ પ્રતીકાત્મક છે. અશોકવૃક્ષ, શોકમુક્તિનું પ્રતીક છે, તો સિંહાસન નિર્ભયતાનું પ્રતીક છે. ઘાતી કર્મોને જીતીને જે સિંહની સમાન નિર્ભય છે તે જ એના અધિકારી છે. ચોસઠ પ્રકારના ચામર તે ચોસઠ કલાઓનાં પ્રતીક છે જે પ્રભુને વિશ્વને જીવન જીવવા માટે શિખવાડી. ત્રણ છત્ર જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીનાં પ્રતીક છે જે સૂચિત કરે છે કે રત્નત્રયીના ગુણોનો ધારક સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિએ ઉપર્યુક્ત પ્રતીકો વર્ણવ્યાં છે. આ પ્રતીકયોજના દ્વારા દરેક પદ્યનાં પ્રતીકો જાણવા મળે છે. અષ્ટમહાપ્રતિહાર્યોનાં પ્રતીકોમાં તેમણે ચાર પ્રતિહાર્યો વર્ણવ્યાં છે. દિગમ્બર પાઠ પ્રમાણે આઠ પ્રતિહાર્યોવાળાં આઠ પ્રતીકો વર્ણવ્યાં છે. પ્રથમ ચાર પ્રતીકો
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy