SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ - 427 નમન કરતા, નમન કરી પ્રભુનો હાથ - આંગળા અને પ્રભુને તેમનો હાથ પકડતા બતાવ્યા. આ પ્રમાણે બતાવીને પછી હરિહરાદિને અદશ્ય થતા પણ બતાવ્યા. આ પ્રમાણે લોકોએ જેને મહાત્માનો પ્રભાવ જોયો અને જૈન ધર્મની સાચી મહત્તા લોકો સમજી ગયા. જૈન શાસનની ઉન્નતિ થઈ. સાધુ મહારાજો પણ ચાતુર્માસ કરવા અહીં આવવા લાગ્યા. અને જૈન ધર્મની મહત્તાનો સંચારવ લોકો પર થતો રહ્યો. આ શ્લોકમાં ચંદ્રપ્રભુસ્વામીનો ઉલ્લેખ થયો છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીનો અચિંત્ય પ્રભાવ મનાયો છે. જૈન ધર્મ અને દેવ પાસે અન્ય ધર્મ અને દેવોનું કોઈ વજૂદ નથી, તેમનું રૂપ ધારણ કરી શકાય છે. અથવા તેમને હાજર કરી શકાય છે. વસ્તુતઃ જૈન ધર્મ બેજોડ ધર્મ છે. પ્રભાવક કથા-૧૪ (શ્લોક ૨૨). શ્રી ભક્તામર સ્તોત્રની ૧૪મી કથામાં મહાન વિદ્યાસિદ્ધ આયખપુટાચાર્યની આ કથા છે. આ આચાર્ય ભગવતનું નામગ્રહણ પણ મહાન સિદ્ધિને આપનારું મનાયું છે. આ શ્લોકોનો આરાધ્ય મંત્ર સૂરિમંત્ર જ કહેવાયો છે. આર્યખપુટાચાર્ય પણ સૂરિમંત્ર સિદ્ધ કરેલ મહાત્મા છે. એમણે પણ ભક્તામરના આ શ્લોક(૨૨)ની આરાધના-સાધના કરી તેવો ઉલ્લેખ ખૂબ જ ભાવના પ્રેરે તેવો છે. આ આચાર્ય ભગવંતે પોતાની આ મહાન સાધનાથી ગુડશસ્ત્રપત્તન મંદિરના યક્ષની મૂર્તિને અને બે મહાન કુંડીઓને પણ પાછળ ચલાવી હતી. મંત્ર-ચમત્કાર દ્વારા જિનશાસનનો મહાન પ્રભાવ કર્યો હતો. પ્રસંગ કંઈક આ રીતે બન્યો હતો. શ્રી ગુડશસ્ત્રપત્તન નામના નગરમાં વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્યને શાસ્ત્રાર્થમાં ભુવનમુનિએ હરાવ્યો હતો. તે બૌદ્ધાચાર્ય મરીને યક્ષ તરીકે ઉત્પન્ન થયો. અને યક્ષના ભવમાં જૈન સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. તેનું દમન કરવા જૈન સંઘે જેણે ૨૨મા શ્લોકની સાધના કરી છે તેવા વિદ્યાસિદ્ધ આર્યખપુટાચાર્યને વિનંતી કરી ગુડશસ્ત્રપત્તન બોલાવ્યા. આર્યશ્રી યક્ષના મંદિરે જઈ તેના કાન પર પગ રાખી ચોતરફ વસ્ત્ર લપેટી કપટ નિદ્રામાં સૂઈ ગયા. પૂજારીએ ઉઠાડ્યા પણ તે ન ઊઠ્યા. રાજાને ફરી યાદ કરી, રાજાએ કોપાયમાન થઈને હુકમ કર્યો કે તેને પથ્થર અને લાકડી વતી ખૂબ માર મારીને પણ ઉઠાડો. આર્યશ્રીને તો કંઈ અસર ન થઈ પણ રાજાના અંતઃપુરમાં રહેલી સ્ત્રીઓને તે માર પડવા લાગ્યો. આથી રાજા સમજી ગયો કે આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ છે. તેથી રાજાએ મધુર વચન દ્વારા આર્યશ્રીને શાંત કર્યા. ત્યારે કપટ નિદ્રા ત્યજીને આર્યખપુટાચાર્ય જાગ્રત થયા પછી તેમણે યક્ષને કહ્યું કે તું મારી સાથે ચાલ. ત્યારે તે સાથે ચાલ્યો અને શિવ-વિનાયક વગેરે દેવમૂર્તિઓ પણ ચાલવા લાગી. વળી ખૂબ વજનદાર પથ્થરની મૂંડી જ એક હજાર પુરુષો ઉઠાવી શકે તેવી હતી તે પણ આર્યશ્રીએ પોતાની પાછળ પાછળ ચલાવી. રાજાની વિનંતીથી આર્યશ્રીએ યક્ષને પાછો મોકલ્યો અને કુંડીઓ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy