SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ 438 || ભક્તામર તુલ્યું નમઃ | પેટમાંથી સર્પ નીકળી ગયો. અને ગરમ તેલ રાફડા પર નાખતાં ત્યાં રહેલો સર્પ બહાર નીકળી ભાગ્યો. અને રાફડામાં રહેલું અઢળક ધન તેમણે પ્રાપ્ત કર્યું. ત્યારબાદ રાજહંસે પોતાની સાચી ઓળખાણ આપી આથી કલાવતીને ખૂબ આનંદ થયો. આ તરફ રાજહંસના પિતા રાજશેખર જ્યારે શત્રુ સાથે યુદ્ધ કરીને પાછા ફર્યા ત્યારે તેણે રાજહંસની દુર્દશાના સમાચાર સાંભળ્યા. તે ખૂબ દુઃખી થયો અને રાજહંસને શોધી કાઢવા માટે પોતાના વિશ્વાસુ માણસોને ચારેબાજુ દોડાવ્યાં. તેમાંના કેટલાક માણસો જ્યાં રાજહંસ અને કલાવતી હતાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજશેખરના પુત્ર-વિયોગની વેદના કહી સંભળાવી. બંનેને ઉજ્જયિની પાછા ફરવાની વિનંતી કરી. બંને ઉજ્જયિની આવ્યાં. રાજાએ બંનેનું સ્વાગત કર્યું અને રાજહંસને ગાદી સોંપી. હસ્તિનાપુરના રાજા માનગિરિને ખબર પડી કે પેલો રોગિષ્ઠ, નિર્ધન પુરુષ નિરોગી થઈને મહારાજા થયો અને પોતાની પુત્રી કલાવતી મહારાણી થઈ છે. એટલે તેણે નિશ્ચય કર્યો કે, મનુષ્યને જે સુખદુઃખ પ્રાપ્ત થાય છે તે શુભાશુભ કર્મનું જ પરિણામ છે.' પછી તેણે પોતાની પુત્રી કલાવતીને બોલાવી પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. રાજહંસ અને કલાવતી જૈન ધર્મની સુંદર આરાધના કરી અનંત સુખના અધિકારી બન્યા. પ્રભાવક કથા-૨૮ (શ્લોક ૪૨) શ્રી અજમેર દુર્ગની ફરતાં ઘણાં ગામડાંઓ રણપાલ નામના રાજપુત્રના તાબામાં હતાં. કોઈ જૈન સાધુના સહવાસથી તે નિરંતર ભક્તામર સ્તોત્ર તથા પંચ પરમેષ્ઠી મંત્રનો પાઠ કરતો હતો. ભક્તામર સ્તોત્રના પ્રભાવથી અને શ્રી આદિનાથ ભગવાનની ભક્તિથી તે મુસલમાનોથી જીતી શકાતો ન હતો. એક વખત છલથી અજમેરના અમીરે તેને તેના પુત્ર સહિત બાંધી લીધો. રણપાલને તથા તેના પુત્રને બાંધીને તે વખતે દિલ્હીના પાયતખ્ત પર રાજ્યકર્તા સુલતાન જલાલુદ્દીન ખીલજી પાસે લઈ જવામાં આવ્યાં. રણપાલને તેના પુત્ર સાથે જૂના દિલ્હીમાં આવેલા કેદખાનામાં આખા શરીરે લોખંડની બેડીઓ જકડી પૂરી દેવામાં આવ્યો. કેદખાનામાં રહીને રણપાલે ભક્તામર સ્તોત્રના ૪રમા શ્લોકનું નિરંતર સ્મરણ કરવાનું શરૂ કર્યું. જ્યારે તે શ્લોકનું ૧૦,000 વખત સ્મરણ થઈ ગયું તે વખતે રાત્રિના સમયે પગમાં નૂપુરના ઝણકાર કરતી તથા સોળે શણગાર સજેલી સુંદર યુવતી આવીને બોલી કે, “હે વત્સ ! જલદી ઊભો થા અને તારા નગરે જા.' રણપાલ બોલ્યો કે, માતા, તમે કોણ છો ? દેવી છો, માનુષી છો, કે કોઈ વિદ્યાપારી છો ?” તેણીએ કહ્યું કે ગરુડના વાહનવાળી, શ્રી આદિનાથ ભગવાનની ભક્તિ તથા ભક્તામર
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy