SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ છે 431 આ જાપના પ્રભાવથી ત્રણ દિવસમાં શ્રી ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થયાં. દેવીએ એક અપૂર્વ પુષ્પમાળા શ્રી હાલ રાજાને આપી અને પુષ્પમાળા રાણીના કંઠમાં પહેરાવવા કહ્યું. આ માળાના પ્રભાવથી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તે પુત્રનું નામ ચક્રદાસ રાખવામાં આવ્યું. અહીં જે ત્રણ દિવસની આરાધના કરી છે તે ભક્તામર સ્તોત્રનો ત્રણ દિવસ મંત્રસાધના માટે અગત્યનો સમય છે. માટે હાલ રાજાએ ત્રણ દિવસનો ભક્તામરનો અખંડ જાપ કર્યો હશે. પ્રભાવક કથા-૧૯ (શ્લોક ૩૧) શ્લોક ૨૮, ૨૯, ૩૦મા શ્લોકમાં કોઈ કથા આપવામાં આવી નથી. શ્લોક ૩૧ની ટીકામાં ગોપાલક–ગોપાલની કથા આપવામાં આવી છે. સિંહપુર નામના નગરમાં ગોપાલ' નામનો એક સરળ પ્રકૃતિવાળો ક્ષત્રિય રહેતો હતો. નિર્ધનતાને કારણે લીધે, લોકોની ગાયો ચરાવતો હતો. ભદ્ર પ્રકૃતિના ગોવાલને જેન મુનિ મહારાજે ધર્માશિષ આપ્યા કે જેના પ્રતાપ વડે પ્રાણીઓ ગ્રહમાં લક્ષ્મી મુખમાં ભારતી, બે બાહુમાં શૌર્ય, હાથમાં ત્યાગ, હૃદયમાં સબુદ્ધિ, શરીરમાં સૌભાગ્યની શોભા, દિશાઓમાં યશ, ગુણીજનોમાં પક્ષપાત થાય છે. તે ઇષ્ટ અને મંગળની પરંપરાને કરનારા ધર્મલાભ તમને હો.' ધર્મદેશના આપતાં મુનિ મહારાજે ગોપાલને શ્રી ભક્તામર સ્તોત્ર અને શ્રી નવકાર મંત્ર ભણાવ્યો અને કહ્યું કે, ‘આનો જાપ કરવાથી આ ભવ અને પરભવમાં તું સુખનો ભોક્તા થઈશ. અને વાવ મોક્ષ સુખને પામીશ.' ગોપાલે લાંબા સમય સુધી દરરોજ નવકાર મંત્ર અને ભક્તામર સ્તોત્રનો પાઠ કર્યો અને જૈનાચારનું પાલન કર્યું. એક રાત્રે સ્વપ્નમાં તેણે ત્રણ છત્ર વગેરે પ્રતિહાર્યો સહિત શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન થયાં. બીજે જ દિવસે સવારે ગોચર ભૂમિમાં શ્રી ઋષભદેવ ભગવાનના જિનબિંબ પ્રગટ થયેલું જોયું. ગોપાલે ઝૂંપડી બાંધીને પ્રતિમાની સ્થાપના કરીને છ માસ સુધી શ્રી ભક્તામર સ્તોત્ર અને નવકાર મંત્રનો ત્રણે કાળ જાપ કર્યો. ૩૧મા શ્લોકનું સ્મરણ કરતાં શ્રી ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાલને રાજા થવાનું વરદાન આપ્યું. સિંહપુરના રાજા અકસ્માતું નિઃસંતાન મરણ પામ્યા. સર્વએ મળીને નક્કી કર્યું કે મહારાજની એક હાથણી કળશ જળથી જેના ઉપર અભિષેક કરે તેનો રાજ્યાભિષેક કરી રાજા બનાવવો અને હાથણી ફરતી ફરતી જંગલમાં ગોપાલ જ્યાં એક ઝાડ નીચે બેઠો હતો ત્યાં આવી કળશમાંનું જળ ગોપાલ પર ઢોળી અભિષેક કર્યો. ગોપાલને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક કર્યો. રાજા થયા પછી ગોપાલે તેનું નામ દેવદત્ત રાખ્યું. એક વખત દુશ્મનનું સૈન્ય યુદ્ધ માટે ચઢાઈ કરી આવ્યું ત્યારે ચકેશ્વરી દેવીનું નામસ્મરણ કર્યું. યુદ્ધ શરૂ થતાં જ દુશ્મનનું લશ્કર ચિત્રની માફક હલનચલનની ક્રિયા વગરનું ખંભિત – જડ થઈ ગયું.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy