SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ - 429 શ્રી શાંતિસૂરિ મહારાજે રાજા-રાણીને ઉપદેશ આપતાં કહ્યું કે “સમ્યક દર્શન, જ્ઞાનચરિત્ર, ત્રણ કોટ યુક્ત અને અઠાર હજાર શીલના અંગો વડે યુક્ત, ઉત્તમ સૂત્રરૂપ કાંગરા વડે સહિત, દયા આદિ રૂપ દરવાજાવાળો, ક્ષમા આદિ યશ પ્રકારના યતિધર્મરૂપ યંત્રવાળો અને શમરૂપી પાણીનો ભંડાર એવા સધર્મરૂપ – કર્મ રૂ૫ શત્રુથી ભયભીત થયેલા છેમનુષ્યો ! તમે આશ્રય કરો” આમ જૈન ધર્મના તત્વજ્ઞાનની બોધવાર્તા સરળ ભાષામાં કહી આવો ધર્મોપદેશ સાંભળી રાજા-રાણી જેનધર્મી બન્યાં. જેન શાસનની પ્રભાવના વધી. અનેક ભવ્ય જીવો જૈનધર્મી બન્યા. કેટલાક આચાર્ય ભગવંતો ગાથા ૨૦થી ૨૫ એમ છ ગાથાઓ ને આરાધ્યમંત્ર, સૂરિમંત્ર માને છે. તેમ કેટલાક આચાર્યો ભગવંતો આ છ ગાથાને આરાધ્યમંત્ર તરીકે ચિંતામણિ મંત્રને માને છે. શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની અન્ય કૃતિ ભયહર સ્તોત્ર, નમિઊણ સ્તોત્રમાં આજ ચિંતામણિ મંત્રનો મહિમા છે. ચિંતામણિ મંત્ર જૈન શાસનનો મહાન મંત્ર છે. તેથી આ શ્લોકોનો પ્રભાવ વિશેષ છે. શ્રી નમિઊણ સ્તોત્રમાં તો ક્રમથી ગોઠવેલો મળી આવે છે. તેમ આ ચિંતામણિ મંત્ર ભક્તામરથી ગાથા ૨૧ અને ૨૨માં સૂચનરૂપ પ્રાપ્ત થતો લાગે છે. ૨૧મી ગાથાનો ૩.૨૬-૪૭ મો અક્ષર અનુક્રમે “વ - ૫ - હ’ છે. પ્રાકૃતમાં બધા “સ' એક જ હોવાથી તેને “વસહ' રૂપે વાંચી શકાય છે. અને આટલા અક્ષરોથી ચિંતામણિ મંત્રનું સૂચન જરૂરી સમજી શકાય. આ જ રીતે આ જ ગાથા ૨૧ ના ૩૮-૨૬-૪૭ અને ૪૮ અક્ષરોમાંથી ‘વિષહર' પણ વાંચી શકાય છે. તે જ રીતે ગાથા રરમાં ૨૨-૪૩-૩૮મા અક્ષરોને વાંચતાં “પ્રાસ' એટલે લગભગ પાસ' શબ્દનું સૂચન માની શકાય છે. હવે થોડી જ અક્ષરોમાં તોડ-મરોડ થાય તો આ જ બાવીસમી ગાથામાંથી સ્કુલિંગ' શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. અને નિમિઊણ' શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. આમ આ ગાથાઓ પરથી કથાઓનું અનુપમ મહત્ત્વ છે. પ્રભાવક કથા-૧૭ (શ્લોક ૨૬) અણહિલપુર પાટણમાં ચણા વેચીને જીવન પૂર્ણ કરનાર ચનિક નામનો એક નિર્ધન વાણિયો રહેતો હતો. એક સમયે ફેરી માટે જતાં રસ્તામાં તેને ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુનો મેળાપ થયો. સાધુએ તેને પૂછ્યું કે, “કંઈ ધર્મકરણી કરો છો કે કેમ ?” ઉત્તરમાં ચનિકે કહ્યું કે ધર્મકાર્ય કેવી રીતે કરી શકું? હું તો નિર્ધન છું. પંથ સમાન કોઈ ઘડપણ નથી, દારિદ્રય સમાન કોઈ પરભાવ નથી, મરણ સમાન કોઈ ભય નથી અને સુધા – ભૂખ સમાન કોઈ વેદના નથી.” ગુરુએ કહ્યું કે ધર્મથી ધન મળે છે. ધનથી જ સઘળાં કામભોગના સાધનો પ્રાપ્ત થાય છે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy